________________
[ 2 ]. આ ગ્રન્થની રચના મુખ્યત્વે કલિકાલ સર્વજ્ઞ, પ્રાત: સ્મરણય, પરોપકારી, વૈયાકરણ શિરોમણિ શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રણીત સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણ અને હૈમ-ધાતુ પારાયણને આધારે કરવામાં આવી છે. જેથી શ્રી હેમચન્દ્રાચાર્યે સિદ્ધહેમ-વ્યાકરણના ધાતુ પાઠમાં કેટલાક ધાતુઓ સાથે ભિન્ન-ભિન્ન પ્રયોજન માટે નિશાની તરીકે મૂકેલા અક્ષરે, જેને અનુબન્ધ કહેવામાં આવે છે, તે આ ગ્રન્થમાં શ્રી સિદ્ધહેમ-વ્યાકરણના ધાતુપાઠના લીધા છે. એ અનુબ ધાતુના અર્થ પૂર્ણ થયા બાદ [ ] આવા કાટખૂણ-કોંસમાં મૂક્યા છે.
આ ગ્રન્થ તૈયાર કરવામાં તથા તેને છપાવવામાં પૂરતી કાળજી રાખવા છતાં મતિ ભ્રમથી, દષ્ટિદેષથી કે મુદ્રણદોષથી જે કાંઈ ખલન યે અશુદ્ધિ રહી ગઈ હોય; તે તે સુધારી લેવા અને અમને જણાવવા સહૃદય વિદ્વાન મહાશયોને વિનીતભાવે નમ્ર પ્રાર્થના છે.
પાલીતાણું [સૌરાષ્ટ્ર છે
તા. ૩-૬-૧૯૬૨ ઈ
નિવેદક– સલોત અમૃતલાલ અમરચંદ