________________
४६
સંપાદકીય
પૂર્વના મહાપુરુષોએ આગમગ્રંથો વગેરેમાંથી ઉદ્ધત કરીને આપણા જેવા પ્રાથમિકકક્ષાના સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘના ઉપકારાર્થે કેટલાક સામાન્ય ઉપદેશાત્મક પ્રકરણગ્રંથોની રચના કરેલ છે, તેમાંનો પ્રસ્તુત “ધર્મોપદેશમાલા” પ્રકરણ પણ એક મુખ્ય ગ્રંથ છે.
એ પ્રકારનાં પ્રકરણોમાં સૌથી મુખ્ય અને સૌથી પ્રાચીન પ્રકરણગ્રંથ પૂજય ધર્મદાસગણીનો બનાવેલો “ઉપદેશમાલા' ગ્રંથ છે. જેની મૂળ ૫૪૧ પ્રાકૃત ગાથાઓ છે. બહુ જ પ્રાચીન સમયથી લઈને વર્તમાન સમય સુધીમાં, એ પ્રકરણનું પઠન-ગુણન જૈન શ્રદ્ધાળુ ચતુર્વિધ સંઘમાં વ્યાપકરૂપે થતું આવ્યું છે. શ્વેતાંબર સંઘના સર્વ પ્રાચીન સંપ્રદાયોમાં એ પ્રકરણગ્રંથની વિશિષ્ટ પ્રકારની પ્રતિષ્ઠા મનાતી આવી છે અને આગમિક ગ્રંથોના જેટલી જ શ્રદ્ધાથી એનો સ્વાધ્યાય કરવાનો પ્રચાર ચાલ્યો આવ્યો છે.
એ ઉપદેશમાલા' ગ્રંથની આવી સુપ્રસિદ્ધિ અને સમાદરતા જોઈ એના અનુકરણરૂપે એ પછીના અન્ય અન્ય આચાર્યભગવંતોએ પણ એ શૈલીના અને એ જ પ્રકારના કેટલાય નવા નવા ઉપદેશાત્મક પ્રકરણગ્રંથોની રચના કરેલ છે, જેમાં પરમપૂજય આચાર્યભગવંત શ્રીહરિ-ભદ્રસૂરિમહારાજનું “ઉપદેશપદપ્રકરણ” પરમપૂજ્ય આચાર્યભગવંત, જયસિંહસૂરિમહારાજની પ્રસ્તુત “ધર્મોપદેશમાલા', પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમલધારી હેમચંદ્રસૂરિમહારાજના “પુષ્પમાલા' આદિ અનેક કૃતિઓ ગણવી શકાય તેમ છે.
પરમપૂજય આચાર્યભગવંત જયસિંહસૂરિમહારાજની આ કૃતિ મુખ્યપણે ધર્મદાસ
1
છે.
૧.
પ્રસ્તુત સંપાદકીય લખાણમાં ધર્મોપદેશમાલા-પ્રાસ્તવિકવક્તવ્ય, પાઇઅભાસાઓ અને સાહિત્ય અને જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આ કૃતિઓના આધારે કેટલીક વિગતો સાભાર ઉદ્ધત કરીને લેવામાં આવેલ છે. કૃષ્ણઋષિના શિષ્ય જયસિંહસૂરિએ “ધમ્મોવએસમાલા” વિ. સં. ૯૧૩-૯૧૫માં ૧૦૪ ગાથામાં રચી છે. એની સ્વોપજ્ઞ પાઇયવૃત્તિમાં અનેક કથાઓ પાઇયમાં અપાઈ છે.
mala-t.pm5 2nd proof