________________
ણથી અવગાહન કર્યું; તથા કમપ્રકૃતિ અને પંચસંગ્રહાદિ ગ્રન્થને તલસ્પર્શી અભ્યાસ કર્યો.
તેઓશ્રીની અમૃત-સમ વૈરાગ્યમય વ્યાખ્યાન-વાણી સાંભળી અનેક ભવ્યાત્માઓ વ્રત-નિયમાદિ ધાર્મિક કૃમાં અભિમુખ થવા લાગ્યા. પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વિશુદ્ધ ચારિત્રાદિ ગુણોથી આકર્ષાઈ કપડવંજમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના ઉપદેશથી શ્રીસંઘે કરેલ અઈ મહેત્સવ તથા શાતિસ્નાત્રાદિ મહેસવપૂર્વક ખૂબજ ધામધૂમથી તેઓશ્રીને સંવત્ ૧૯૭૫ ના અસાડ શુદિ બીજના શુભ દિવસે ગણું પદથી અને શુદિ પંચમીએ પંન્યાસ પદથી વિભૂષિત કર્યા, ત્યારથી તેઓશ્રી પંન્યાસ શ્રી ભક્તિવિજયજી ગણી એવા શુભ નામથી પ્રસિદ્ધ થયા. આવી રીતે યોગ્ય મહાત્માને ઉચિત સન્માન મળવાથી જૈન સમાજમાં અનેરો આનંદ ઊભરાયે.
પૂજયશ્રીને જન્મ એવાજ સુનક્ષત્રમાં થયેલ કે, તેઓશ્રીને બાલ્યવયથી જ તપ, જ્ઞાન અને ઉપગપૂર્વકની પવિત્ર ક્રિયા ઉપર પ્રેમ હતું, અને તેથી સદુપદેશ દ્વારા અનેક ભવ્યાત્માઓને તપ અને ત્યાગમાં રંગી નાખતા. માનવીને ઘડીભર મને રંજનરૂપ બને એવું તેઓશ્રીનું ઉપલકિયું જ્ઞાન નહોતું, પરંતુ તેઓશ્રીનું અગાધ જ્ઞાન આગમનાં ઊંડાં રહસ્યને સ્પર્શનારૂં હતું; તે આત્મગ્રન્થિને ભેદનારી વૈરાગ્ય-ભાવના નામની પુસ્તિકા વાંચવાથી અને તેનું મનન કરવાથી સહેજે સમજાય છે. એમ તો જૈન દર્શનના વિશાળ તોથી ગુંથાયેલા અને તેઓશ્રીના ઉપદેશથી છપાયેલા અનેક પ્રકાશિત થયા છે.