________________
५०
गुरोर्विषमाऽऽज्ञाऽपि पानीयैव । प्रदत्ता सर्पस्य दन्तान्गणय । तस्यापि सर्वो व्यतिकर उपर्युक्तदृष्टान्तवद्भावनीयः । अयमेव भावः प्रकटित उपदेशमालायां श्रीधर्मदासगणिभिः
'मिण गोणस अंगुलीहिं, गणेहि वा दंतचक्कलाई से ।
इच्छं ति भाणिऊणं, कज्जं तु त एव जाणंति ॥९४॥ अस्य वृत्तस्य टीकायामपि श्रीसिद्धर्षिगणिभिः कथितम् "मिण' गाहा, मिमीष्व, इयत्तापरिच्छेदार्थं, गोनसम् अहिविशेषम् अङ्गुलीभिरिति यदि गुरवो ब्रूयुः । तथा गणय परिसङ्ख्याहि दन्तचक्कलानि दशनमण्डलानि से अस्य गोनसस्येति वा ब्रूयुः । वा शब्दो विकल्पार्थः, तत्र शिष्येण इच्छामीति भणित्वा वचनेन प्रतिपद्येत्यर्थः, अनुष्ठानेनापि कार्यं कर्त्तव्यम् । तदेव, नान्यत् । मिथ्याविनीतत्वप्राप्तेः, तुशब्दस्य विशेषणार्थत्वात्कालविलम्बेनादेशे प्रतिपृच्छ्य कर्तव्यं किमिति ? अत आह जानन्ति युक्तायुक्तं यतो गुरव इति गम्यते, पाठान्तरं वा 'इच्छं ति भणियव्वं । कज्जं तु त एव जाणंति ॥' अयमर्थः इच्छामीति भणितव्यं शिष्येण, न अयुक्तमेतदिति गुरुवचनप्रतिघातः कर्त्तव्यः । किमिति ? यतः कार्यं यत्तथाविधभने प्रयोजनं तु त एव गुरवो जानन्ति, विशिष्टतरज्ञानत्वात् । तुशब्दादिहापि पक्षे कर्त्तव्यमपि
-
ન થયો હોત. બીજા શિષ્યને ગુરુએ આજ્ઞા આપી - ‘સાપના દાંત ગણી આવ.' તેની પણ બધી વાત ઉપરના દષ્ટાન્તની જેમ સમજવી. આ જ વાત ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કરી છે “ગુરુ શિષ્યને કહે - ‘સાપને આંગળીઓથી માપ અથવા તેના દાંત ગણ.’ ત્યારે શિષ્ય ‘હું ઇચ્છું છું' એમ કહીને તે કાર્ય કરે, ‘આ બરાબર છે કે નહીં’ તે તો ગુરુ જ જાણે.” શ્રીસિદ્ધર્ષિગણિકૃત ટીકામાં આ પ્રમાણે કહ્યું છે - ‘“જો ગુરુ કહે ‘આંગળીઓથી સાપને માપી આવ અથવા એના દાંત ગણી આવ’ તો શિષ્ય ‘હું ઇચ્છું છું' એમ કહીને કાર્ય કરવું. તે જ કાર્ય કરવું, બીજું નહીં. કેમકે સ્વીકારીને પછી જો કરે નહીં તો ફોગટ વિનીત દેખાવાનું થાય. થોડીવાર પછી આદેશનું પાલન કરે તો ફરી પુછીને કરે. કેમ ? કેમકે યોગ્યાયોગ્યને ગુરુ જાણે છે. અથવા અન્ય પાઠ મુજબ આ રીતે અર્થ થાય. શિષ્યે ‘હું ઇચ્છું છું' એમ કહેવું, પણ ‘આ બરાબર નથી' એમ કહી સામો જવાબ ન આપવો. કેમ ? કેમકે કહેવાનું પ્રયોજન તો ગુરુ જ જાણે છે, કેમકે તેઓ વિશિષ્ટજ્ઞાનવાળા છે. આ અર્થમાં પણ કાર્ય તો તે જ કરવું, બીજું
-
१. मिमीष्व गोनस अङ्गुलिभिः, गणय वा दन्तचक्क लानि तस्य । इच्छामीति भणित्वा, कार्यं तु ते एव जानन्ति ॥ ९४ ॥