________________
- વૈવિભાષિતાનિ –
- 13 मिच्छत्ते अन्नाणे अविरतिभावे य अपरिचत्तम्मि । वत्थस्स परिच्चातो परलोगे कं गुणं कुणइ ? ||१०७४।।
આ રીતે શ્વેતાંબરીય ગ્રંથોમાં તો યથાવાતાદિ લિંગના અભિનિવેશનું ખંડન કર્યું જ છે, દિગંબરીય ગ્રંથોમાં પણ તેનું કડક શબ્દોમાં ખંડન કરવામાં આવ્યું છે. ભાવપ્રાભૂતના આ શબ્દો જુઓ
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण । पंथिय सिव पुरिपंथं जिणउवइ8 पयत्तेण ।।६।। णग्गो पावइ दुक्खं णग्गो संसारसागरे भमति । णग्गो ण लहइ बोहिं जिणभावणवज्जिओ सुइरं ।।६८।। લિંગના અભિનિવેશથી મુક્ત થયેલા, સર્વત્ર સમદષ્ટિ ધરાવતા, સ્યાદ્વાદ - સુધાનું પાન કરતાં મહાત્માઓનો ઉદ્ગાર તો એ જ હોય કે ચાહે કોઈ પણ લિંગ હોય, જો હૃદયમાં સમતારસના ઝરણા વહી રહ્યા છે, તો મુક્તિ સુનિશ્ચિત છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે –
सेयंबरो य आसंबरो य बुद्धो य अहव अण्णो वा । समभावभावियप्पा, लहेइ मोक्खं ण संदेहो ।।
- અવધપ્રશ્નરને રૂા. યોગસાર પ્રકરણમાં પ્રાચીન પરમર્ષિએ કહ્યું છે કે મારો ધર્મ સાચો કે તારો એનો વિવાદ શું કરો છો ? જ્યાં સમતા છે ત્યાં શુદ્ધ ધર્મ છે. જો સમતા ન હોય, તો સ્વ કે પર કોઈ શુદ્ધ નથી –
यत्र साम्यं स तत्रैव किमात्मपरचिन्तया ? । जानीत तद्विना हंहो ! नात्मनो न परस्य च ।।८२।।
ઉપરોક્ત સમગ્ર પ્રબંધ એકાન્તવાદ, મત્સર અને અભિનિવેશાદિ દોષોના નિરાકરણ માટે છે. આનાથી કોઈ એમ ન સમજી લે કે મહાત્માઓ, જૈનેતર પાખંડીઓ અને ગૃહસ્થો બધા સરખા જ છે. કારણ કે અન્યલિંગસિદ્ધ અને ગૃહિલિંગસિદ્ધ અત્યd અલા હોય
14
- નાર્કોનિષદ્ - છે. આશ્વર્યભૂત હોય છે. મોટા ભાગના સિદ્ધો તો સ્વલિંગસિદ્ધ જ હોય છે. કારણ કે આ જ રાજમાર્ગ છે. અન્યલિંગો કે ગૃહિલિંગ પણ જ્ઞાનોત્પત્તિ તો ભાવલિંગની પ્રાપ્તિ થયા બાદ જ થાય છે. ભરતચક્રવર્તિને કેવળજ્ઞાન થયું, ત્યારે ઈન્દ્રાદિ દેવો આવ્યા પણ વંદન તો ત્યારે જ કર્યું જ્યારે તેમણે લિંગ(વેષ)નું ગ્રહણ કર્યું. આ જ રીતે પ્રત્યેકબુદ્ધોના વિષયમાં પણ સમજવું જોઈએ. પંચકાભાષ્યમાં કહ્યું છે કે –
दट्टण दवलिंगं कुव्वंते ताणि इंदमादी वि । लिंगंमि अविज्जते ण णज्जति एस विरओ त्ति ।। पत्तेय बुद्धो जाव, गिहिलिंगी अहव अन्नलिंगीसु । देवा वि ता ण पूए, मा पुज्ज होहिति कुलिंग ।।
ઈન્દ્ર વગેરે પણ દ્રવ્યલિંગને જોઈને જ વંદનાદિ કરે છે. કારણ કે જ્યાં સુધી સર્વવિરતિઘરનો વેષ વિદ્યમાન ન હોય, ત્યાં સુધી આ આત્મા વિરત છે, એવું જણાતું નથી.
પ્રત્યેકબુદ્ધ પણ જ્યાં સુધી ગૃહિલિંગમાં કે અન્યલિંગમાં હોય ત્યાં સુધી દેવો પણ તેમને વંદનાદિ કરતાં નથી. કારણ કે તેઓ વિચારે છે કે જે અમે ગૃહસ્થવેષમાં કે તાપસાદિના વેષમાં રહેલા પ્રત્યેકબુદ્ધને પૂજશું તો લોકો અમારું આલંબન લઈને કુલિંગને પૂજતાં થઈ જશે. કારણ કે છઘસ્યો સમાનવેષમાં રહેલા પ્રત્યેકબુદ્ધ મહર્ષિ અને મિથ્યાત્વી કે અવિરત વચ્ચેનો ભેદ જાણી શકતાં નથી.
માટે જેઓ માત્ર સમભાવ ના ગાણા ગાઈને લિંગનો અપલાપ કરે છે - મનિવેષને નિરર્થક કહે છે, તેઓએ પણ અનેક નયોથી પ્રસ્તુત સાક્ષીઓના ગંભીર તાત્પર્યનો પરામર્શ કરવો જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમસ્વામિ અને કેશીસ્વામિના સંવાદમાં લિંગનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે –