________________
२७२
गुरुदत्तविशेषविषयकानि ज्ञातानि ।
भवति । एवं शिष्याणां योग्यायोग्यस्वरूपं ज्ञात्वा संयोगादिकञ्च विचार्य गुरुः शिष्येभ्यो विशेषसन्मानादि ददाति । तत्र गुरोर्मनसि न कोऽपि पक्षपातो वर्तते । तस्य चित्तं रागद्वेषकलुषितं न भवति । स लाभालाभौ दृष्ट्वैवं करोति । स तटस्थबुद्ध्या विचार्यैव कार्यं करोति ।
अत्रोदाहरणान्येवंविधानि भवन्ति १) आर्यसंभूतिविजयसूरिणा स्थूलभद्राय कोशावेश्यागृहे चातुर्मासकरणानुज्ञा दत्ता, सिंहगुहावासिमुनिस्तु तद्विषये निषिद्धः । २) गुरुणा वैयावृत्त्यकारिणौ बाहुसुबाहुमुनी श्लाघितौ, स्वाध्यायकारिणौ पीठमहापीठनामानौ मुनी तु न श्लाघितौ । ३) श्रेणिकपृष्टः श्रीवीरः स्वीयचतुर्दशसहस्रसाधुषु धन्यानगारस्यैव वर्धमानपरिणामवत्तामकथयत्, न तु गौतमस्वाम्याद्यन्यमुनीनाम् । ४) श्रावस्तीं व्रजतोऽम्बस्य मुखेन प्रभुः सुलसामेव धर्मलाभमकथयत्, न त्वन्यस्य कस्यचित् । ५) आर्यसिंहगिरिसूरिभिर्लघुरपि वज्रमुनिर्वाचनाचार्यत्वे नियुक्तः, न तु बृहत्पर्याया अन्ये मुनयः । ६) आर्यरक्षितसूरिभिः स्वीयो गणो दुर्बलिकापुष्यमित्राय दत्तः, न तु स्वमातुलाय गोष्ठामहिलाय । एवमादीन्यन्यान्यप्युदाहरणानि समयसमुद्रमवगाह्य ज्ञेयानि ।
-
છે. આમ શિષ્યોનું યોગ્ય-અયોગ્ય સ્વરૂપ જાણીને અને સંયોગાદિ વિચારીને ગુરુ શિષ્યોને ઓછુ-વધુ સન્માનાદિ આપે. તેમાં ગુરુના મનમાં કોઈ પક્ષપાત નથી હોતો. તેમનું મન રાગ-દ્વેષથી કલુષિત નથી થતું. તેઓ લાભાલાભ જોઈને આમ કરે છે. તેઓ તટસ્થબુદ્ધિથી વિચારીને જ કાર્ય કરે છે.
અહીં ઉદાહરણો આવા પ્રકારના છે - ૧) આર્યસંભૂતિવિજયસૂરિએ સ્થૂલિભદ્રજીને કોશાવેશ્યાને ત્યાં ચોમાસુ કરવાની રજા આપી, સિંહગુફાવાસીમુનિને ના પાડી. ૨) ગુરુએ વૈયાવચ્ચ કરનારા બાહુમુનિ અને સુબાહુમુનિની પ્રશંસા કરી, અને સ્વાધ્યાય કરનારા પીઠ-મહાપીઠ મુનિઓની પ્રશંસા ન કરી. ૩) શ્રેણિકે પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુવીરે ૧૪,૦૦૦ સાધુઓમાં ધન્ના અણગારને ચઢતે પરિણામે કહ્યા, ગૌતમ સ્વામી વગેરેને નહીં. ૪) શ્રાવસ્તી જતા અંબડ પરિવ્રાજકના મુખે પ્રભુએ સુલસાને જ ધર્મલાભ કહેવડાવ્યા, બીજાને કોઈને ય નહીં. ૫) આર્યસિંહગિરિસૂરિજીએ નાના પર્યાયવાળા વજ્રમુનિને વાચનાચાર્ય બનાવ્યા, મોટા પર્યાયવાળા અન્ય મુનિઓને નહીં. ૬) આર્યરક્ષિતસૂરિજીએ પોતાનો ગણ દુર્બલિકાપુષ્યમિત્રને આપ્યો, પોતાના મામા ગોઠામાહિલને નહીં. આવા બીજા પણ ઉદાહરણો શાસ્ત્રોના દરિયામાં ડૂબકી મારી શોધી કાઢવા.