________________
वादोपनिषद्
૬૮
वादोपनिषद्
दर्शनम्, तस्य क्षोभणं छिद्रान्वेषणवृत्त्या मर्माणि प्राप्य तेषु प्रहरणम्, तमभ्युपेत्य लक्ष्यतयाऽङ्गीकृत्य, तुः - पूर्वस्माद्भिन्नप्रयोजनत्वद्योतकः, सतां समरसैकरसीभूतसुरसानां महात्मनाम्, अनाचार - आचारभिन्नः, न हि सद्भिः कदाचित्तादृशमाचरितमिति भावः । विरतिफलाज्ज्ञानात्तादृशाधमफललिप्साया: सत्सु स्वप्नेऽप्यसम्भवात् ।।१९।।
इत्यवगतवादोपनिषत्त्वेन विवादविरक्तचित्तमत्रत्यं परं तत्त्वं परिદબાવવા માટે - એમનો મર્મઘાત કરવા માટે પરશાઓ ભણવા ન જોઈએ - એ પ્રયોજનથી પરસિદ્ધાન્તના અધ્યયનનો નિષેધ છે. અહીં ‘તુ' શબ્દ બતાવે છે કે શ્લોકના પૂર્વાર્ધના પ્રયોજન કરતાં આ અલગ જ પ્રયોજન છે.
જેમનું હૃદય સમતારસથી એકરસ બની ગયું છે. એવા મહાપુરુષોએ કદી મર્મઘાત કરવા માટે પરસિદ્ધાંત અધ્યયન કર્યું નથી. એવો એમનો આચાર જ નથી. સજ્જનોને માટે તો એ અત્યંત અનાચાર છે. જ્ઞાનનું ફળ તો વિરતિ છે. જ્ઞાનથી એવું અધમ ફળ મેળવવાની ઝંખના સજ્જનોમાં સપનામાં ય સંભવિત નથી.
પ્ર.:- ફરી લોયા-લાપસી પર આવી ગયા. એ નબળી કડીઓ તો અગડમ-બગમ છે. જ્ઞાન નથી, અજ્ઞાન છે. તો પછી જ્ઞાનનું કુળ વિરતિ છે ઈત્યાદિ ફિલોસોફીનો અહીં અવસર જ ક્યાં છે ?
ઉ. :- પૂર્વે કહ્યું તેમ સમ્યગ્દષ્ટિ જે પણ ભણે તે સમ્યકકૃત છે. કારણ કે એની ઉત્કૃષ્ટ પરિણતિથી એને એ બધુ શ્રુત સમ્યક રૂપે જ પરિણમશે. માટે જ સમ્યગ્દષ્ટિનો બોધ જ્ઞાન કહેવાય, મિથ્યાષ્ટિનો બોધ-અજ્ઞાન કહેવાય. આમ એ જ્ઞાન દ્વારા પણ સમ્યગ્દષ્ટિને તો વિરતિરૂપ ફળ જ મળશે. ll૧૯IL
આ રીતે વાદોપનિષદ્ ને જાણ્યા પછી વિવાદથી જેનું મન ઉઠી ૨. સુરમ્ - હૃદયમ્ |
वेषयन्नाह
स्वहितायैवोत्थेयं को नानामतिविचेतनं लोकम् । यः सर्वज्ञैर्न कृतः शक्ष्यति तं कर्तुमेकमतम् ।।२०।।
इयं स्वहितायेवोत्था, या सर्वन कृतः, तं नानामतिविचेतनं लोकमेकमतं कर्तुं का शक्ष्यति ? इत्यन्वयः।
इयं वादकथा स्वस्यात्मनो हितायैव कल्याणायैव, एवकारेण परपक्षक्षोभणादिप्रयोजनव्यवच्छेदः, उत्था प्रादुर्भूता, सर्वज्ञः कर्तव्यतयोपदिष्टेत्यर्थः, न चैवं प्रतिबोधप्रयोजनक्षतिरिति वाच्यम्, तस्यापि तदर्थत्वात् । ગયું છે, એને ‘વાદ’ - વિષયક પરમતત્ત્વ પીરસતાં દિવાકરજી કહે છે -
આ વાદકથાનું ઉત્થાન આત્મકલ્યાણ માટે જ થયું છે. જેમને સર્વજ્ઞ પણ નથી કર્યો, એવા જાતજાતની મતિથી વિચેતન લોકને એકમત કોણ કરી શકશે ? IlRoll
વાદકથા એ કાંઈ સામા પક્ષને ક્ષોભાયમાન કરવા માટે નથી, માત્ર આત્મકલ્યાણ માટે જ સર્વજ્ઞોએ કર્તવ્યરૂપે ઉપદેશી છે.
પ્ર.:- આઠમા શ્લોકની ટીકામાં તમે કહેલ કે કરુણાથી બીજાને પ્રતિબોધ કરવા વાદ કરવો જોઈએ. એને આ વાત સાથે મેળ ખાતો હોય એવું લાગે છે ?
ઉ.:- હા, કારણ કે એ પ્રતિબોધનો પ્રયત્ન પણ આત્મકલ્યાણ માટે કરવાનો છે. એનાથી પણ આત્માનું કલ્યાણ જ થવાનું છે અને જો ઉત્કટ કષાયોને કારણે લાભાલાભ જોતા દેવાળુ જ નીકળતું હોય તો એવો પ્રતિબોધ પણ કરવા જેવો નથી. કારણ કે સ્વ ને પર બંનેમાંથી એકનું જ હિત થાય એવી પરિસ્થિતિમાં ભગવાને સ્વહિત કરવાનું જ કહ્યું છે. આમ કોઈ પણ આરાધનાનું પ્રયોજન આત્મકલ્યાણ જ હોવાથી વાદની બાબતમાં પણ એ જ સમજવું જોઈએ.