________________
ત્રણમાષિતાનિ
ii છે. જો જીવહિંસાથી મુક્તિ થઈ શકે તો તો સર્વ જીવોનો મોક્ષ થઈ જાય, દઢપહારી જેવા સ્ત્રીહત્યા, ભૃણહત્યા વગેરે મહાપાપો કરીને મોક્ષે ગયા હતાં. આવું કોઈ કહે તો આપણે શું સમજશું ? પાપો કરીને પણ તેનો તીવ પશ્ચાતાપ, આલોચના, પ્રાયશ્ચિત્ત કરીને ચારિત્રની ઉગ્ર સાધના કરીને મોક્ષે ગયા હતાં. મોક્ષનું કારણ તો ચારિત્ર જ હતું. પાપો નહીં. આ રીતે પ્રસ્તુતમાં પણ સમજવું જોઈએ. વળી પ્રત્યેકબુદ્ધત્વની પ્રાપ્તિ થયા બાદ પણ પૂર્વાવસ્થાની અપેક્ષાએ પરિવ્રાજક, બુદ્ધ વગેરે વ્યપદેશ થાય, તેમાં કશું જ અઘટિત નથી. શાંતચિતે ઉપરોક્ત તત્વનો વિચાર કરીએ, તો અનેક શંકાઓના સમાધાન થવા સાથે હદયમાં જિનશાસન પ્રત્યેનો અહોભાવ ઉલ્લસિત થયા વિના ન રહે. સ્યાદ્વાદદર્શન પ્રત્યે અંતર ઝુકી ગયા વિના ન રહે. સમતારસના ઝરણા વહેતાં થયા વિના ન રહે.
જો ભાવલિંગ હાજર છે, તો દ્રવ્યલિંગનો આગ્રહ રાખવો - તેના નામે વેર ને મત્સર કરવા એ અનુચિત છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે –
भावलिङ्ग हि मोक्षाङ्ग, द्रव्यलिङ्गमकारणम् । द्रव्यं नात्यन्तिकं यस्मान्, नाप्येकान्तिकमिष्यते ।।
- અધ્યાત્મણરે ૮-૮૪ની લિંગપ્રાભૃતમાં કહ્યું છે - धम्मेण होइ लिंगं, ण लिंगमत्तेण धम्मसंपत्ती । जाणेहि भावधम्मं, किं ते लिंगेण कायवो ? ।।२।। ભાવપાભૂતમાં કહ્યું છે - भावो हि पढमलिंगं, ण दव्वलिंगं च जाण परमत्थं । भावो कारणभूदो, गुणदोसाणं जिणा बिति ।।२।।
- આપનિષદ્ -©S સમાધિશતકમાં કહ્યું છે – लिङ्ग देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यते भवात्तस्मात् ते ये लिङ्गकृताग्रहाः ।। સમયસારમાં કહ્યું છે – ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बिति ।।४१०।। સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં કહ્યું છે - न खलु द्रव्यलिङ्गं मोक्षमार्गः,
શરીરશ્રત સત પદ્રવ્યવા दर्शनज्ञानचारित्राण्येव मोक्षमार्गः,
आत्माश्रितत्वे सति स्वद्रव्यत्वात् ।। ઉપરોક્ત સર્વવચનો લિંગસંબંધી અનેકાન્તવાદની ઉદ્ઘોષણા કરે છે. ઉત્તરાધ્યયન સૂરમાં એક પ્રસંગનું નિરૂપણ છે. જેમાં એક મહાત્મા યજ્ઞમાં ગોચરી વહોરવા જાય છે. યજમાન કહે છે કે હું તો બ્રાહ્મણને દાન આપીશ. અને ત્યારે મહાત્મા તેને પ્રતિબોધ કરવા માટે ભાવબ્રાહમણનું હદયંગમ વર્ણન કરે છે. બ્રાહ્મણ-જાતિ-વેષરૂપી દ્રવ્યલિંગનો યજમાનનો જે આગ્રહ હતો એ તેનાથી ઓગળી જાય છે. અને તે યાત્રિનો સ્વીકાર કરે છે. (ઉત્તરાધ્યયન સૂઝ, અધ્યયન-૨૫).
આ જ મુદ્દો લઈને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર આદિ ગ્રંથોમાં દિગંબરોને પણ હિતશિક્ષા ફરમાવી છે -
यथाजातदशालिग - मादव्यभिचारि चेत् ? । विपक्षबाधकाभावात्, तद्धेतुत्वे तु का प्रमा? ।।
ત્યાદ્રિ - અધ્યાત્મિસારે ૨૮/૧૮-૬૮. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મસંગ્રહણી નામના ગ્રંથમાં દિગંબરોને માર્મિક ટકોર કરી છે –