________________
પુત્રનાં લક્ષણ પારણમાં અને વહુનાં લક્ષણ બારણામાં એ કહેવત અનુસાર ખરેખર આ બાળકનાં શુભ લક્ષણોથી જણાઈ આવતું કે, આ બાળક કઈ મહાનૂ પુણ્યશાળી જણાય છે. શુભ દિવસે બાળકને મેહનલાલ એવા અભિધાનથી અંકિત કરવામાં આવ્યા.
મોહનલાલ પિતાનાં મિષ્ટ ભાષણ અને સૌન્દર્ય વડે ગામના લોકેને મોહ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યા. માતા હસ્તબેન પુત્રને જોઈને અનેક મનેર સેવતા હતા, પણ કેણ જોઈ શકે છે કે ભાવીના પડદા પાછળ શું છે? સમયનાં વહેણ વહેતાં ગયાં તેમ મોહનલાલે નવ વર્ષની વયને પામતાં તે ગુજરાતી છ ધોરણ સુધી, અને ધાર્મિક અભ્યાસમાં પણ પંચ પ્રતિક્રમણ તથા નવ સમરણ સુધી અભ્યાસ કરી લીધો.
મોહનલાલને જન્મથી જ પિતાના ધર્મનિષ્ઠ માત-પિતાના સુસંરકારને વારસે મળેલો હોવાથી તેઓ દરરોજ જિનમંદિર તથા ઉપાશ્રયાદિ સ્થાનમાં જતા હતા, જેથી તેમની ધર્મ પ્રત્યેની શુભ લાગણી વિકસિત થવા લાગી. વળી સમી ગામ ગુજરાતનાં મધ્ય કેન્દ્રમાં હોવાથી તેમજ શ્રી શંખેશ્વર મહાતીર્થના વિહાર-માર્ગમાં આવેલ હોવાથી એ ગામમાં અવારનવાર પૂજ્ય મુનિ-મહાત્માઓનું આગમન થતું, જેથી અનેક વખત ગુરુદેવની વ્યાખ્યાન-વાણું શ્રવણ કરવાથી અને શ્રમણ ભગવંતેના સમાગમથી તેમના જીવનમાં વૈરાગ્યનાં બીજ રોપાયાં હતાં. કાલક્રમે સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, અને તિવિહારાદિ વ્રત-નિયમથી તેમનું જીવન ધાર્મિક આરાધનામાં ઓતપ્રોત બની ગયું હતું. મેહનલાલે બાલ્ય-વયમાં જ