________________
હતા, કે જેમણે જૈન સમાજના ભાવી અભ્યદય માટે અથાગ પરિશ્રમ વેઠીને આજથી લગભગ ૬૦ વર્ષ પૂર્વે કાશી-બનારસ જઈ જૈન સમાજમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને અપૂર્વ ફેલાવે કર્યો; અને ઠેક-ઠેકાણે સંસ્કૃત, પ્રાકૃત તથા ધાર્મિક પાઠશાલાઓની સ્થાપના કરી જગતમાં કાશીવાળા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના શુભ અભિધાનથી પ્રખ્યાત થયા.
ભાઈ શ્રી મોહનલાલ તુરત ચાણસમા ગયા, અને ત્યાં પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબનું વૈરાગ્યમય વ્યાખ્યાન સાંભળતાની સાથે જ પિતાની આત્મકલ્યાણું ભાગવતી દીક્ષા લેવાની ઉત્કટ ભાવના દર્શાવી. પૂજ્ય શ્રી ધર્મવિજયજી મહારાજ સાહેબે ભાઈ શ્રી મોહનલાલની મુખાકૃતિની ભવ્યતા અને વૈરાગ્ય-ગર્ભિત વિનયશીલ વાણી ઉપરથી અનુમાન કર્યું કે, “ આ બાળક કોઈ સામાન્ય કટિને આત્મા નથી, પિતાની આંતરિક ભાવનાથી દીક્ષા અંગીકાર કરવાને ઉદ્યત થયેલ છે.” આ પ્રમાણે દીક્ષાર્થી સુપાત્ર હોવાનું જાણવા છતાં અવસરના જાણ એવા તેઓશ્રીએ મોહનલાલને સગાં-સંબંધી તથા પિતાના ગામના શ્રીસંઘ વગેરેની અનુમતિ લાવવાનું જણાવ્યું. દીક્ષા માટેના દઢ નિશ્ચયવાળા મોહનલાલ તુરત પોતાના ગામમાં ગયા, અને સગાં-સંબંધી તથા શ્રીસંઘ સમક્ષ પોતાની દીક્ષા અંગીકાર કરવાની પ્રબળ ભાવના પ્રગટ કરી. પણ મેહને વશ આત્માઓ તુરત અનુજ્ઞા આપે ખરા? પરંતુ ચરિત્રનાયકની દઢતા જોઈને છેવટે શ્રીસંઘે નિર્ણય કર્યો કે, આવા માંગલિક પ્રસંગને લાભ આપણાં જ ગામને આંગણે લેશું. ત્યાર બાદ ભાઈ શ્રી મોહનલાલ