________________ 68 GR7 स्तवोपनिषद् - 67 એમણે શૈક્ષ-ઉમેદવારના પ્રકારો બતાવતાં કહ્યું છે કે કોઈ આપોઆપ ઉત્પન્ન થયેલ સંદેહવાળો હોય છે તો કોઈ બીજાના પ્રયત્નથી સંદેહવાળો હોય છે. કોઈમાં ગ્રંથ-શબ્દ ધારણ કરવાની શક્તિ હોય છે, તો કોઈમાં અર્થ ધારણ કરવાની શક્તિ હોય છે. ત્યારે બીજા કોઈમાં ગ્રંથ અને અર્થ બન્ને ધારણ કરવાની શક્તિ હોય છે. xxxx (5) આચારનું વર્ણન કરતાં તેઓ કહે છે કે શિષ્યોના આચાર તેમના પ્રયોજન પ્રમાણે અનેક પ્રકારના છે. xxxx (6) ત્યારબાદ આવતા ગીતાર્થ અને આસેવનપરિહાર એ શબ્દો (14-15) ખાસ જૈન પરંપરાના જ સાધક છે. - 19 મી બીલીમાં જૈનદર્શનપ્રસિદ્ધ જ્ઞાનદર્શન યાત્રિકો મોક્ષમાર્ગ તરીકે પ્રથમ નિર્દેશ છે. (1) પછી ઝીણી જ્ઞાનમીમાંસા છે. દ્રવ્યમીમાંસા પણ એમાં પ્રસંગે આવી છે, જેમાં જૈનશારુપ્રસિદ્ધ છ દ્રવ્યોમાંથી છેવટે જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યોના અસ્તિત્વ ઉપર ભાર મુકાયો હોય એવું આપાતતઃ ભાન થાય છે. (24-26) એમાં દ્રવ્યપર્યાય, વ્યંજનપર્યાય, સકલાદેશ, વિકલાદેશ (31) એ પારિભાષિક જૈન શબ્દો છે જ. વીસમી બત્રીશીમાં મહાવીરનું શાસન કેવું છે એ જણાવતાં સિદ્ધસેન કહે છે કે “જેમાં દ્રવ્ય અને પર્યાય તેમ જ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું નિરૂપણ હોય તે બધું વર્ધમાનનું જ શાસન છે.” (1) - એમાં એમણે વિવાદ કરતા વાદીઓને અનુલક્ષી કહ્યું છે કે “બધા વાદીઓના વક્તવ્યવિષયમાં પ્રમાણો પ્રવર્તે તો છે જ. છતાં એ બાપડા નામ અને આશયભેદથી વિવાદ કર્યા કરે છે.” (8). એમણે દોષોની શાંતિના ઉપાયો જણાવતાં કહ્યું છે કે “જે જ્ઞાન અથવા આચારથી દોષો ટળે તે તેઓની શાંતિના ઉપાયો છે. XXXX (9) રિશિષ્ટ (c) બંધાવાના અને છૂટવાના પ્રકારો જણાવતાં તેઓ કહે છે કે સંસારનાં અને મોક્ષની પ્રાપ્તિનાં નિમિત્તો સરખાં જ છે. ઓછાં કે વત્તાં નથી. (7) એમાં સન્મતિ ત્રીજું કાંડ ગા.૪૮-૪૯ ના જેવો જ બૌદ્ધ, સાંખ્ય અને કણાદ મતનો નિર્દેશ છે. (12) એમાં સકલાદેશ અને વિકલાદેશ શબ્દો પણ આવે છે જ. બાવીશમી દ્વાર્ગિશિકામાં પ્રમાણની ચર્ચા શરૂ કરી છેવટે તેમાં પરાર્થાનુમાનની જ ચર્ચા લંબાવેલી છે. તેમાં જૈનદૃષ્ટિએ પક્ષ, સાધ્ય, હેતુ, દૃષ્ટાંત, હેત્વાભાસ વગેરેનાં લક્ષણો છે અને છેવટે તેમાં નયવાદ અને અનેકાંતવાદ વચ્ચેનું અંતર બહુ જ સાષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે. એ ગ્રંથ જૈનન્યાયનો અભ્યાસ કરવા માટે રચાયો હોય એમ લાગે છે. એ ગ્રંથ ગુજરાતી વિવેચન અને પ્રસ્તાવના સાથે જુદો પણ પ્રકાશિત થયેલો છે. એકંદર લભ્ય બનીશીઓમાં અનેક સ્થળે એવા વિચારો છે કે જે સન્મતિતર્ક સાથે બરાબર મળે છે. - સુખલાલ અને બેચરદાસ (સમતિ તર્ક પ્રસ્તાવનામાંથી સાભાર) (પ્રસ્તુત લેખની તમામ વિગત સંપાદકને માન્ય છે તેવું નથી. પરમોપકારી પૂર્વાચાર્યોની ગરિમા તથા આમાન્યાનો અને સુવિહિત પરંપરાનો આદર કરવા સાથે સુજ્ઞ વાચકોએ સ્વયં પર્યાલોચન કરી અર્થ-નિર્ણય કરી શકાય.) સન્મતિ 1. જૈન સાહિત્યસંશોધક ખંડ 3 અંક પહેલો. બત્રીશી દા.ત. 1, 20 3, 8 ક, 28 1, 29 અને 1, 27 لي لي ان اي 3, 53