________________
એટલે જેમાં આત્મા સિવાય બીજા કોઈપણ સાધનની જરૂર ન રહે. અધિગમ એટલે આત્મા ઉપરાન્ત ગુરુઉપદેશાદિ બીજાં સાધનોની આવશ્યકતા રહે. એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વજન્મોના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે અને કોઈ જીવને ઉપદેશાદિ મળ્યા પછી જ થઈ શકે છે, માટે એ બંને પ્રકારોને માનવા એ શ્રદ્ધાનાં સાધનોની શુદ્ધિ છે.
જેમ શ્રદ્ધાની, તેમ જ્ઞાનની શુદ્ધિ માટે શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનોની, ક્રિયાની શુદ્ધિ માટે ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં સાધનોની તથા ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ પણ તેટલી જ જરૂરની છે.
શ્રી જૈનશાસનમાં શેય તરીકે અનંત વિશ્વ, તેમાં રહેલા સચેતન જીવો, અચેતન પુદ્ગલો, પરમાણુ, પ્રદેશો, સ્કંધો, ઉપરાન્ત જીવ અને પુગલોની ગતિ અને સ્થિતિ તથા તેનાં સહાયક દ્રવ્યો, એ બધાને અવકાશ આપનાર આકાશ, પરિવર્તન કરનાર કાળ વગેરે પ્રત્યેક પદાર્થ તેના યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલ છે.
જ્ઞાતા આત્મા પણ કથંચિત નિયાનિત્ય, શુદ્ધાશુદ્ધ અને શરીરાદિથી ભિન્નભિન્ન બતાવેલો છે તથા જ્ઞાનનાં બહિરંગ સાધનો ઉપદેશાદિ અને અંતરંગ સાધનો ક્ષયોપશમાદિ યથાસ્થિત વર્ણવેલાં છે. જ્ઞાનનાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ, એ પાંચ મૂળભેદો, એકાવન પેટાભેદો અને અવાન્તર સૂક્ષ્મ અસંખ્યભેદો સંગત રીતિએ નિરૂપણ કરેલા છે.
ક્રિયાની શુદ્ધિ માટે સંયમના સત્તર અને ક્રિયાના સીત્તેર વગેરે ભેદો, પ્રભેદો અને તેના પરિણામે પ્રાપ્ત થતાં અસંખ્ય સંયમસ્થાનો બતાવેલાં છે. ક્રિયાવાન આત્માની લેશ્યા, તેની શુદ્ધિ-અશુદ્ધિ, પ્રકર્ષ-અપકર્ષથી પ્રાપ્ત થતાં ગુણસ્થાનકો અને તેના અવાન્તર સંખ્ય-અસંખ્ય ભેદો-પ્રભેદો પ્રરૂપેલાં છે. ક્રિયાનાં બાહ્ય સાધનો ગુરુકુલવાસાદિનું અને અત્યંતર સાધનો વર્યાન્તરાયના ક્ષયોપશમાદિનું પણ શુદ્ધ વર્ણન કરેલું છે.
ધ્યાનની શુદ્ધિ માટે ધ્યેય તરીકે મુક્તિ, મુક્તિસ્થાન અને મુક્તજીવોનું સુખ, ધ્યાતા તરીકે કથંચિત્ નિત્યાનિત્યતાદિ સ્વરૂપવાળો આત્મા અને ધ્યાનનાં સાધનો તરીકે બાહ્ય અભ્યતરાદિ તપના અનેક પ્રકારોનું સુવિસ્તૃત, સુસંગત અને સૂક્ષ્માતિસૂક્ષ્મ વિવેચન કરેલું છે. આપણે જોયું કે - અહિંસાધર્મના શ્રેષ્ઠ પાલન વિના મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. કેવળ શરીરથી જ નહિ, કિન્તુ વચન અને મનથી પણ પૂર્ણ અહિંસાનું પાલન થવું જોઈએ. શ્રી જૈનશાસનમાં અહિંસાના પરિપૂર્ણ કાયિક પાલન માટે વિવિધ પ્રકારના જેમ ઉત્તમ આચારો બતાવ્યા છે, તેમ વાચિક અને માનસિક અહિંસાના શિખરે પહોંચવા માટે સ્યાદ્વાદ સિદ્ધાન્તનું નિરૂપણ કરેલું છે. સ્યાદ્વાદ એક એવા પ્રકારની ન્યાયબુદ્ધિ છે, કે જેમાં સત્યના કોઈપણ અંશનો અસ્વીકાર કે અસત્યના કોઈપણ અંશનો સ્વીકાર સંભવી શકતો નથી.
D2-t.pm5 3rd proof