________________
ऋषिभाषितानि
-
पच्चयत्थं च लोगस्स नाणाविहविगप्पणं । जत्तत्थं गहणत्थं च लोगे लिंगपओयणं ।।२३-३२।। આ સર્વવિરતિધરો છે એવી લોકોને શ્રદ્ધા થાય પ્રતીતિ થાય, તે માટે લિંગનું પ્રયોજન છે. જો સર્વવિરતિધરો નિયતવેષરૂપ લિંગનું ધારણ ન કરે તો પછી વિડંબકો વગેરે પણ યથેષ્ટ વેષ લઈને લોકો પોતાનો સત્કાર કરે તે માટે “અમે વિરતિધર છીએ” એમ કહી દે. અને પછી તો જે ખરા વિરતિધર છે, તેમનામાં પણ લોકોને “આ વિરતિધરો છે”, એવો વિશ્વાસ ન રહે.
આ કારણથી વર્ષાકલ્પાદિ અનેક પ્રકારની ઉપધિનું વિધાન કરવામાં આવ્યું છે. એ ઉપધિ - ઉપકરણો વિરતિઘરમાં જ સંભવે, માટે આ વિરતિધર જ છે એવો લોકોને વિશ્વાસ થાય છે.
વળી યાત્રા = સંયમનિર્વાહ માટે લિંગનું પ્રયોજન છે. જો વર્ષાકલ્પ વગેરે ન હોય તો વરસાદ વગેરેમાં સંયમવિરાધના જ થાય.
તથા ગ્રહણ = જ્ઞાન માટે લિંગ ઉપયોગી છે. અર્થાત્ ક્યારેક કોઈ કારણથી ચિત્તવિપ્લવ થાય ત્યારે પણ વેષ દ્વારા તે જીવને જ્ઞાન થાય કે “હું સંયત છું” આથી પણ લિંગનું પ્રયોજન છે. ઉપદેશમાળામાં કહ્યું છે કે
धम्मं रक्खड़ वेसो, संकड़ वेसेण दिक्खिओमि अहं ।
૩મ્મોન પડત રજ્જુડ઼ રાયા નળવા ન ારા
-
15
વેષ ધર્મની રક્ષા કરે છે. વેષથી અકાર્ય કરતા ભય પામે છે કે હું તો દીક્ષિત છું, મારાથી આવું શી રીતે થઈ શકે ? અને આ રીતે જેમ રાજા રાષ્ટ્રની રક્ષા કરે, તેમ વેષ ઉન્માર્ગે જતા આત્માનું રક્ષણ કરે છે.
આ જ કારણોસર કોઈ સાધુ ગૃહિલિંગને કે અન્યલિંગને ધારણ કરે તો તેને મૂલપ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, હા, દુષ્ટ રાજા વગેરે પુષ્ટાલંબનથી ગૃહિલિંગાદિ ધારણ કરે તો તે શુદ્ધ છે.
16
आर्षोपनिषद् -GR
-
પંચકલ્પભાષ્યપૂર્ણિમાં કહ્યું છે
निक्कारणे गिहत्थलिंगं अन्नतित्थियलिंगं वा करेइ मूलं । o बियप कारणजाए रायदुट्टमाईहिं गिहिलिंगमन्नलिंगं वा करेंतो મુદ્દો ।
આ વિધાનોથી પણ સ્વલિંગ (મુનિવેષ)ની મહત્તા સિદ્ધ થયા વિના રહેતી નથી. પ્રસ્તુત સૂત્રના પ્રત્યેકબુદ્ધમહર્ષિઓના નામશ્રવણ માત્રથી તથા આધુનિક વિચારકોની કલ્પનાઓથી કોઈ સ્વ-પરનું અહિત ન કરી બેસે તે માટે અનેક દૃષ્ટિકોણોથી પ્રસ્તુત વિષયોનો વિસ્તાર કર્યો છે, જે અસ્થાને નહીં ગણાય.
ઋષિભાષિતની ભીતરમાં
અનેક વિષયો પર માર્મિક - સચોટ અને હૃદયંગમ ઉપદેશ એ ઋષિભાષિતસૂત્રની આગવી વિશેષતા છે. મહાવ્રતો, કર્મ, કષાયત્યાગ, વિષયાસક્તિ ત્યાગ, સમર્પણ, સમતા, લોકૈષણા, ભિક્ષાચર્યા, દુઃખવિપાક, પુણ્ય અને પાપના ફળ, આર્યત્વ, નાસ્તિકતાનિરાકરણ, જ્ઞાનમાહાત્મ્ય, ભાવબ્રાહ્મણતા, શુદ્ધ આચાર, લોકસ્વરૂપ, આધ્યાત્મિક કૃષિ, ઉપસર્ગસહન, પુણ્યાનુબંધિ પુણ્ય, ઈચ્છાનિરોધ, જિનાજ્ઞામાહાત્મ્ય, ગારવત્યાગ આદિ અનેક વિષયો પર અહીં જે નિરૂપણ થયું છે એ વાંચન કરતાં ખરેખર અમૃતના ઘુંટડા ઉતારતાં હોઈએ એવો અનુભવ થાય છે. રોમરાજી વિકસ્વર થયા વિના રહેતી નથી. વૈરાગ્યના ઉપદેશનું શ્રવણ કરતા વિષયો પર ધિક્કાર છૂટી ગયા વિના રહેતો નથી. દુઃખવિપાકનું અવગાહન કરતાં ધ્રુજારી છૂટી જાય છે. અધ્યાત્મના પ્રશાન્ત મહાસાગરમાં ગરકાવ થઈએ એટલે બહાર આવવાનું મન થતું નથી. દુન્યવી આશંસાઓ ઓગળી ગયા વિના રહેતી નથી.
આ તો માત્ર અનુભવગમ્ય વાસ્તવિકતા છે. પ્રસ્તુત સૂત્રના સમ્યક્ અધ્યયનથી તેનો સાક્ષાત્કાર થઈને જ રહેશે. ધન્ય છે એ