________________
गुर्वाज्ञाराधनमेकान्ततो हितकारीति दृष्टान्तेन समर्थनम् ।
४९ __श्रीसिद्धर्षिगणिकृततट्टीकायामस्य श्लोकस्य विवरणमित्थं दृश्यते - “जो गिण्हइ' गाहा, यो गृह्णाति गुरुवचनं भण्यमानं, गुरुणोच्यमानं भावतोऽन्तःकरणेन, अत एव विशुद्धमना निष्कलङ्कचित्तः, औषधमिव पीयमानं तद्गुरुवचो गृह्यमाणं तस्य ग्रहीतुः सुखावहं भवति, कर्मरोगोच्छेदकत्वादिति ॥१६॥' ____एको मूकः शिष्यो गुरुणा प्रोक्तः - वत्स ! पुरोवर्तिनः सर्पस्यायामं निजाङ्गलीभिमिमीष्व । शिष्यः 'तहत्ति' इत्युच्चार्य सर्पस्य समीपे गतः । 'सायामज्ञानेन गुरोः किं प्रयोजनम् ?' इति तेन न चिन्तितम्, किन्तु 'आज्ञानिर्देशप्रयोजनं तु गुरुरेव जानाति, स मम परमहितकार्यस्ति, अतो मया केवलं तदाज्ञासम्पादने यतितव्यम्,' इत्येव तेन विमृष्टम् । ततः सर्पयामज्ञानार्थं तेन स्वीयो हस्तः प्रसारितः । तदा सर्पण क्रुद्धेन भयङ्करः फुत्कारः कृतः । तेन शिष्योऽतीव भीतः । तस्य मुखात्तीक्ष्णाऽऽराटिनिःसृता । ततश्च तस्य जीह्वा सज्जीभूता । ततो जातिमूकत्वं तस्य नष्टं शब्दोच्चारसमर्थश्च सो जातः । एवं गुर्वाज्ञाराधनं तस्यैकान्ततो हितकारि सञ्जातम । यदि सो मनस्यचिन्तयिष्यत - 'सर्पसमीपगमने त मम प्राणापहारः स्यात् । गुरुर्ममोपरि द्विष्टो भवति । अतस्तदाज्ञाराधनेन मम न किमपि प्रयोजनम् ।' इति, तर्हि स भाषणसमर्थो नाभविष्यत् । अन्यस्मै शिष्याय गुरुणाऽऽज्ञा
શ્રીસિદ્ધર્ષિગણિકૃતટીકામાં આ શ્લોકનું વિવરણ આ રીતે દેખાય છે – “જે શિષ્ય ગુરુ વડે બોલાતા વચનને અંતઃકરણપૂર્વક અને કલંકરહિતમનવાળો થઈને ગ્રહણ કરે છે, તેને તે ગ્રહણ કરાતું ગુરુવચન પીવાતા ઔષધની જેમ સુખ લાવનારું બને છે, કેમકે તેનાથી કર્મરોગનો ઉચ્છેદ થાય છે.”
એક મૂંગા શિષ્યને ગુરુએ કહ્યું - વત્સ ! સામે રહેલા સર્પની લંબાઈ તારી આંગળીઓથી માપી આવ. શિષ્ય તહત્તિ કહીને સાપની પાસે ગયો. એણે એમ ન વિચાર્યું કે “સાપની લંબાઈ જાણવાની ગુરુને શું જરૂર છે ?', પરન્તુ તેણે એટલું જ વિચાર્યું કે “આજ્ઞા કરવાનું કારણ તો ગુરુદેવ જાણે. તે મારા પરમહિતકારી છે. માટે મારે માત્ર તેમની આજ્ઞાનું પાલન કરવાનો જ યત્ન કરવો જોઈએ.’ આમ વિચારીને એણે સાપની લંબાઈ જાણવા હાથ લાંબો કર્યો. ત્યારે ગુસ્સે થયેલા સાપે ભયંકર ફુફાડો માર્યો. તેથી શિષ્ય ખૂબ જ ડરી ગયો. તેના મોઢામાંથી તીણી ચીસ નીકળી ગઈ. તેથી તેની જીભ બરાબર થઈ ગઈ. તેથી તેનું જે જન્મથી મૂંગાપણું હતું તે દૂર થયું અને તે બોલવા લાગ્યો. આમ ગુર્વાજ્ઞાની આરાધના તેના માટે એકાન્ત હિતકારી થઈ. જો તેણે વિચાર કર્યો હોત કે “સાપ પાસે જવાથી તો મારું મૃત્યુ જ થઈ જશે. ગુરુદેવ મારા ઉપર વૈષવાળા છે. એથી મારે તેમની આજ્ઞાનું પાલન કરવાની કંઈ જરૂર નથી.તો તે બોલતો