________________
૪૮
કરવામાં આવ્યો છે અને જે જે કથા ઉપદેશમાલાવિવરણ ગ્રંથમાં તેમણે વિસ્તૃતરૂપે ગ્રથિત કરી છે તેની પુનરુક્તિ આ વિવરણમાં ન કરતાં તે વિવરણમાંથી જ તે તે કથાઓ જાણી લેવાની ભલામણ કરી છે. ધર્મોપદેશમાલાપ્રકરણ ઉપર અન્ય વૃત્તિઓ:
૪“ધમ્મોવએસમાલા” ઉપર પરમપુજ્ય વિજયસિંહસૂરિમહારાજે વિ. સં. ૧૧૯૧માં આ વિવરણને આધારે ૧૪૪૭૧ શ્લોકપ્રમાણ વિસ્તૃત વિવરણ પાઇયમાં રચ્યું છે.
પધમ્મોવએસમાલા” ઉપર પરમપૂજય મુનિદેવસૂરિ મહારાજે વિ. સં. ૧૩૨૨માં વૃત્તિ રચેલ છે. ધર્મોપદેશમાલા વિવરણકારની અન્ય કૃતિ :
પરમપૂજય જયસિંહસૂરિકૃત વિવરણની પ્રશસ્તિ (પૃ. ૩૦૯)માં આ સૂરિએ મિચરિય” નામની પોતાની કૃતિનો ઉલ્લેખ કર્યો છે. (આ કૃતિ લગભગ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણે હશે) આ વિવરણમાં જે દુમુણિચરિય અને દ્વિમુનિચરિત્રની કેટલીક વાર ભલામણ કરાઈ છે તે કૃતિ શું આ વિવરણકારની છે અને પ્રસ્તાવના (પૃ. ૨૫માં) સૂચવ્યા મુજબ શું એ પ્રાકૃતમાં છે ?
[પાઇયભાસાઓ નવી આવૃત્તિ પૃ. ૯૭] ગ્રંથકાર કહે છે કે–જ્યાં સુધી આ જગતમાં દ્વીપ, સમુદ્ર, કુલપર્વત, ચન્દ્ર, સૂર્ય અને સ્વર્ગના દેવો વિદ્યમાન રહે ત્યાં સુધી આ વિવરણ પણ “નેમિચરિત'ની જેમ પ્રસાર પામતું રહે.
[પ્રસ્તુત ગ્રંથ પ્રશસ્તિ ગાથા ૨૭, પૃ. ૩૦૯] પ્રથમવૃત્તિ અંગે :
પ્રસ્તુત ધમ્મોવએસમાલા” ગ્રંથની પ્રથમવૃત્તિ ભારતીયવિદ્યાભવનના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનવિજયજીની પ્રેરણાથી પ્રાચ્યવિદ્યામંદિર–વડોદરાના પંડિત શ્રી લાલચન્દ્ર ભગવાનદાસ ગાંધીએ સંપાદિત કરીને તૈયાર કરેલ તે પ્રથમવૃત્તિ વિ. સં. ૨૦૦૫, ઈ. સ.
૪. મલધારી હેમચંદ્રસૂરિના ત્રણ પટ્ટધરો હતા (૧) વિજયસિંહસૂરિ, (૨) શ્રીચંદ્રસૂરિ અને (૩)
વિબુધચંદ્રસૂરિ વિજયસિંહસૂરિએ સં. ૧૧૯૧માં માઘ વદ ૩ને દિને ૧૪૪૭૧ શ્લોકપ્રમાણ ધર્મોપદેશમાલાવિવરણ સિદ્ધરાજના રાજ્યમાં સમાપ્ત કર્યું. મૂલવિવરણ પ્રાચીન સંક્ષિપ્ત હતું, તે આ સૂરિએ વિસ્તાર્યું તેમાં તેમના ગુરુભાઈ અભયકુમાર ગણિએ સહાયતા કરી હતી, અને તેનું શોધન તત્કાલીન સમીપવર્તી સર્વ મુનીશ્વરોએ કર્યું હતું. (પી. ૫, ૮૭) [જૈ.સા.સ.ઈ. નવી અવૃત્તિ પૃ.
૧૭૨, ૫. ૩૫] ૫. વાદિદેવસૂરિવંશે મદનચંદ્રસૂરિશિષ્ય મુનિદેવસૂરિએ (કૃષ્ણર્ષિ શિષ્ય જયસિંહસૂરિકૃત) ધર્મોપદેશમાલા પર વૃત્તિ રચેલ છે કે જે પણ ઉક્ત પ્રદ્યુમ્નસૂરિએ સંશોધી છે.
[જૈ.સા.સ.ઈ. નવી આવૃત્તિ પૃ. ૨૭૩, ૫. પ૯૪]
mala-t.pm5 2nd proof