________________
ભમતાં ભમતાં અહીં એકલો આવી પહોંચ્યો છું અને અત્યંત રમ્ય સ્થાન જોઈને અહીં વસી ગયો. અહીં આવે અને પાંચ વર્ષ થયા છે.
રાજકુમારે વિચાર્યું કે જે સમયે હું ઋષિદત્તાને પરણીને મારા નગરમાં લઈ ગયો તે સમયથી આ ઋષિકુમાર અહીંયાં રહે છે. આમ વિચારતાં વિચારતાં ચિંતામાં ડૂબી ગયેલા કુમારને લાગ્યું કે, આ ઋષિકુમાર મને પરિચિત કેમ લાગે છે અને એના દર્શનથી મને આનંદ થાય છે. જાણે પૂર્વભવની સંગત થઈ હોય તેમ જોતાવેત મારા હૈયામાં વસી ગયો છે એટલે મને એનો વિયોગ ન થાવ. એ દરમ્યાન ઋષિકુમારે કહ્યું કે હે કુમાર ! તને મારા ઉપર સ્નેહ થયો છે, તું મારો અતિથિ બન્યો છે, મારા ફળમાં ભાગ પડાવ. ત્યારે કુમારે પણ બહુમાનપૂર્વક કહ્યું કે તમારા હાથના સ્પર્શેલા ફળ હું સ્વયં ખાઈશ, એટલે ઋષિકુમારે આપેલા ફળનો આહાર કરી ઋષિકુમારને પ્રણામ કરી કુમાર પોતાના આવસે આવ્યો. સ્નેહવશ થઈ કુમારે ઋષિકુમારને પોતાની સાથે આવવા વિનંતી કરી, રાજયભોગ ભોગવવા આગ્રહ કર્યો, ત્યારે ઋષિકુમારને પોતાને ભોગતૃષ્ણા નથી એવું જાણી કુમારે પોતાની સાથે રહેવા ઋષિકુમારને આગ્રહ કર્યો, ત્યારે આશ્રમ છોડવાની અશક્તિ રજૂ કરતાં ઋષિકુમારને કુમારે પોતાના આવાસમાં આવવા માટે વિનંતી કરી, ત્યારે કુમારનો અતિ આગ્રહ જોઈને ઋષિકુમારે સ્વીકાર કર્યો અને દેવપૂજા કરીને સંધ્યાસમયે આવશે એવું જણાવ્યું અને કુમાર પરિવાર સહિત પોતાના આવાસમાં ગયો.
આ બાજુ સુલસા ફરતી હતી તે જલ્દી આશ્રમમાં આવી અને ઋષિકુમારને જોયા, પ્રણામ કર્યા ત્યારે ઋષિકુમાર બનેલી ઋષિદત્તાએ એને બેસાડીને સ્વાગત કર્યું. સુલસાએ ચોર, ધુતારા, જારપુરુષોની વાતો કરવા માંડી એટલે ઋષિકુમારે જાણ્યું કે આ જ પાપિણી ધુતારી છે કે જેણે મને રાક્ષસી ચીતરીને બેઆબરુ કરી છે. આમ વિચારીને ઋષિએ તેના ભાવલક્ષણ સમજવા વિધિપૂર્વક પૃચ્છા કરી. હે આર્યા ! તમે ક્યાંથી આવ્યા છો ? બહુ દુબળા દેખાઓ છો ? એકલા છો ? કોઈ ચેલી-બેલી નથી ? ત્યારે સુલસાએ જણાવ્યું કે, કાવેરીથી રથમર્દન જઈને પાછી કાવેરી જાઉં છું. હે ઋષિવર ! આ વનમાં વસતાં આપને ભૂત કે વ્યાપદોથી પરેશાની તો નથી ને ? ત્યારે ઋષિકુમારે જણાવ્યું કે, મારી પાસે મંત્ર અને ઔષધિનું બળ છે તેથી મને અહીં ભૂતોની પરેશાની નથી. તો ધૂતારી સુલસાએ જણાવ્યું કે, મારી પાસે પણ અવસ્વાપિની અને તાલોદ્ઘાટિની એમ બે પાઠસિદ્ધ વિદ્યાઓ છે. ત્યારે ઋષિએ ધુતારીને જણાવ્યું કે, મારી પાસે પણ ખંભિની અને વિમોક્ષિણી એમ બે વિદ્યાઓ છે. ત્યારે સુલતાએ વિદ્યાઓની અદલાબદલી કરવાની વાત કરી ત્યારે સાચી હકીકત જાણવા માટે) ઋષિએ સુલતાને કહ્યું કે, મારી વિદ્યાઓનો પ્રભાવ મેં જોયેલો છે, પણ તારી વિદ્યાઓનું બળ હું જાણતી નથી એટલે મને વિશ્વાસ બેસે એવું કહે કે તારી વિદ્યાનો પ્રભાવ શું છે. ત્યારે વિદ્યાના
datta-t.pm5 2nd proof