________________
એવી જ રીતે પૂજ્ય ગુરુદેવે આત્મા સાથેનાં કમીને નાશ કરવા માટે તપનું પણ આલંબન લીધું હતું, કેમકે તપ વિના ચીકણાં કમરૂપી મેલને બાળવા માટે બીજી કોઈ પણ રામબાણ
ઔષધિ જિનશાસનમાં બતાવી નથી. એને માટે પૂજ્ય ગુરુદેવે પિતાની લેખિની દ્વારા, પિતાની પ્રૌઢ વાણી દ્વારા તથા પોતાની જીવનચર્યામાં પ્રેકિટકલ સિદ્ધ કરીને જગતના મુમુક્ષુઓ સમક્ષ એક મહાન આંદોલન જગાડયું હતું. તેનાં ફલસ્વરૂપે આજે ભારતવર્ષના ખૂણે-ખૂણે શ્રી વધમાન આયંબિલ તપની સંસ્થાઓ જીવન્ત નજરે જોવામાં આવી રહી છે તે આપણા ચરિત્ર-નાયક પૂજ્ય ગુરુદેવના અથાગ પરિશ્રમ અને આમદઢતાનાં સુંદર ફળ છે.
પૂજ્ય શ્રી આચાર્યદેવનું અંતિમ ચાતુર્માસ સમીમાં હતું. આ અરસામાં તેઓશ્રીની વૃદ્ધાવસ્થાને લીધે શારીરિક અશક્તિ વધવા લાગી હતી, જેથી ચાતુર્માસ પહેલાં જ તેઓશ્રીએ પિતાના સુશિષ્ય-પૂજય પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી મહારાજ સાહેબ (હાલમાં પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ સાહેબ), તથા પૂજ્ય પંન્યાસજી શ્રી સુબોધવિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાઓને પિતાની સાથે ચાતુર્માસની આરાધના કરવા માટે મુંબઈથી બોલાવી લીધા હતા. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તબિયત વિશેષ બગડી, જેથી સમીના ગુરુભક્ત શ્રીસંઘે પાટણથી ડેકટર સેવંતીલાલભાઈને લાવ્યા, ઑકટરે પૂજયશ્રીનું શરીર સારી રીતે તપાસ્યું. તેમને જણાયું કે, આવી પરિસ્થિતિમાં તે કેસ ખલાસ જ થઈ જાય! છતાં ગુરુદેવની આત્મણૂર્તિ જોઈ તેઓએ કહ્યું કે “આ મહાપુરુષ