________________
वादोपनिषद्
वादोपनिषद्
સફળ થયો છું, એ તો બહુકૃતો જ કહી શકે.
દિવાકરજીની વિદ્વતા અને પ્રૌઢ પ્રતિભાથી ભાગ્યે જ કો'ક અજાણ હશે. આ જ કૃતિનું એક ઉદાહરણ જોઈએ – ના આ શબ્દ સ્વયં જ જટિલ છે. એમાં પાછું નિર્ણય થઈને જટિલતા વધી, એમાં ફરી નિર્નય થઈને પડકાર બન્યો, એનું ફરી વિનિર્નવ થયું, આટલી ગંભીરતા ઓછી હોય એમ એની બાજુમાં સ્માર શબ્દ ગોઠવાયો છે. હજી એક વિશેષતા એ કે આ નિર્નયાશ્મીર શબ્દ શ્લોકના બીજા કોઈ શબ્દ સાથે પહેલી નજરે મેળ ખાતો નથી. ‘લો બેટા, કરો મજા'... જાણે દિવાકરજીએ કલ્પનાના ઘોડાઓ દોડાવવા વિશાળ મેદાન આપી દીધું છે, “તમારી શક્તિ હોય એટલું દોડાવો. આ મેદાનમાં હું (દિવાકરજી) ક્યાં ઉભો છું ? એ રહસ્ય છે. મારા સુધી પહોંચવા કદાચ એ મેદાનની તસુ તસુ જગ્યાએ ફરી વળવું પડે, એ પણ શક્ય છે કે હું બધે ઉભો હોઉં.” છે ને મજાની વાત !!! આમ છતાં આ ટીકામાં એટલી દોડધામ કરી નથી. મુખ્ય અર્થની શક્ય નજીક જવાનો પ્રયાસ કર્યો છે, છતાં મંદબુદ્ધિ આદિને કારણે ક્ષતિઓ થઈ હોય તો વિદ્ધજ્જનોને તેનો નિર્દેશ કરવા નમ્ર પ્રાર્થના છે.
પ્રાચીન શૈલીની ત્રણ વિશેષતા જોવા મળે છે. (૧) અલ્લાક્ષર મહાર્ણતા (૨) અલા સાક્ષીપાઠો, (૩) સાક્ષીસ્થાનવિરહ. અહીં પ્રથમ વિશેષતા તો ખરૂર એવા ‘સૂત્ર'ના લક્ષણ દ્વારા સ્પષ્ટ છે. આ વિશેષતાથી અનેક સ્કરણાઓ તથા ગંભીર ચિંતનનો અવકાશ રહે છે. વચનની અમૂલ્યતાનું સંવેદન થાય છે.
આચારસંગ વગેરે સૂરોની વૃત્તિમાં દ્વિતીય વિશેષતા દૃષ્ટિગોચર થાય છે. સાક્ષીપાઠોની અલ્પતા કાંઈ અજ્ઞાન નથી સૂચવતી, એ વૃત્તિકારો તો મહાવિદ્વાનોના ય ગુરુ જેવા હતાં. પ્રસ્તુત વિષયમાં
અત્યંત સંગત એવા એક કે વધુમાં વધુ બે સાક્ષીપાઠો મૂકીને પદાર્થમાં ઘબકાર પૂરીને ટીકા આગળ વધે છે. એ વિશેષતા સુવિદિત છે.
તૃતીય વિશેષતાનું કારણ સ્થલ દષ્ટિએ વિચારતાં એવું લાગે કે ‘ટીકા લખતી વખતે એ સાક્ષીપાઠ ક્યાં ગ્રંથનો છે એ ભૂલાઈ ગયું હોય એટલે માત્ર દં ર લખીને સાક્ષીપાઠ લખી લીધો હોય.” પણ ટીકાકાર પરમર્ષિઓની બાબતમાં આવી શક્યતા ઓછી છે. નિરપવાદપણે સાક્ષીસ્થાનનો અનુલ્લેખ એક સાભિપ્રાય શૈલીનો સંકેત કરતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
અહીં એવો અભિપ્રાય હોઈ શકે કે શાસ્ત્ર એ સંશોઘનનો કે ઐતિહાસિક માહિતી સંગ્રહનો વિષય નથી. પણ શાસન અને પ્રાણશકિતનો સ્ત્રોત છે. કહ્યું છે ને - શાસના ત્રાપાશ્વ ગુર્થ: શä નિકળતો રગદ્વેષથી ઉદ્ધત બનેલા ચિતને સદ્ધર્મમાં અનુશાસન કરે અને દુઃખોથી રક્ષણ કરે, તેનું નામ શાસ્ત્ર
यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे। सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ।।
આવા શાસ્ત્રને સંશોધનમાત્રની દૃષ્ટિએ જોવું એ તો એ જિનાલયને મ્યુઝીયમ તરીકે જોવા બરાબર છે. શાસ્ત્રનું અધ્યયન થતું જાય, અધ્યાત્મઘારાનો અવિરત પ્રવાહ ચાલતો રહે રાગદ્વેષના પડળો ધોવાતા રહે એ જ શાનું પ્રયોજન છે. એ અધ્યાત્મઘારામાં ગ્રંથોના નામો અને અધ્યયન-ઉદ્દેશ-પ્રકરણને શ્લોકોના ક્રમાંકોનું સ્થાન એ પહ્મર્ષિઓએ ઉચિત નહીં ગમ્યું હોય. આ સિવાય બીજા પણ ઉમદા ઉદ્દેશોથી પૂર્વાચાર્યોએ આવી શૈલી સ્વીકારી હોય એ સંભવિત છે. આ એક દૃષ્ટિકોણ છે. ગ્રંથવિસ્તાર, સાક્ષીઓ, ગ્રંથના નામો અને શ્લોકાદિના ક્રમાંકો મુકવાનો પ્રતિક્ષેપ નથી. બીજા દૃષ્ટિકોણોથી આ બધું પણ ઉપયોગી છે તે નિઃશંક છે. તેથી જ પ્રાચીન શૈલીની પણ