________________
१५
[દ્વિતીયપર્વ ] [૧૦] સ્નેહરાગ :
ઋષિદત્તાને જોવાની કુમારની ઇચ્છા જાણીને હરિષણમુનિએ ઋષિદત્તાને શણગાર સજાવી કુમારની સમક્ષ રજૂ કરી ત્યારે કુમાર અને ઋષિદત્તા પરસ્પર એકબીજાને જોઈને સ્નેહરાગથી રંગાયા. (૨-૧/૧૪). [૧૧] ઋષિદત્તાનું પાણિગ્રહણ:
બંનેના નેત્રસંકેત દ્વારા ભાવો જાણીને ઋષિએ કુમારને કહ્યું. મેં આ કન્યા તમને આપી. તે અતિશય ભોળી છે, ક્યારેય દુઃખ જોયું નથી, સુખપૂર્વક લાલન પામી છે, માટે હે રાજન્ ! તમે ક્યારેય આનું મન દુભવશો નહિ. કુમારે પણ ઋષિના ચરણમાં નમસ્કાર કરીને જણાવ્યું કે હે ભગવંત ! તમે આની ચિંતા ન કરશો, હવે એ મારી ચિંતા છે એટલે ઋષિએ જલભરેલા શંખથી જલધારાપૂર્વક કન્યાદાન કર્યું, શંખનાદની સાથે કુમારે પરિણયન કર્યું. ત્યારબાદ ત્યાં કેટલાક દિવસો કુમાર રહે છે. (૨-૧૫૩૦). [૧૨] હરિફેણ મુનિનો અગ્નિપ્રવેશ:
આ બાજુ હરિફેણમુનિ અગ્નિપ્રવેશ કરવા ઇચ્છે છે ત્યારે ઋષિદતા રડવા માંડે છે. કુમાર પણ શોકાતુર બને છે. ત્યારે મહર્ષિએ બન્નેને સમજાવ્યા, આશ્વાસન આપ્યું અને ઋષિદત્તાને હરિવર્ષક્ષેત્રમાં થયેલા કલ્પવૃક્ષના શ્રેષ્ઠ ફળ આપ્યા, એ ફળ જ્યાં વવાય ત્યાં છ મહિનામાં મહાકાયવૃક્ષો ઊગે છે.
વળી હરિફેણમુનિએ દીકરીને શિખામણ આપી કે “તું ધર્મશીલ અને સંયમશીલ બનજે, ક્ષમાં રાખી સર્વને સ્નેહપાત્ર બનજે'. ત્યારબાદ મુનિ અગ્નિપ્રવેશ કરે છે અને પંચત્વ પામે છે, કનકરથકુમાર તેમનું ઉત્તરકાર્ય કરે છે અને તે જગ્યાએ નાની દેવકુલિકા બનાવે છે. (૨-૩૨/૪૬). [૧૩] કનકરથનું નિજનગરમાં ગમન :
કનકરથકુમાર રુક્મિણી રાજકુમારીને ત્યજીને વનમાંથી ઋષિદત્તાનું પાણિગ્રહણ કરીને પોતાના નગર તરફ નીકળ્યો. ઋષિદત્તા પોતાનું પીયર આશ્રમને છોડતાં ઘણી દુ:ખી થાય છે. પતિની સાથે શિબિકામાં બેસીને આશ્રમનું રક્ષણ થાય એટલા માટે આશ્રમના સીમાડે પિતાએ આપેલા બીજ નાંખે છે. કુમાર અને ઋષિદત્તા ક્રમશઃ રથમર્દન પહોંચે છે. ઉત્સવપૂર્વક તેમનો નગરપ્રવેશ થાય છે. ઋષિદત્તા સાસુ-સસરાને પગે લાગે છે. તેઓ આશીર્વાદ આપે છે અને શ્વસુર હેમરથરાજાએ ઋષિદત્તાને સુંદર પ્રસાદ આપ્યો, જેમાં કુમારની સાથે ઋષિદત્તા વસે છે. (૨-૪૭/૫૨)
datta-t.pm5 2nd proof