________________
: ૩ : પિતાનું જીવન સુસંસ્કારથી એવું સુગંધિત કરી દીધું કે, જમર જેમ પુષ્પ પ્રત્યે આકર્ષાય તેમ અન્ય બાળકે તેમની પાસે ધાર્મિક કથાઓ વગેરે સાંભળવા અને જાણવા માટે આવવા લાગ્યા. આપણા ચરિત્ર-નાયક આમ નાની વયમાં જ્ઞાન, ધ્યાન અને તપમાં આગળ વધતા અનેક આત્માઓને ઉપકારી થવા લાગ્યા. આ પ્રસંગે પરોણજારાય સતાં વિમૂતયઃ એ સંસ્કૃત ઉકિત યાદ આવી જાય છે. - શુકલ પક્ષના ચન્દ્રની કલા જેમ વૃદ્ધિ પામે તેમ આપણા ચરિત્રનાયકની વૈરાગ્ય-ભાવના પ્રતિદિન વધવા લાગી. આ પ્રસંગે તેમને પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ સાહેબને સમાગમ થયો. તેઓશ્રીની અમૃત સમાન વૈરાગ્યવાણી સાંભળી મેહનલાલને અંતરાત્મા જાગી ઊઠ્યો. “સંસાર અસાર છે, બાહ્ય દેખાતા સર્વ સંબધે ક્ષણિક છે, સંસાર સમુદ્રને તરવા માટે એક સંયમ–નાવ અમોઘ સાધન છે. ” આવી આવી મને મન વૈરાગ્યમય વિચારધારા વહેતી થઈ ગઈ, અને પ્રથમ મંગલરૂપે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની વાત્રા કરવા માટે શુભ પ્રસ્થાન કર્યું. ખૂબજ ઉલ્લાસપૂર્વક વિધિ-સહિત નવાણું યાત્રા કરી ઘેર આવ્યા. તેમને રાત્રિમાં અર્ધ નિદ્રાવસ્થામાં એક મંગલમય-સ્વમ આવ્યું. એ વેરાગી આભાએ વૈરાગ્યમાં વિશેષ વૃદ્ધિ કરનારૂં સવમ જોઈને પ્રાતઃકાલે જાગૃત થતાં સંયમ લઈ આત્મ-સાધન કરવાને નિશ્ચય કર્યો, અને તે માટેની હિલચાલ શરૂ કરી દીધી.
આ અરસામાં સમી ગામની સમીપે ચાણસમામાં પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબ સપરિવાર બિરાજમાન