________________
આવી રીતે સવ-પરના કલ્યાણાર્થે અનેક પ્રકારની ધમરાધના કરતા કરતા તેઓશ્રી પાટડી પધાર્યા. પાટડીમાં શેઠ પિપટલાલ ધારશીભાઈએ આવીને તેઓશ્રીને કહ્યું કે “આપની વિદ્વત્તા, શાસન-પ્રભાવનાની ધગશ અને વિશુદ્ધ ચારિત્રશીલતાદિ અનેક સગુણોથી પ્રભાવિત થયેલા શ્રીસંઘે આપને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની પવિત્ર છાયામાં આચાર્ય પદવીથી વિભૂષિત કરવાનો નિર્ણય કર્યો છે, જેથી આપ કૃપા કરી પાલીતાણા પધારે.” આ પ્રમાણે તેમની આગ્રહભરી વિનંતિને માન આપી પૂજ્યશ્રી પોતાના પરિવાર સાથે પાલીતાણું પધાર્યા અને ત્યાં આગમેદ્ધારક પૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે સંવત્ ૧૯૨ના વૈશાખ શુદિ ૪ ના શુભ દિવસે પ્રાતઃકાલે વિશાળ માનવ-મેદની વચ્ચે તેઓશ્રીને આચાર્ય પદથી વિભૂષિત કર્યા. ત્યારથી આપણા ચરિત્ર-નાયક આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજી એવા શુભ નામથી પ્રસિદ્ધ થયા.
પૂજ્યશ્રીને મહેસાણા, રાધનપુર, સમી, હારીજ અને વિરમગામ આદિ ઉત્તર-ગુજરાતના પ્રદેશોમાં ઘણે જ ઉપકાર છે. તેઓશ્રીની ધાર્મિક ક્રિયા એટલી પવિત્ર અને આત્મભાવથી નીતરતી હતી કે, જેઓને આ વિભૂતિનો પરિચય થયો હશે, અથવા એમના સંપર્કમાં આવવાનો સુવર્ણ—અવસર પ્રાપ્ત થયો હશે તેમને એમનામાં રહેલી આત્મ-મણુતાથી યુક્ત ક્રિયાની સુવાસ જોવા મળી હશે. કેટલાક ભવ્યાત્માઓએ તેઓશ્રીની પ્રૌઢ અને વૈરાગ્ય-વરસતી અમૃત–સમ વાણીથી પિતાના આત્માને પવિત્ર બનાવી પિતાનાં જીવનને સાર્થક બનાવ્યાં છે.