________________
२०
છોડી દે તો પાછી સ્ત્રી બની જાય છે અને પુરુષ જ્યારે જમણી કેડે બાંધે તો સ્ત્રી થઈ જાય છે અને છોડી દે તો ફરી પુરુષ થઈ જાય છે. એટલે ઋષિદત્તાએ તે ઔષધિ ડાબી કેડે બાંધી અને તે પુરુષ બની ગઈ અને વલ્કલના વસ્ત્ર ધારણ કરી તાપસકુમાર બની. (૩-૩૬/૧૧૧) [૧૭] પિતાના આગ્રહથી કનકરથનું રુક્મિણી સાથે લગ્ન માટે પ્રયાણ :
આ બાજુ ૨થમર્દનનગરમાં શું બન્યું ? તો કવિ જણાવે છે કે, ઋષિદત્તા ચંડાલોને સોંપવામાં આવી તે જોઈ કુમાર મૂર્છા પામે છે, શીતોપચારથી મૂર્છા વળે છે અને ઘણો વિલાપ કરે છે કે, એની સાથે મારું મૃત્યુ થયું હોત તો સારું હતું અને કુમાર મૌન ધારણ કરે છે, હસતો નથી, બોલતો નથી, સુને હૈયે ઋષિદત્તાને યાદ કર્યા કરે છે. આમ ઘણા દિવસો પસાર થઈ ગયા.
આ દરમ્યાન કાવેરી નગરીમાંથી દૂતે આવી અને હેમરથરાજાને યાદ કરાવ્યું કે, સુંદરપાણિરાજાએ પોતાની દીકરી તમારા પુત્રને આપી હતી. એ હવે યૌવન પામી છે તો તમારા પુત્રને એના પાણિગ્રહણ માટે મોકલો. જો તમારે એની જરૂર ન હોય તો અમે બીજાને આપીશું. ત્યારે હેમરથરાજાએ કહ્યું કે અહીંયાં હું શું કરું, મેં પહેલા કુમારને મોકલ્યો હતો, પરંતુ ભાગ્યે તાપસકન્યાને પરણીને પાછો આવી ગયો, તેમ છતાં ફરીથી હું એને મોકલું છું, એટલે તું સુંદરપાણિરાજાને જઈને જણાવ કે કુમાર આવે છે. [૧૭-૧] ઋષિકુમારનું આશ્રમમાં મિલન અને કુમારનો ઋષિકુમાર સાથે થયેલ વાર્તાલાપ ઃ
રાજાએ સમજાવીને કુમારને કાવેરીનગર તરફ મોકલ્યો. ત્યારે સુલસા પણ કુમારના સૈન્યની સાથે થઈ હતી. માર્ગમાં સરોવર આવ્યું, જ્યાં કુમાર અને ઋષિદત્તાના લગ્ન થયાં હતાં. પહેલાની વાત યાદ આવતાં તેના ગુણોને યાદ કરીને કુમાર રડે છે. કુમારે હુકમ કર્યો કે આશ્રમમાં જઈએ, જેથી ઋષિદત્તાની જન્મભૂમિના દર્શન થાય. કુમાર આ રીતે કહે છે તે દરમ્યાન તેની જમણી આંખ ફરકે છે. કુમારે વિચાર્યું કે, પ્રિયમેલાપ થશે અને કુમાર દેવકુલિકામાં ગયો ત્યાં ઋષિકુમાર બનેલી ઋષિદત્તાને જોઈ કુમારે વિચાર્યું કે, આ શું ઋષિદત્તા હશે ? ના, એને તો લોકોની હાજરીમાં જ મારી નાંખવામાં આવી છે. પુરુષવેષધારી ઋષિદત્તાને કુમાર ઓળખી ન શક્યો અને કુમાર તેને પગે પડ્યો. ઋષિકુમારે એનો પુષ્પોથી સત્કાર કર્યો અને ઋષિકુમારની આજ્ઞા લઈને કુમાર તેમની પાસે બેઠો. ઋષિકુમારને જોતાં જોતાં કુમારને ધરવ થતો ન હતો. ત્યારે કનકરથે ઋષિકુમારને પૂછ્યું કે, આ વનમાં વસતાં તમને કેટલો સમય પસાર થયો ? એકલા તમને આ વનમાં ધીરજ કેમ રહે છે ? તમારે બીજો કોઈ પરિવાર છે ? ત્યારે ઋષિકુમારે જણાવ્યું કે, અહીં એક રાજર્ષિ પોતાની દીકરી સાથે રહેતા હતા. કોઈક રાજકુમાર સાથે દીકરીના લગ્ન થતાં ઋષિએ અગ્નિપ્રવેશ કર્યો અને તેઓની ગેરહાજરીમાં આ આશ્રમ ઉજ્જડ બની ગયો. હું
datta-t.pm5 2nd proof