________________
ગુજરાતી અર્થ સહિત.
ધિ ઃ ૧૪૭
૩ સ્થાપન કરવું. વિપરિ-૧ ચારે બાજુથી ઢાંકવું. ૨ વીંટવું, લપેટવું. કથા-૧ વ્યવધાન કરવું, આંતરે કરે, બેની વચ્ચે કાંઈક રાખવું–હેવું. ૨ છુપાવવું, સંતાડવું. ૩ ઢાંકવું. અ-૧ શ્રદ્ધા રાખવી, વિશ્વાસ આણ. ૨ સત્કાર કરે. સમ્-૧ સંયુક્ત કરવું, જોડવું. ૨ સાંધવું, સાંધે મેળવ. ૩ ચૂંટાડવું. ૪ એકઠું કરવું. ૫ યોજના કરવી. ૬ અનુસંધાન કરવું, પૂર્વાપરને વિચાર કરે. ૭ શોધ કરવી. ૮ દષ્ટિ સાંધવી, તાકવું. ૯ નિશાનને લક્ષ્યમાં લેવું. ૧૦ લક્ષ્યભેદ કરે, નિશાન ભેદવું. ૧૧ ધ્યાનમાં રાખવું. ૧૨ સમાધાન કરવું, નિવેડો આણો. ૧૩ સંધિ કરવી, સુલેહ કરવી. ૧૪ પ્રતિજ્ઞા કરવી. ૧૫ ઇચ્છવું, ચાહવું. ૧૬ વૃદ્ધિ કરવી, વધારવું. ૧૭ મૂકવું, રાખવું. ૧૮ સ્થાપન કરવું. ૧૯ સારી રીતે કરવું. સમવ-૧ સાવધાન રહેવું. ૨ ધ્યાન દેવું, ધ્યાન રાખવું ૩ ધ્યાન ધરવું. સમા-૧ સમાધાન કરવું. ૨ સામાએ આપેલા દેષનું નિરાકરણ કરવું. ૩ શીખવવું. ૪ શિખામણ આપવી. સંનિ-૧ સમીપમાં મૂકવું, નજીક મૂકવું. ૨ સારી રીતે મૂકવું. ૩ નજીક જવું. સંક-૧ ચર્ચા-વિચારણા કરવી.
૨ વાદ-વિવાદ કરે. [૩] ધારૂ (૧ ૩૦ સેટુ ધારિ-તે) ૧ દોડવું. ૨ પલાયન કરવું,
નાસી જવું. ૩ દેવું, સ્વચ્છ કરવું. ૪ સ્વચ્છ હોવું. અનુ૧ પાછળ-પાછળ દોડવું. ૨ જાણવું, સમજવું. ચા-નીચે ઊતરવું. રિ-વેગથી દેડવું. વિ-૧ ભીંજવવું, પલાળવું.
૨ છાંટવું. સમુપ–ભેટવા માટે દેડવું. [૪] ધિ (૧ ૧૦ શનિ પિનોતિ) ૧ તૃપ્ત થવું, ધરાવું. ૨ તૃપ્ત
કરવું. ૩ ખુશી થવું. ૪ ખુશી કરવું. ૫ જવું.