________________
१४ આ ગ્રંથના પ્રથમ વિભાગના પ્રારંભમાં જ આપેલા માર્ગાનુસારિતાના “ન્યાયસંપન્ન વિભવ'થી માંડીને પ્રકતિસૌમ્યતા પર્વતના સઘળા (પાંત્રીશેય) નિયમોનું પાલન, એ સ્યાદ્વાદ સિદ્ધાન્તને પામવાની અને પચાવવાની પૂર્વભૂમિકા છે. માર્ગાનુસારીના ગુણોથી આરંભીને છેલ્લે નિરપેક્ષ યતિધર્મના પાલન સુધીના સર્વ સદાચારો સંબંધી સર્વશ્રેષ્ઠ નિયમોને આ ગ્રંથમાં એવી રીતે વર્ણવી બતાવ્યા છે કે – તેને વાંચનાર-ભણનાર કેવળ ધર્મશાસ્ત્રમાં નિપુણ થાય એટલું જ નહિ પણ સ્યાદ્વાદન્યાય અને તેના આચરણમાં પણ નિપુણ બને.
પ્રત્યેક વિચાર કે ઉચ્ચાર કોઈ એક અપેક્ષાને આગળ કરીને જ થયેલ હોય છે. તે પૂર્ણ સત્ય ત્યારે જ બને, કે જ્યારે અન્ય અપેક્ષાઓ તેમાં આવીને ભળે અને વસ્તુ કે વિષયના સમગ્ર રૂપને સ્વીકારવા તત્પર થાય. એ રીતે પ્રત્યેક પ્રવૃત્તિ પણ મોક્ષગામી ત્યારે બને, કે જ્યારે તેની પાછળ પૂર્ણતાની પ્રાપ્તિનો હેતુ હોય. અર્થાત્ પૂર્ણતાના સાધનરૂપ માનીને તેને અપનાવવામાં આવે. પ્રવૃત્તિ પોતે કદી પૂર્ણરૂપ હોઈ શકતી નથી, કિન્તુ પૂર્ણતા તરફ લઈ જનારી અપૂર્ણ પ્રવૃત્તિઓ પણ પૂર્ણતાનો હેતુ હોવાથી પૂર્ણ મનાય છે. સ્યાદ્વાદીના અંતઃકરણમાં આ જાતનો વિચાર સદા જાગ્રત હોય છે.
વૃત્તિ અને પ્રવૃત્તિને અહિંસક બનાવનાર તથા સત્યનો ઘાત કે વિરોધ નહિ કરાવનાર એકનું એક સાધન જીવનમાં સાદ્વાદને પરિણાવવો તે છે. કોઈ કહે છે કે – જીવ અનાદિથી જ્ઞાનના અભાવે સંસારમાં ભટકે છે, કોઈ કહે છે કે – ક્રિયાના અભાવે ભટકે છે, ત્યારે સ્યાદ્વાદી કહે છે કે – જીવનમાં સ્યાદ્વાદપરિણતિના અભાવે જીવ સંસારમાં ભટકે છે. મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ અને અસત્યનું અમમત્વ છે એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવમાં સ્યાદ્વાદરુચિ જાગે છે, પછી તેને સ્યાદ્વાદી પુરુષોનાં વચનો અને નિરૂપણો અમૃત સમાન મીઠાં લાગે છે.
ધર્મસંગ્રહ નામનો આ ગ્રંથ અપેક્ષાએ સ્યાદ્વાદનો દરીઓ છે. સ્યાદ્વાદી એવા મહોપાધ્યાય શ્રીમાનવિજયજી એના કર્તા છે અને મહાસ્યાદ્ધવાદી એવા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી એના સંશોધનકર્તા તથા ટિપ્પણકાર છે. એ કારણે એમાં ધર્મનાં પ્રત્યેક અંગનો સંગ્રહ થવા ઉપરાન્ત પ્રત્યેક અંગના ઔચિત્ય-અનૌચિત્યનો પૂર્ણતયા વિવેક કરવામાં આવ્યો છે. કઈ ભૂમિકાવાળા જીવ માટે કયો અને કેટલો ધર્મ કેવી રીતે મોક્ષનો હેતુ બને છે તથા પોતપોતાના સ્થાને ધર્મના પ્રત્યેક અંગ કેટલું મહત્ત્વ ધરાવે છે, તેનું સુસ્પષ્ટ વિવેચન આ ગ્રંથમાં મળી રહે છે.
એકાન્ત રુચિ જીવને આ ગ્રંથમાં વર્ણવેલી વિસ્તૃત વિગતો કદાચ રુચિકર ન નિવડે, એ બનવા યોગ્ય છે. કિન્તુ અનેકાન્ત રચિ જીવને તો આ ગ્રંથમાં વર્ણવેલો એક એક વિષય
D2-t.pm5 3rd proof