________________
वादोपनिषद
यो लोकः सर्वज्ञैः केवलालोकावलोकितलोकालोकैरेकमतो न कृतः - अविद्यमानोपायत्वेनोपेयसिद्धिमपश्यद्भिर्न विहितः, तम् - अनन्तरनिर्दिष्टम्, नाना- अनेकप्रकारा मतिरेकविषया बुद्धि:, यथोक्तम्- मुण्डे मुण्डे मतिभिन्नेति । तया मिथो विरुद्धं चेतनं संवेदनं यस्य स नानामतिविचेतनः, तम्, लोकं जनम्, एकमतमद्वितीयाभिप्रायम्, परस्परं समानविषयासमानाशयनिवृत्तमित्यर्थः कर्तुं विधातुं कः सर्वात्मनाऽप्यभियुक्तोऽवग्दर्शी शक्ष्यति अलं भविष्यति ? न कोऽपीति हृदयम् ।
૬૯
स्यादेतत्, यद्यपि सर्वज्ञैः स्वकाले तदुपायाभावादुपेयसिद्धिर्न कृता, વાદ કાંઈ બધાને પોતાના મતના બનાવવા માટે નથી, કારણ કે એ વસ્તુ શક્ય જ નથી. જેમણે કેવળજ્ઞાનથી લોકાલોકને જોયા છે એમણે પણ બધા લોકોને એકમત કરવાનો ઉપાય જોયો નથી. કારણ કે એનો ઉપાય છે જ નહીં. તેથી સર્વજ્ઞોએ પણ લોકોને એકમત કર્યા નથી.
જેટલા માથા એટલા મંતવ્ય, એક જ વસ્તુ માટે બધાના જુદા જુદા અભિપ્રાય હોય છે. આ રીતે પરસ્પર વિરુદ્ધ સંવેદન હોવાથી લોકો વિરચેતન છે, એ બધાનો મત એક થઈ જાય, સમાન વિષયમાં એમની અસમાન માન્યતા જતી રહે, એવું કેવળજ્ઞાની પણ નથી કરી શક્યા તો છદ્મસ્થ જીવ કેવી રીતે કરી શકે ? એ તો પોતાની બધી શક્તિ લગાડી દે, માથે મેરુ ઉપાડ્યા જેવો પરિશ્રમ કરે તો ય એ શક્ય બનવાનું નથી.
પ્ર.:- સર્વજ્ઞોના સમયમાં એ ઉપાય નહીં હોય, માટે એમણે એ કાળે લોકોને એકમત ન કર્યા, પણ અત્યારે એ ઉપાય હોય તો એમાં શું બાધક છે ?
वादोपनिषद्
तथापीदानीं तत्सम्भवे किं बाधकमिति चेत् ? सैवासदुपायतेति गृहाण, नासतो विद्यते भाव इति न्यायेन त्रिकालेऽपि तदसत्ताया: सर्वज्ञदृष्टत्वादित्याशयः ।
৩০
तदुपायाभावोऽपि चित्रगतिकत्वेन चित्रपरिणामवत्त्वाज्जीवानाम्, तदाहु:- पश्यसि किं न मनःपरिणामं निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं तद् भवता दुर्वारं रे इति ।
नन्वेवं परोपदेशोच्छेदापत्तिरिति चेत् ? सेयं दशापेक्षयेष्टापत्तिः,
ઉ.:- જે પૂર્વે કહ્યું તે જ ઉપાયનો અભાવ. કારણ કે એવો ન્યાય છે કે જે વસ્તુ અસત્ હોય - અવિધમાન હોય એ કદી જન્મી
ન શકે. કદી અસ્તિત્વમાં ન આવી શકે. જેમ કે માટીમાંથી ઘડો થયો તો એ પૂર્વે અસત્ ન હતો. માટી રૂપે હાજર હતો. શૂન્યમાંથી કોઈની ઉત્પત્તિ ન થઈ શકે.
એ રીતે સર્વજ્ઞોએ પણ એ ઉપાયનું અસણું જોયું છે. ત્રણે કાળમાં પણ એ ઉપાય છે જ નહીં એવું જ જોયું છે. માટે વર્તમાન કાળમાં પણ એવો ઉપાય છે જ નહીં.
પ્ર.:- પણ ઉપાય નથી એનું શું કારણ ?
ઉ.:- એનું કારણ છે દરેકના મનના જુદા જુદા ભાવો અને એ ભાવોનું પણ કારણ છે નિશ્ચિત થયેલ પરલોક, શાંતસુધારસમાં કહ્યું છે કે દુનિયાને સુધારવા ધમપછાડા કરે છે, પણ એ જોતો નથી કે પોતપોતાની ગતિને અનુસારે મનના પરિણામ થાય છે. માટે જે વ્યક્તિની જે ભવિતવ્યતા છે, એનું તું નિવારણ ન કરી શકે.
પ્ર.:- આ રીતે તો બીજાને ઉપદેશ આપવાની પ્રવૃત્તિનો જ ઉચ્છેદ થઈ જશે.
ઉ.:- અમુક અપેક્ષાએ એ પણ ઈષ્ટ જ છે, કારણ કે ઉપદેશ છુ. જ્ઞાનસુધારશે ||૬-૬ ||