________________
सूक्तोपनिषद् -
म्रियते रुदतां मध्ये,
ज्ञातीनां न स पूरुषः । । ९-५-१४ । ।
રાંકડાની જેમ વિલાપ કરતો, દુઃખી, ઘડપણથી જર્જરિત એવો જે રડતાં સગાઓની વચ્ચે મરી જાય છે, એ પુરુષ નથી (મનુષ્યજન્મની સાર્થકતા યોગસાધના દ્વારા સ્વ-પર કલ્યાણ કરવાથી થાય છે. અંત સમય સુધી જે ઘર-જંજાળોમાં જ પડે છે અને કોઈ શુભ કાર્યો દ્વારા કૃતકૃત્યતાના આનંદ વિના રુદન કરતો મરી જાય છે, જેનું મૃત્યુ મહોત્સવ નથી બનતું, હાય-વોય ને શોક માત્રનું કારણ બને છે, એ મનુષ્ય જ નથી.)
વસ્તીયા દિ વચનોત્તરઃ ||૯-૧૬૨-૪૪ના
કાયર લોકો બોલવામાં નિપુણ હોય છે.
क्षमा गुणो ह्यशक्तानां,
શક્કાનાં મૂળ ક્ષમા ||૧-૩૩-૪૬|| ક્ષમા એ અશક્ત જીવો માટે ગુણરૂપ છે અને શક્તિશાળીઓ માટે ભૂષણરૂપ છે.
गुरुरात्मवतां शास्ता,
૨૦
शास्ता राजा दुरात्मनाम् ।
अथ प्रच्छन्नपापानां
શાસ્તા થૈવસ્વતો યમઃ ||-૩૯-૭૧||
આત્મસાધક જીવોને ગુરુ અનુશાસન કરે છે. દુષ્ટાત્માઓનું અનુશાસન રાજા કરે છે પણ જે છૂપા પાપવાળા છે તેમનું અનુશાસન યમરાજ (કર્મસત્તા કે પરમાધામી આદિ) કરે છે.
[17]
રેશન ક
વાન મિત્ર મરિ−તઃ ||રૂ-૩૧૩-૬૪||
માણસ જે દાન કરે એ તેના મૃત્યુ બાદ તેનું મિત્ર બને છે. (દાનજનિત પુણ્ય પરલોકમાં કલ્યાણકારક બને છે.)
૨૮
द्व्यक्षरस्तु भवेन्मृत्युस्त्र्यक्षरं ब्रह्म शाश्वतम् । ममेति च भवेन्मृत्युर्न ममेति च शाश्वतम् ।।१२-१३-४।।
બે અક્ષર મૃત્યુ છે અને ત્રણ અક્ષર શાશ્વત બ્રહ્મ છે. ‘મારું’ એ મૃત્યુ છે અને ‘મારું કાંઈ નથી’ એ શાશ્વત છે. (શાશ્વત ગતિનું કારણ છે.)
धनं लभेत दानेन,
મૌનેનાડડજ્ઞાં વિશાંવતે !||૧૩-૭-૧૪|| રાજન્ ! ધન દાનથી મળે છે. અને આજ્ઞા-ઐશ્વર્ય (જનોમાં આદેયતા) મૌનથી મળે છે.
धनेन किं यन्न ददाति नाश्नुते,
बलेन किं येन रिपुं न बाधते ।
श्रुतेन किं येन न धर्ममाचरेत्
किमात्मना यो न जितेन्द्रियो वशी ।।१२-३२१-९३ ।। જેને આપતો નથી ને ભોગવતો નથી એવું ધન શું કામનું ? જેનાથી શત્રુઓને બાધા ન કરે (આંતરશત્રુઓને ક્ષીણ ન કરે) એવું બળ (મનુષ્ય જન્માદિ ઉત્તરોત્તર દુર્લભ સામગ્રીનું સામર્થ્ય) શું કામનું? જેનાથી ધર્મનું આચરણ ન કરે એવું શ્રુત શું કામનું ? અને જે જિતેન્દ્રિય અને કષાયાદિવિજેતા ન હોય એવા આત્માથી પણ શું ?