________________
દેખાઈ કે સંભળાઈ તો ગુસ્સે ભરાયેલો રાજા અમારા વંશનો નાશ કરશે. ત્યારે ઋષિદત્તાએ કહ્યું કે, તમે મને જો જીવતી છોડો તો હું એવી જગ્યાએ જઈશ કે જ્યાં સ્વપ્નમાં પણ તમે મને જોશો કે સાંભળશો નહિ. ત્યારે એક જણે દયા લાવીને કહ્યું કે, આ બાપડીને છોડી દઈએ. ત્યારે બધાએ દયા દાખવીને એના વસ્ત્રો અને આભૂષણો લઈ લીધા અને તેને જીર્ણવસ્ત્રો આપ્યા અને કહ્યું કે, તું જ્યાંથી ન દેખાય ત્યાં પહોંચી જા. (૩-૧/૩૫) [૧૬] જીવતી રહેલી ઋષિદત્તાનું આશ્રમમાં જવું અને પુરુષવેષને ધારણ કરવું:
ઋષિદત્તા તે ચંડાલોને પગે પડીને ભીષણવનમાં સંધ્યાકાળે દોડી ગઈ, પડતી, આથડતી ઋષિદત્તા શ્મશાન ઓળંગીને વનના માર્ગે નીકળી પડી. પોતાના ભાગ્યને તે સંતાપે છે અને પોતાના પિતાને ઉપાલંભ આપે છે કે, એક ક્ષણ માટે પણ અળગી નહિ મૂકતાં તમે મને છોડીને અગ્નિમાં પ્રવેશી ગયા. પોતાના પતિને પણ યાદ કરે છે કે, અત્યારે તારું હૃદય નિષ્ફર કેમ બન્યું? મને કેમ છોડી દીધી ? હું અકર્મકારી નથી તે તું જાણે છે. અહીંયાં ભૂતડાઓ મને ખાઈ જશે, તું મારું રક્ષણ કર. આમ સંતાપ કરતી ઋષિદત્તા દક્ષિણ દિશા તરફ ચાલી ગઈ. આ બાજુ ચંડાલોએ નગરમાં આવીને કોઈ સ્ત્રીનું નવું ફ્લેવર બતાવીને કહ્યું કે, આ તેનું મસ્તક છે. આ બાજુ ઋષિદત્તા ઘણાં દુઃખો સહન કરતી કરતી આશ્રમની વાટે પડી. સુના આશ્રમના માર્ગમાં જતાં જતાં તેણે વિચાર્યું કે, આ આશ્રમ જ મારું શરણ છે, એટલામાં જ કલ્પવૃક્ષની શ્રેણિ જોઈ તેણે વિચાર્યું કે, આ એ જ કલ્પવૃક્ષોની શ્રેણિ છે કે શ્વસુરકુળે જતી વખતે મેં વાવી હતી. જંગલમાં કાંટાઓથી તેના પગ વીંધાય છે. રડતાં રડતાં તે વિચારે છે કે, ખરેખર ભોગોને કારણે હું દુઃખી થઈ અને ભોગમાં લુબ્ધ જીવો મૃત્યુને પામે છે છતાં વૈરાગ્ય પામતાં નથી. અરેરે ! જે માર્ગે હું પહેલાં શિબિકામાં બેસીને પસાર થઈ હતી, અત્યારે તે માર્ગે ભાગ્યને કારણે લોહી ખરડાયેલા અડવાણે પગે દોડું છું. પહેલાં રાજઋદ્ધિ સાથે અહીંથી પસાર થઈ હતી, અત્યારે એકલી છું. ખરેખર ભાગ્યના વિપાકો જાણવા કોણ સમર્થ છે. વિચારીએ છીએ કાંઈક અને ભાગ્ય કરે છે કાંઈક, આમ ઉપાલંભ, ઉદાસીનતા, વૈરાગ્ય, ભાગ્યપરાધીનતા વગેરે ભાવોથી વલોવાતે હૈયે ઋષિદત્તા ભયંકર વનને જુવે છે. કયાંક હાથથી, કયાંક સિંહનાદથી, ક્યાંક ચિત્તાઓથી, ક્યાંક વાઘથી ડરેલી મૃગલીની જેમ ચારે બાજુ જોતી, ત્રાસ પામતી, રડતી, વિલાપ કરતી, થાકતી, મૂર્શિત થતી થતી અતિ વિશાળ સુના રણમાં આવી પડી, ભૂખી, તરસી વનફળોને ખાતી ક્રમે કરીને આશ્રમમાં આવી જ્યાં પોતે ઉછરી હતી. ત્યાં પિતાની યાદ આવી અને રડી પડી. દેવકુલિકા જોઈ અને પિતાનું મૃત્યુ યાદ આવ્યું અને વિલાપ કરવા માંડી. હે પિતા ! હે તાત ! હે જનક ! તમે મને મૂકીને ક્યાં ગયા. આમ રડતી રડતી તે સરોવર કિનારે આવી, પાણી પીધું, સ્નાન કર્યું, કંદફળોનું ભોજન કર્યું અને પાંચ વર્ષ પહેલાં જયાંથી નીકળી હતી ત્યાં પહોંચી ગઈ અને વિચાર્યું કે શીલને અખંડ રાખવું પડશે. એટલામાં પિતાએ આપેલી ઔષધિ યાદ આવી. તે વખતે પિતાએ જણાવ્યું હતું કે આ ઔષધિ ડાબી કેડે બાંધે તો સ્ત્રી પુરુષ બની જાય છે અને
datta-t.pm5 2nd proof