________________
સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનની આછી રૂપરેખા.
આ પૃથ્વી ઉપર અનેક આત્માઓ મનુષ્યભવ પામીને દેહની સાર્થકતા કર્યા વિના જ જીવન-દીપકને બૂઝાવી ચાલ્યા જાય છે; પરંતુ જેઓનું જીવન આમેન્નતિના થેયે વ્યતીત થયું હોય, અનેક અવનવી વિશિષ્ટતાવાળું હોય, અને આ સંસાર-અટવીમાં ભૂલા પડેલા પ્રાણીઓને સન્માર્ગે ચડાવનારૂં હેય; એવા ઉત્તમોત્તમ જીવનવાળા મહાપુરુષ વડે જ આ પૃથ્વી શોભે છે, અને તેથી જ પૃથ્વી બહુરત્ન વસુંધરા કહેવાય છે.
કાલક્રમે પૃથ્વી ઉપર આવા મહાપુરુષને જન્મ થાય છે; તદનુસાર ત્રણે લોકમાં પૂજાયેલ મહાપ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં આવેલ સમી નામના ગામમાં સં. ૧૯૨૦ ના આ શુદિ ૮ના રોજ શ્રીમાલી જ્ઞાતીય શેઠ વસતાચંદ પ્રાગજીભાઈને ત્યાં આ પુત્રરત્નને જન્મ થયો હતો. ભાવી મહાત્માને જન્મસમય પણ કે ભવ્ય! જૈન શાસનમાં કર્મરાજાના સામ્રાજ્ય ઉપર વિજય મેળવવા માટે એ માંગલિક દિવસ હતું, જે દિવસેમાં શાશ્વતી ઓળીની અપૂર્વ આરાધના કરીને અનેક ભવ્યામાએ બાહ્ય અને અત્યંતર તપનું આલંબન લઈને આત્મસામ્રાજ્ય પ્રાપ્ત કરે છે. બાળકની મુખાકૃતિ ભવ્ય અને રમણીય હતી, જેથી બાળકને જોઈ આડોશી-પાડોશી ખુશ-ખુશ થઈ જતા. સહુ કેઈને આ બાળકને જોઈ તેને રમાડવાનું મન થઈ જતું.