________________
પ્રસ્તાવના,
**
*
સંત-ધાતુકોશ, ગુજરાતી અર્થ સહિત હાલમાં ન મળતે હેવાથી તેની જરૂરિયાત જણાતાં અમેએ સુધારા-વધારા સાથે આ ગ્રન્થ તૈયાર કરી પ્રકાશિત કર્યો છે.
પાઠધાતુ, સૌત્ર, લૌકિક અને આગમિક; એમ ચારે પ્રકારના ધાતુઓ મળી આશરે ૨૨૦૦ ધાતુઓ પ્રસિદ્ધ છે. પરંતુ વિવિધ ગ્રન્થનું અવલોકન કરતાં ભિન્ન-ભિન્ન માનનીય વૈયાકરણે અને પ્રખર મહાકવિઓએ પ્રજેલા એ ઉપરાંત પણ કેટલાક ધાતુઓ દષ્ટિગોચર થયા. જેથી એ વધારાના ધાતુએને પણ આ ગ્રન્થમાં સમાવેશ કરતાં પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ આશરે ત્રણ હજાર ઉપરાંત ધાતુઓને વિશાળ સંગ્રહ આ ગ્રન્થમાં થયે છે.
જે ધાતુના જેટલા અર્થ થતા હેય એ દરેક અર્થ આંક સાથે દર્શાવ્યા છે. વળી કઈ કઈ ધાતુના પ્રસિદ્ધાર્થ ઉપરાંત બીજા પણ અર્થ ભિન્ન-ભિન્ન ગ્રન્થમાં દષ્ટિગોચર થતાં એ દરેક અર્થની સંકલન કરી તેમને પણ સમાવેશ કર્યો છે. ઉપસર્ગ લાગતાં જે ધાતુના મૂળ અર્થ ફરી જતા હોય એ પણ તે તે ઉપસર્ગ સાથે દર્શાવેલ છે.