________________
ઉત્તવોનિદ્
हे जिन ! असौ जनो मदभिप्रायेण मनुष्य एव न, यतो गुणदोषविवेकविहीनः, यत् त्वां त्रिभुवनातिशायिनं दृष्ट्वाप्युन्मादं न प्राप, संसारज्वराभिधं रोगं च न निराचकार।।
अतिशयितं वस्तु प्राप्य मनुष्यमात्रोऽप्युन्माद्यते, अगदं प्राप्य च गदमपनयतीत्यसौ तदभावात्पशुरेवेति हृदयम् ।
स्यादेतत्, अतिगम्भीरं मद्वचनमनवगम्य मयि प्रत्ययो दुर्लभः, ततश्च मनुष्योऽपि यदि मां न प्रतिपद्यते, ततः कोऽस्यापराध इति प्रश्नपरमिव भगवन्तं प्रत्याहતો એમની માનવતા પણ માનવા હરગીજ તૈયાર નથી, એમ સ્પષ્ટ કરતા કહે છે
ઓ દીનાનાથ ! મારા મંતવ્ય પ્રમાણે તો તે વ્યક્તિ માનવ જ નથી, અને મને લાગે છે કે એ ગુણ-દોષના વિવેકથી વંચિત છે. પશુને ય વિવેક નથી, ને એને ય નથી, તો બંનેમાં ફરક શું રહ્યો ?
કારણ કે ત્રણ ભુવનમાં સર્વોત્કૃષ્ટ એવા આપને જોયા પછી પણ એ ભક્તિભાવથી ગાંડો-ઘેલો થયો નથી. અને એણે સંસારરૂપી તાવને દૂર પણ કર્યો નથી.
ઉત્કૃષ્ટ વસ્તુ જોઈને તો કોઈ પણ માણસ હર્ષાતિરેકથી ગાંડા જેવો થઈ જાય, રામબાણ ઔષધ મળે ને પોતાનો રોગ દૂર કરી દે, પણ આ તો સાવ પ્રતિભાવરહિત હોવાથી પશુ જ છે.ll-૯ll
આમ તમે એ બિચારા પર તૂટી ન પડો. જરા વિચારો, અત્યંત ગંભીર એવું મારું વચન સમજે તો એને ખબર પડે ને, કે હું સર્વજ્ઞા છું. પણ એ વચન બધા ક્યાંથી સમજી શકે ? માટે એટલા માત્રથી એ મનુષ્ય મટીને પશુ કેમ થઈ જાય ? ભગવાને જાણે આ તર્ક ર્યો હોય, તેમ તેનું સમાધાન કરતાં ભક્ત કહે છે
૧૮
સવોનવ© तिष्ठन्तु तावदतिसूक्ष्मगभीरगाधाः,
संसारसंस्थितिभिदः श्रुतवाक्यमुद्राः। पर्याप्तमेकमुपपत्तिसचेतनस्य,
રાષઃ શયતું તવ સામેવાર-96TI हे भगवन् ! अतिसूक्ष्मार्थनिरूपिका गम्भीरप्रतिष्ठाः संसारस्य चिरकालीनस्थितेर्भेदयोनयः सिद्धान्तवचनमर्यादास्तावद् दूरे तिष्ठन्तु, युक्त्या विचार्यमाणं यस्य चेतनत्वं घटते तस्य तु काम-स्नेह-दृष्टिरागाग्निज्वालोपशमनविधावेकमात्रं तव रूपमेव पर्याप्तम्।
अवगम्यतां त्वद्वचनं मा वा, किन्तु वीतरागमुद्राभूषितं तव रूपं दृष्ट्वापि यस्य दृष्टिरागादिर्न पलायते तदास्य चैतन्यमेवानुपपन्नम्, आस्तां मानुष्यमिति हृदयम् ।
મારા નાથ ! તારા વચનો તો ઘણા સૂક્ષમ અર્થોનું નિરૂપણ કરે છે. એ ઘણા ગંભીર છે. એ વયનો જ સંસારસ્વરૂપનું ભાન કરાવી તેનાથી મુક્ત થવાનો ઉપાય પણ બતાવે છે. એ વચનો સમજવા એ બધાના ગજાની વાત તો નથી જ.
પણ અમે એ સમજવાનો દુરાગ્રહ રાખતા જ નથી. અમે તો કહીએ છીએ કે જે માણસ ખરેખર પરીક્ષા કરતા સાબિત થઈ શકે એવું ચૈતન્ય ઘરાવતો હોય, સાવ જડ ન હોય, એ તો માત્ર તારું રૂપ નિહાળે અને તેનો કામરાગ, સ્નેહરાગ ને દૃષ્ટિરાગ રવાના થઈ જાય. એ રાગોની જ્વાળાઓ શાંત થઈ જાય. તારું વચન સમજાય કે ન સમજાય પણ વીતરાગમુદ્રાથી વિભૂષિત એવું તારું રૂપ જોઈને પણ જેનો દષ્ટિરાગ જતો નથી એની ચેતનતા જ ગળે ઉતરતી નથી, તો માનવતાની ક્યાં વાત રહી ? અને જો દષ્ટિરાગ રવાના થતો હોય, તો એ જ તો તારા પ્રત્યેની શરણાગતિ છે.ર-૧૫ી.