________________
४७
ગણિની “ઉપદેશમાલાના અનુકરણરૂપે જ બનાવી છે, એ એની રચના જોતાં સ્પષ્ટ જણાય છે. કારણ કે એમાં સૂચવેલા ઉપદેશો અને તેમની પુષ્ટિ માટે ઉલ્લેખેલાં કથાનકોનો મોટો ભાગ, એ ઉપદેશમાલાના જ આધારે ગ્રથિત કરવામાં આવ્યો છે. ઉપદેશમાલાની ઉપદેશાત્મક ઉક્તિઓ વધારે વિસ્તૃત અને વધારે વૈવિધ્ય ભરેલી છે, ત્યારે પ્રસ્તુત ધર્મોપદેશમાલાની રચના સંક્ષિપ્ત અને સૂચનાત્મકરૂપ છે ગ્રંથકારશ્રીએ ૯૮ ગાથાના આ લઘુપ્રકરણમાં ભિન્ન ભિન્ન ઉપદેશોની સૂચક ૧૫૮ જેટલી કથાઓની નામાવલિ ગ્રથિત કરી દીધેલી છે ત્યારે ધર્મદાસગણીની ઉપદેશમાલા જે ૫૪૧ ગાથા જેટલી બૃહતુ કૃતિ છે, તેમાં લગભગ ૭૦ જેટલી જ કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉગ્રંથકારે પોતાની પ્રસ્તુત નૂતન કૃતિની રચના કરવા પૂર્વે, પૂ. ધર્મદાસગપણની ઉપદેશમાલા” ઉપર વિસ્તૃત વિવરણ કર્યું હતું, જેનો ઉલ્લેખ અનેક ઠેકાણે પ્રસ્તુત ગ્રંથમાં
ધર્મદાસગપણની ઉવએસમાલામાં લગભગ ૭૦ કથાનો નિર્દેશ છે, જયારે એના અનુકરણરૂપ અને આશરે એકપંચમાંશ જેવડી ધમ્મોવએસમાલામાં ૧૫૮ કથાનું સૂચન છે. વિ. સં. ૯૧૫માં પ૭૭૮ શ્લોક જેવડા સ્વપજ્ઞવિવરણમાં કેટલા અવતરણો છે. (પૃ....માં વંદિકાચાર્યની કોઈ કૃતિમાંથી સં. અવતરણ આપ્યું છે.)
આ વિવરણ સામાજિક, સાંસ્કૃતિક ઐતિહાસિક, વ્યવહારિક, ધાર્મિક ઇત્યાદિ અનેક દૃષ્ટિએ ઉપયોગી છે (પૃ......માં રાધાવેધનો, પૃ.....માં કંબલરાયણનો પૃ....માં યંત્રમય કપોતનો નિર્દેશ છે.) આમાં જ.મ.માં સુભાષિતો છે વિવરણગત કથાઓમાં પદ્યની સાથે સાથે ગદ્ય પણ છે. (વિવરણ પૃ..... માંની ગામડિયાની કથા “મૂરખો’ નામની લોકવાર્તા સાથે સરખાવવા જેવી છે. આ કથામાં ‘નોદર' શબ્દ “જુહાર'ના અર્થમાં વપરાયો છે.
વિવરણના અંતમાં મહાવીરસ્વામીના ૧૧ ગણધરો અને જંબૂસ્વામીથી માંડીને દેવવાચક સુધીના ૨૪ શ્રતવિરોનું સંકીર્તન છે, અને ત્યારબાદ ગુરુપરંપરા દર્શાવતી ૩૧ પદ્યની પ્રશસ્તિ જ.મ.માં છે.
[પાઇઅભાસાઓ નવી આવૃત્તિ પૃ. ૯૬-૯૭] સં. ૯૧૩-૯૧૫માં કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિએ નાગોરમાં ઉક્ત ભોજના રાજયમાં (ઉપદેશમાલાવિવરણ અને) પ્રાકૃત ધર્મોપદેશમાલાવૃત્તિ રચી (ઉ (? ધર્મો)પદેશમાલા લઘુવૃત્તિ પ્રાકૃતા કૃષ્ણાર્ષિ શિષ્ય જયસિંહસૂરિકૃતા ૯૧૩ વર્ષે અને ધર્મોપદેશમાલા લઘુવૃત્તિ ૯૧૫માં વર્ષે જયસિંહીયા’ એય બૃહત્ ટિપ્પનિકામાં જણાવ્યું છે. તેની પ્રશસ્તિમાં એમ છે કે :
संवच्छराण ता(नाहिवसएहिं पण्णरसवासअहिएहि भद्दवयपंचमि बुहवारे साइरक्खम्मि सिरि મો નવરાળે પવઠ્ઠમifમ નામiઢે ના રસિયતને સમાળિયં વિવરણં ણં (કા-કી, ૨ નં. ૩૮૨ કો વડો.નં ૧૮૮ ભોજદેવ કનોજનો પ્રતિહારવંશી રાજા રાજશેખર કવિના દાદા આ ભોજદેવનો રાજકવિ હતો.) [જૈ.સં.સા.ઇ. નવી આવૃત્તિ પૃ. ૧૨૪ પે. ૨૪૩].
૩.
mala-t.pm5 2nd proof