________________
१६
[૧૩-૧] હવે કુમાર અને ઋષિદરાના દિવસો સુંદર રીતે પસાર થાય છે, તેમાં પ્રશ્નોત્તરીઓ, પ્રહેલિકાઓ દ્વારા એકબીજાનું મનોરંજન થાય છે અને એકબીજાના બૌદ્ધિકસ્તરનો ખ્યાલ આવે છે આમ સુખમાં દિવસો વીતાવતાં પાંચ વર્ષ પૂરા થાય છે. (૨-૫૩/૭૩) [૧૩-૨] આ બાજુ સુંદરપાણિરાજાએ કુમારના ઋષિદત્તા સાથેના લગ્નની વાત સાંભળી, રાજકુમારી રુક્મિણીએ પણ એ વાત સાંભળીને દુઃખધારણ કર્યું હતું. એક વાર સુલતાનામની પરિવ્રાજિકા કાવેરીનગરીમાં આવી. આ સુલસા મંત્ર અને યોગમાં કુશળ હતી, ઉદ્ઘાટિની, અવસ્થાપિની વિદ્યા જાણતી હતી, કૂર સ્વભાવની સુલસા બુદ્ધિશાળી માણસને પણ મૂઢ બનાવતી હતી. (૨-૭૫૭૭) [૧૩-૩] એક દિવસ સુલસા રુક્મિણીકન્યાના મહેલમાં પહોંચી, કન્યાએ સ્વાગત કર્યું. આમ રોજ સુલસા આવવા માંડી અને રુક્મિણીના મુખે રુક્મિણીની હકીકત જાણી સુલસાએ પ્રત્યુપકાર કરવાની ઇચ્છાથી રુક્મિણીની અનુમતિ લઈ કનકરથને રુક્મિણી પાસે લાવવા માટે રથમર્દનનગરમાં પહોંચી ગઈ. ત્યાં જઈને કનકરથ અને ઋષિદત્તાનું સારસ-સારસી જેવું જેડલું જોઈને, જો કે ઋષિદત્તાને મારવા માટે આવી હતી પણ એના પ્રત્યે દયાથી પ્રેરાઈને ઋષિદરા અને કુમાર વચ્ચે અણરાગ થાય અને કુમાર કન્યાનો ત્યાગ કરે એવો ઉપાય તેણીએ શોધી કાઢ્યો અને તે મુજબ રાજમહેલના આંગણામાં સુતેલા માણસને મારવા માંડી અને એના માંસ અને લોહીથી ઋષિદત્તાનું મુખ ખરડવા માંડ્યું, ઓશિકે માંસ મૂકવા માંડ્યું એટલે ઋષિદત્તા રાક્ષસી છે એવો પ્રવાદ નગરમાં વહેતો થયો. કુમારને ઋષિદત્તાનું આવું સ્વરૂપ જોઈ મનમાં શંકા જાગી કે મારી પત્ની પ્રશસ્ત નથી, કદાચ રાક્ષસી હોય એટલે કુમારે બીજે દિવસે એની વર્તણુક તપાસી અને કહ્યું કે, ખરેખર તું રાક્ષસી છે ? પુરષમાંસ છોડી દે, હું તને રોજ માંસ લાવી આપીશ, ત્યારે કુમારની વાત સાંભળી અત્યંત દુઃખી થયેલી ઋષિદરા પોતાના પક્ષે કહે છે કે, હું જંગલમાં તાપસના આશ્રમમાં જન્મી છું. કંદપુલભૂલથી ઉછરી છું, માંસભક્ષણ કરનારી નથી. વનમાં મારી સાથે રહેતા તમે ક્યારેય અમને માંસ ખાતા જોયા છે કે આ નગરમાં પણ પાંચ વર્ષથી હું આવી છું, મને કોઈ દિવસ માંસ ખાતા જોઈ છે? આ તો મારો પાપોદય છે કે, કોઈએ મને આળ ચડાવી છે. ત્રીજે દિવસે પણ સુલસાએ રાજમાન્ય પુરુષને માર્યો અને એ જ પ્રમાણે ઋષિદત્તાનું મોં ખરડીને નીકળી ગઈ. માંસના સ્પર્શથી કુમાર જાગ્યો, બધું જોયું અને ઋષિદત્તાને કહ્યું કે, જો હજુ પણ મારો સ્નેહ ફીટી ગયો નથી તો પણ તું મહેરબાની કરીને આ પાપકર્મથી અટકી જા. આ હિંસાથી તો નરકગતિ મળશે, ઉભયલોકમાં નિંદનીય અનિષ્ટ છે, તેથી સર્વ પ્રાણીને ભય કરનારું તું આ કર્મ છોડી દે. જો રાજા આ જાણશે તો આપણા બંને ઉપર ગુસ્સે થઈને મારી નાંખશે. જો મનુષ્યનું માંસ તું છોડી શકે તેમ નથી તો ખાનગીમાં બીજા માણસોને મારીને હું તને માંસ આપીશ, પણ તું રાજમાન્ય પુરુષોને મારવાનું છોડ. આ સાંભળતાં
datta-t.pm5 2nd proof