________________
: ૧૦ :
,,
હજી આરાધના બાકી છે, ખાધા-પારવાની નવકારવાળી ગણવાની બાકી છે, આજે મારે વિજય-મુહૂર્ત સાધવાનું' છે. આવા પ્રકારની તેઓશ્રીની વાણી જાણે તે દિવસે સાંકેતિક હાયની ! એવી જણાતી હતી.
જયારે વિજય-મુહૂત ના સમય નજીક આવ્યે ત્યારે ગુરુદેવે કહ્યું કે-“ બધા સાધુએ હાજર છે ને ?” એમ કહીને નવકારવાળી ગણવા લાગ્યા. આવી રીતે નવકારવાળી ગણતાં ગણતાં પૂજ્ય ગુરુદેવે પૂર્વથી સૂચિત થયેલ ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસને એસીને પૂર્ણ સમાધિમાં સવત્ ૨૦૧૫ ના પાષ દિ ત્રીજના રાજ ખપેરે વિજય-મુહૂર્તે આ નશ્વર દેહના ત્યાગ કર્યાં. પાતાના 'ત સમય સુધી આરાધનામાં તલ્લીન રહી એ મહાત્માએ આ દુનિયાથી વિદાય લીધી. પૂજ્ય ગુરુદેવે દીર્ઘકાલીન સંયમની ઉત્કૃષ્ટ સાધનાના શુભ ફળરૂપ અોડ દાખલા પેાતાના અંતિમ કાલધમ વખતે મહાપ્રભાવક શ્રી શખેશ્વરજી મહાતીર્થમાં પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાયે।.
પૂજ્ય ગુરુદેવશ્રીના સમુદાયમાં આજે વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજીએ વિદ્યમાન છે, જે તેઓશ્રીના પુનિત પગલે ચાલી શ્રી જિનશાસનની પ્રભાવના કરી રહ્યા છે.
આવા મહાત્મા પુરુષના ગુણ્ણાને જીવનમાં ઉતારી પામેલ જન્મ સાથક કરવા, એવી શુભ અભિલાષા સાથે તેઓશ્રીને ક્રોડા વન્તનપૂર્વક વિરમું છું. સુજ્ઞેયુ િચત્તુના ?
લી॰ ગુરુદેવચરણેાપાસક સુનિ પદ્મવિજય.