________________
१५ અત્યન્ત ઉપયોગી, પુનઃ પુનઃ વાંચવાલાયક, વિચારવાલાયક અને જીવનમાં ઉતારવાલાયક છે, એની ખાત્રી થાય છે.
ગ્રન્થકારે ગ્રન્થમાં નવું કાંઈ જ કહ્યું નથી. પૂર્વમહર્ષિઓએ જે વાતો કહી છે તેની તે જ વાતો કહી છે. તો પણ સંકલના એવી સુંદર રીતે કરી આપી છે કે આ એક જ ગ્રંથને ભણવાથી કે વાંચવાથી ચારેય અનુયોગનો સાર સમજાઈ જાય છે. ધર્મનાં ચારેય અંગો દાન-શીલ-તપ-ભાવ અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ સંબંધી આવશ્યક સઘળીય માહિતી
આ ગ્રંથમાં મળી રહે છે. વધારે મહત્ત્વની વાત તો એ છે કે–આગમશૈલીની અને યોગશૈલીનું મિલાન કેવી રીતે થાય છે, તેને સમજવા માટે આ ગ્રંથ એક અનન્ય ભોમિયાની ગરજ સારે છે. યોગ સંબંધી પૂજ્યપાદ સુવિહિતશિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના ગ્રંથો અને આગમ સંબંધી પૂર્વાચાર્ય મહર્ષિઓના ગ્રંથોનું દોહન કરીને ગ્રંથકારમહર્ષિએ આપણને ઉભયની ઉપયોગિતા અને એકતાનું સચોટ માર્ગદર્શન કરાવ્યું છે.
આ ગ્રંથનું સર્જન જૈન સંઘને માટે આજ સુધી અપૂર્વ આશીર્વાદરૂપ નીવડ્યું છે, ભવિષ્યમાં પણ આધારરૂપ નીવડશે. પ્રથમ શ્રાવણ વદ ૮, વિ.સં. ૨૦૧૪
પૂ.આ.ભ.શ્રીવિજયરામચંદ્રસૂરિશિષ્ય જૈન ઉપાશ્રય
પં. ભદ્રંકરવિજય ગણી નવાડીસા
D2-t.pm5 3rd proof