________________
सम्प्रतिनृपज्ञातम्।
१७३ ते ॥४३॥ साधूनामात्तभिक्षाणां वसतिं प्रति गच्छताम् । अनुगः सोऽब्रवीद्रको दीयतां मम भोजनम् ॥४४॥ ते साधवोऽभिदधिरे जानन्ति गुरवः खलु । वयं गुरुपराधीना न किञ्चिद्दातुमीश्महे ॥४५॥ ततः स रङकः साधूनामन्वेव वसतिं ययौ । दीनात्मा तत्र दृष्ट्वास्मानयाचत च भोजनम् ॥४६॥ साधवः कथयन्ति स्म भगवन्नमुना पथि । याचिता वयमप्युच्चैर्भोजनं दीनमूर्त्तिना ॥४७॥ विदितं चैवमस्माभिरुप-योगपरायणैः । भावी प्रवचनाधारो यद्रकोऽयं भवान्तरे ॥४८॥ ततः स द्रमकोऽस्माभिः प्रियपूर्वमभाष्यत । यद्यादत्से परिव्रज्यां लभसे भोजनं तदा ॥४९॥ रङ्कोऽचिन्तयदग्रेऽपि सर्वकष्टमयो ह्यहम् । तद्वरं व्रतजं कष्टमिष्टभोजनलाभकृत् ॥५०॥ प्रतिपन्नं परिव्रज्यां ततो रङ्कं तदैव तम् । प्रव्राज्याबूभुजामेष्टं मोदकादि यथारुचि ॥५१॥ सस्वादं स्वादुमाहारं तथा ह्याकण्ठमात्तवान् । पन्थाः श्वासानिलस्यापि यथा दुःसञ्चरोऽभवत् ॥५२॥ तद्दिनस्यैव यामिन्यां तेनाऽऽहारेण भूयसा । रुद्धश्वासो विपन्नः स श्वासजीवा हि देहिनः ॥५३॥ स्थितो मध्यस्थभावेन रङ्कसाधुर्विपद्य सः । कुणालस्यावन्तिपतेः सूनुस्त्वमुदपद्यथाः ॥५४॥ पुनर्विज्ञपयामास सुहस्तिनमिलापतिः । भगवंस्त्वत्प्रसादेन प्राप्तोऽहं पदवीमिमाम् ॥५५॥ त्वया प्रव्राजितो न स्यां तदाहं भगवन्यदि । अस्पृष्टजिनधर्मस्य का गतिः स्यात्ततो मम ॥५६॥ तदादिशत मे
યુક્ત સુંદર ઘણી ભિક્ષા મળી. સાધુઓ ઉપાશ્રય તરફ પાછા વળ્યા. તે ભિખારી તેમની પાછળ ચાલ્યો અને બોલ્યો, “મને ભોજન આપો.” તે સાધુઓ બોલ્યા, “અમે ગુરુને પરાધીન છીએ. ગુરુ જાણે. અમે કંઈ આપી ન શકીએ.' પછી તે ભિખારી સાધુઓની પાછળ જ ઉપાશ્રયમાં પેઠો. ત્યાં અમને જોઈને તેણે ભોજન માંગ્યું. સાધુઓ બોલ્યા, “આણે રસ્તામાં અમારી પાસે ભોજન માંગ્યું. અમે ઉપયોગ મૂકીને જોયું કે આ ભવિષ્યમાં શાસનનો આધાર થશે. તેથી અમે તેને પ્રેમથી કહ્યું, “જો દીક્ષા લઈશ તો ભોજન મળશે. ભિખારીએ વિચાર્યું, ‘આમ પણ મારે બધુ કષ્ટરૂપ છે. તો દીક્ષાનું કષ્ટ સારું, એમાં ઇષ્ટ ભોજન તો મળશે.” તેથી તેણે ત્યારે જ દીક્ષા લીધી. અમે દીક્ષા આપીને એને ઇષ્ટ મોદકાદિ જમાડ્યા. રસપૂર્વક સ્વાદિષ્ટ આહાર વાપરતા તેણે આકંઠ ખાધું. તેથી શ્વાસનળી સંધાઈ ગઈ. તે જ રાત્રીએ ઘણા આહારથી શ્વાસ રૂંધાવાથી તે મરી ગયો, કેમકે જીવો શ્વાસથી જ જીવે છે. તે મધ્યસ્થભાવમાં રહ્યો. ત્યાંથી મરીને અવન્તિના રાજા કુણાલનો તું દિકરો થયો.” રાજાએ સૂરિજીને ફરી વિનંતી કરી, “સ્વામી ! તમારી કૃપાથી મને આ પદવી મળી છે. તમે જો મને દીક્ષા ન આપી હોત તો જિનધર્મ વિના મારી શી ગતિ