________________
© સ્તવોપનિષદ્
..... स्तोष्ये यतीन्द्र जिनवर्धमानम्
વજ્ર સિદ્ધસેનસ્તુતો મદાર્થ: :- આવી વાણીથી કલિકાલ સર્વજ્ઞે પણ જેમની મુક્તમને અનુમોદના કરી છે...
જેમની સ્તુતિઓ પરથી તેમને પોતાને સ્તુતિ રચનાની પ્રેરણા મળી, અને તેમણે તે સ્તુતિઓમાં નમ્ર અને નિખાલસભાવે જણાવ્યું કે ‘દિવાકરજી તો યૂથાધિપતિ ગજરાજ જેવા છે અને હું તો લથડિયા ખાતા તેના બચ્ચા જેવો છું.' સિદ્ધહેમવ્યાકરણમાં અનુ સિદ્ધસેન कवयः આ વચનથી તેમણે કહ્યું કે- દિવાકરજી સર્વ શ્રેષ્ઠ કવિ છે.
-
એવી તેમના કવિત્વની પરિમલ પ્રસરાવતી સ્તુતિઓ કઈ હશે, તે ખોળવા તેમની ઉપલબ્ધ થતી કૃતિઓનો વિચાર કરીએ. એ છે સન્મતિતર્ક, ન્યાયાવતાર, કલ્યાણમંદિર સ્તોત્ર અને એકવીશ દ્વાત્રિંશિકા. આ કૃતિઓ પર ષ્ટિપાત કરતા લાગે છે કે એ સ્તુતિઓ પ્રથમ પાંચ દ્વાત્રિંશિકાઓની હોવી જોઈએ.
એ પાંચ દ્વાત્રિંશિકા તથા કલિકાલસર્વજ્ઞકૃત અયોગ દ્વાત્રિંશિકામાંથી કેટલીક અદ્ભુત સ્તુતિઓ અહીં પ્રસ્તુત થઈ રહી છે. પ્રસિદ્ધ સ્તુતિ-સ્તવનો કરતાં કો'ક નવી જ ભાવાભિવ્યક્તિ આ સ્તુતિઓમાં છે.
પદલાલિત્ય, અલંકારો, અનુપ્રાસો, મધુરતા, અર્થગાંભીર્ય ઈત્યાદિ આંખે ઉડીને વળગે તેવી આ સ્તુતિઓની વિશેષતાઓ છે. પરમાત્મા પાસે આ સ્તુતિઓ લલકારતા અપૂર્વ ભાવોલ્લસો જાગ્યા વિના રહેતા નથી.
અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજીએ ‘સ્તુતિ' પર પ્રકાશ પાડતા કહ્યું છે કે શરીર, લાવણ્ય, સમવસરણ પ્રાતિહાર્ય વગેરેના વર્ણનથી કરાતી સ્તુતિ વ્યવહારસ્તુતિ છે - ગૌણ છે. જ્યારે પ્રભુના જ્ઞાનાદિ 2. સિદ્ધસેની બત્રીસીઓના પરિચય માટે જુઓ પરિશિષ્ટ.
-
ગુણોની સ્તુતિ નિશ્ચય સ્તુતિ છે વ્યવહાર-નિશ્ચય બંને નયો સમાવિષ્ટ
• સ્તવોપનિષદ્ હ
મુખ્ય છે.' આ સ્તુતિઓમાં
છે.
-
તેમાં જ્ઞાનવિષયક સ્તુતિમાં યથાર્થદેશનાના વર્ણનમાં આનુષંગિક રીતે પરદર્શનોની અયથાર્થતાનું વર્ણન પણ આવી જાય. જેમ કે કોઈની ક્ષમાના ગુણાનુવાદ કરવા હોય તો ફરજિયાતપણે બીજાના ક્રોધનું વર્ણન કરવું જ પડે. પણ એમાં નિંદાનો આશય નથી હોતો. એવો ન્યાય પણ છે કે न हि निन्दा निन्दितुं प्रवर्तते, अपि तु વિધેય સ્તોતુમ્ । માટે આવા સ્થળે નિંદાની શંકા ન કરવી. બીજી વાત છે સંબોધનની. ભગવાન માટે તું - આપ બંને જોવા મળશે. ક્યાંક તો એક જ સ્તુતિમાં બંને જોવા મળશે. હજી એક વિશેષતા - પ્રભુ માટે ‘તું’ અને પોતાના માટે ‘અમે’ નો પ્રયોગ પણ દેખાય છે. પહેલી નજરે તો આ કવિની ભૂલ લાગે.
મહાકવિ ધનપાલે પણ ઋષભ પંચાશિકામાં ‘તું અમારું કલ્યાણ કર’ આવો પ્રયોગ કર્યો છે. ટીકાકારે શંકા ઉઠાવી - ‘ઔચિત્યમાં નિપુણ એવા પણ ધનપાલ કવિએ આવો પ્રયોગ કેમ કર્યો ?' પછી પોતે જ સમાધાન કરતા કહ્યું છે ‘બધા પરમાત્મા તો સમાન ગુણોવાળા હોવાથી એક છે. જીવો અનેક ભેદવાળા છે. વળી કવિ ધનપાલ સ્વાર્થી નથી કે પોતાના એકલાનું કલ્યાણ માંગે. માટે પ્રભુ માટે એકવચન અને પોતે + સર્વ સંસારી જીવો માટે બહુવચન પ્રયોગ કર્યો છે.’
આ સિવાય, બહુ પ્રેમ હોય તો ય ‘તું’ પ્રયોગ કરાય છે. પોતાના માટે બહુવચન પ્રયોગ કરવો એવી નીતિ પણ છે. અનુવાદમાં ય તું, તમે, આપ બધું જોવા મળશે, તેનો ખુલાસો પણ આની સાથે જ આવી જાય છે. વળી પ્રભુ સાથેના મુક્ત વાર્તાલાપમાં જે સમયે જે નીકળ્યું એમાં સુધારા કરવાની જાણી જોઈને ઉપેક્ષા કરી છે.
૧. અધ્યાત્મસાર || ૧૮-૧૨૪,૧૨૫ ||.