________________
१७
જ રડતી, કકળતી, દુઃખિયારી ઋષિદત્તા જણાવે છે કે, હે સ્વામી મારો વિશ્વાસ કરો. હું આવું કર્મ કરતી જ નથી. જો તમને વિશ્વાસ ન બેસે તો મારું મસ્તક છેદી નાંખો. ત્યારે સરળસ્વભાવના કુમારે જણાવ્યું કે તારી વાત સાચી છે, પણ જે પ્રત્યક્ષ દેખાય છે, ત્યાં વિચાર કોણ કરે ? કારણ કે તારા ઓશીકે આ માંસ છે અને લોહીથી ખરડાયેલી છરી પડી છે તથા આ ભવનમાં તારા અને મારા સિવાય ત્રીજો કોઈ માણસ નથી કે જેની ઉપર શંકા કરાય. ત્યારે પોતાના બચાવની યુક્તિ ઋષિદત્તાએ દર્શાવી કે, મને પલંગે બાંધી રાખો અને આખી રાત જાગો અને જુઓ. કુમારે પણ તેવું કર્યું. રાત્રિ એ રીતે પસાર થઈ અને બહાર લોકોએ મરેલો પુરુષ જોયો, કોલાહલ થયો, બીજી રાત્રિએ પણ આ જ રીતે કુમાર જાગ્યો અને પેલી પાપિણી સુલસાએ ફરી માણસ મારી નાંખ્યો અને કુમારની નજરબંધી કરીને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડીને જતી રહી. ત્યારબાદ કુમારે મરેલા પુરુષને જોયો, ઋષિદત્તાને જગાડીને કહ્યું તું નિર્દોષ છે પણ કોઈક પ્રચ્છન્ન સ્ત્રીએ આ પાપકર્મ કર્યું છે એ હું જાણું છું, પણ બીજું કોણ આ હકીકત જાણે. આમ કહી ઋષિદત્તાનું મોં ધોવડાવ્યું અને કુમારે માંસ છુપાવી દીધું. (૨-૭૮/૧૮૫)
[૧૩-૪] રાજપુરુષોની હત્યાથી ગુસ્સે ભરાયેલા હેમરથરાજાએ મંત્રીઓને ધમકાવ્યા. મનુષ્યમાંસનો રસ ચાખી ગયેલા માનવદેહધારી આ રાક્ષસને જલ્દી પકડી લાવો અથવા મારી સેવા તમે છોડી દો. ત્યારે મંત્રીઓએ ઉપાય બતાવ્યો કે, બધા પાખંડીઓને નગરમાંથી હાંકી કાઢો. એ બધા જશે તો નગરમાં શાંતિ થઈ જશે. આ સાંભળી રાજાએ નિગ્રંથ સાધુઓ સિવાય બધાને નગરમાંથી હાંકી કાઢ્યા.
આ બાજુ સુલસા રાજા પાસે આવીને કહે છે કે, તું ધર્મિષ્ઠ છે માટે તારી આગળ ખોટું નહિ બોલું. રાજાને એકાંતમાં તેણે જણાવ્યું કે, આજે સ્વપ્નમાં દેવતાએ મને કહ્યું છે કે તું રાજાને જઈને કહેજે કે આ તમારી પુત્રવધુ વનવાસિની ઋષિદત્તા એ રાક્ષસી છે અને એ જ બધા રાજપુરુષોને રાત્રે મારે છે અને જો સાબિતી જોઈતી હોય તો આજે રાત્રિએ પણ રાજપુરુષને એણે માર્યો છે. કુમારથી એને અલગ રાખીને આજ રાત્રિએ વિશ્વાસુ પુરુષો દ્વારા તપાસ કરાવો, તેથી આ રાક્ષસીનું સ્વરૂપ તમને ખબર પડશે. હવે એ રાત્રિએ રાજાએ કુમારને પોતાની પાસે સુવાનું કહ્યું અને રાજા પણ સુતો. કુમારને થયું કે આજે મારી પત્નીનું ચરિત્ર પ્રગટ થશે. તે રાત્રિએ સુલસાએ પૂર્વની જેમ પુરુષની હત્યા કરીને ઋષિદત્તાનું મુખ લોહીથી ખરડ્યું, ઓશીકે માંસ મૂક્યું, બારણા બંધ કરી પોતાના સ્થાનકે જતી રહી. સવારે રાજાએ તપાસ કરાવી. માણસને મરેલો અને માંસ અને રુધિરથી બીભત્સ ઋષિદત્તાને રાજા જાણી ગયા એટલે રાજાએ કુમારને અત્યંત નિષ્ઠુર ભાષામાં ધિક્કાર્યો કે હે પાપી ! તે આ પાપ કેમ કર્યું ? જાણવા છતાં માનવભક્ષી આ રાક્ષસીને તું છાવરે છે, લોહીથી ખરડાયેલી આ રાક્ષસીને જો ! આ સાંભળી કુમાર પોતાના ભવનમાં ગયો. ઋષિદત્તાને લોહી ખરડાયેલા મુખવાળી જોઈ, તે રડતી હતી, કુમાર પણ રડવા લાગ્યો કે હવે હું શું કરું. પહેલા
datta-t.pm5 2nd proof