________________
: ૯ : કઈ રીતે જીવે છે? એ મારી સમજમાં આવતું નથી. પૂજયશ્રીની તબિયત અગાઉ પણ બગડી હતી, ત્યારે મને લાગ્યું હતું કે, આ મહાપુરુષ બે-ચાર કલાકમાં જ દેહ છોડી દેશે; પરંતુ એ વાતને આજે લગભગ વર્ષ વીતી ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે. ગુરુદેવનું તપેબલ અલૌકિક છે, તેઓશ્રીનાં તપોબલ આગળ મારી વિદ્યા કામ આવે તેમ નથી.” ર્ડોકટર ગયા પછી તો પૂજ્યશ્રીને થોડા દિવસમાં આરામ થઈ ગયો. ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્ય શ્રી આચાર્યદેવને શાસનદેવના સંકેતાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવાની પ્રબળ ભાવના થઈ. તેઓશ્રીએ શિષ્ય-પરિવારને કહ્યું કે-“ચાલે શંખેશ્વર, મારે એ મહાતીર્થમાં પંદર દિવસની આરાધના કરવી છે.” ત્યાર બાદ પૂજ્ય ગુરુદેવે પોતાના શિષ્ય-પરિવાર સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો.
બસ! શંખેશ્વર ગયા બાદ પૂજ્ય શ્રી આચાર્ય દેવે પિતાની શુભ ભાવના મુજબ પંદર દિવસની આરાધના પૂરી કરી. અને જાણે આ જિન્દગીની આરાધના પણ પૂરી થઈ હોય! તેમ ૧૬ મા દિવસે સવારમાં પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજ સાહેબ, તથા પંન્યાસજી શ્રી સુબેધવિજયજી મહારાજ સાહેબ આદિ સાથે પ્રતિક્રમણ ખૂબ જ ભાવ સાથે કર્યું. પછી પરમાત્મા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન ભક્તિ-સભર આત્મિક ઉલ્લાસપૂર્વક કર્યા. ત્યાર બાદ ગુરુભક્ત શિષ્યોએ વાપરવા માટે પૂજ્યશ્રીને વિનયપૂર્વક વિનંતિ કરી, પરંતુ જાણે અનશન ન આદર્યું હેય? તેમ તેઓશ્રીએ કહ્યું કે “મારે