________________
--ઋસિદ્ધિ: -
तदन्यावरणाभावाद्, भावे वास्यैव कर्मता। तन्निराकरणाद् व्यक्ति-रिति तद्भेदसंस्थितिः।।२।।" इति ।
(શાસ્ત્રવાર્તાસંમુત્ર ૧/-૧૦૦) किञ्च- सा शक्तिः स्वर्गादिजनने समर्थाऽसमर्था वा ?, समर्था चेत् ? क्रमेण स्वर्गादिजनिका युगपद्बा ?, न तावत् क्रमेण, यतः कथं न जनयेत् नरत्वाद्युत्पत्ती कालान्तरभावि स्वर्गादिकम्, समर्थस्य कालक्षेपायोगात् कालक्षेपे चासामर्थ्यप्राप्तेः । ननु समर्थाऽपि सहकारिसन्निधिमपेक्षत इति चेत् ? तर्हि तस्या असामर्थ्यम्, अपरसहकारिसापेक्ष
કારણ કે તેનાથી ભિન્ન એવું કોઈ આવરણ તમે માવ્યું નથી. જો આવરણ હોય, તો એ જ કર્મ છે. તે આવરણનું નિરાકરણ કરવાથી આત્મશક્તિની અભિવ્યક્તિ થાય છે. આ રીતે ભિન્ન એવું ‘કર્મ સિદ્ધ થાય છે. III
વળી તમે માનેલી શક્તિ સ્વર્ગ વગેરેને ઉત્પન્ન કરવા સમર્થ છે કે નથી ? જે સમર્થ છે. તો એ સ્વર્ગાદિને કમથી ઉત્પન્ન કરે છે કે એક સાથે ? ક્રમથી ઉત્પન્ન કરે એ તો ઘટતું નથી. કારણ કે તે
જ્યારે મનુષ્યપણા વગેરેને ઉતપન્ન કરે છે. ત્યારે કાળાન્તરે થનારા એવા સ્વર્ગ વગેરેને કેમ ઉત્પન્ન નહીં કરે ? કારણ કે જે સમર્થ હોય, તેને કાળનો વિલંબ ન ઘટે. કાળનો વિલંબ થાય, તો તે તેનું અસામર્થ્ય બતાવે છે. માટે તે સ્વર્ગાદિને ક્રમશઃ ઉત્પન્ન કરે છે તો ઘટતું નથી.
પૂર્વપક્ષ :- જુઓ, આત્મશક્તિ તો તે તે કાર્યોને કરવા માટે સમર્થ જ છે, પણ તેને સહકારીઓના સાન્નિધ્યની અપેક્ષા છે, તેથી તે ક્રમશઃ કાર્ય કરે છે.
ઉત્તરપક્ષ :- તો એ અસમર્થ ઠરે છે. કારણ કે તેને અન્ય સહકારીઓની અપેક્ષા છે.
१३४
-મસિદ્ધિઃवृत्तित्वात् । ननु सा नापेक्षते, किन्तु नोत्पाद्यते स्वर्गादिकं दानादिक्रियां विनाऽतोऽपेक्षत इति चेत् ? न, समर्थस्य प्रसह्य घटनात्, अन्यथा तस्या असामर्थ्यप्राप्तेः । ननु समर्थमपि बीजं भूमिजलादिसामग्री प्राप्यैवाङ्कुरं जनयति नान्यथेति चेत् ? ननु तर्हि दानादिक्रिया शक्तरुपक्रियेत न वा ?, नोपक्रियेतेति चेत् ? तर्हि दानाद्यभावत इव दानादितोऽपि न जनयति, उपकाराकरणात् । यधुपक्रियेत तदा स उपकार शक्तभिन्नोऽभिन्नो
પૂર્વપક્ષ :- અરે, આત્મશક્તિને સહકારીઓની અપેક્ષા નથી. પણ આ તો દાનાદિ ક્રિયા વિના સ્વર્ગ વગેરેને ઉત્પન્ન કરી શકતા નથી. માટે તે તેમની અપેક્ષા રાખે છે.
ઉત્તરપક્ષ :- આવા ગલ્લા-તલ્લા ન ચાલે. જે સમર્થ હોય એ તો જોર કરીને પણ કાર્ય કરે જ. અન્યથા તેનું અસામર્થ્ય પૂરવાર થાય છે.
પૂર્વપક્ષ :- તમે તો ભારે કદાગ્રહી છો. અંકુરને ઉત્પન્ન કરવા માટે બીજ સમર્થ છે. આમ છતાં પણ તે પૃથ્વી, પાણી વગેરે સામગ્રીને પામીને જ અંકુર ઉત્પન્ન કરે છે, અન્યથા અંકુરની ઉત્પત્તિ નથી કરતું. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.
ઉત્તરપક્ષ :- અચ્છા, તો તમે જરા એટલું કહેશો કે દાનાદિ ક્રિયાઓ રૂપી જે સહકારીઓ છે, તેઓ આત્મશક્તિ પર કોઈ ઉપકાર કરે છે કે નહીં ? અર્થાત તે સહકારીઓ આત્મશક્તિમાં કોઈ વિશિષ્ટતાને ઉત્પન્ન કરે છે કે નહીં ? જો ઉપકાર ન કરતા હોય, તો જેમ દાનાદિના અભાવે આત્મશક્તિ સ્વર્ગાદિને ઉત્પન્ન નથી કરતી, તેમ દાનાદિ દ્વારા પણ ઉત્પન્ન નહીં કરે. કારણ કે તેનામાં દાનાદિ દ્વારા કોઈ વિશિષ્ટતા – ફેરફાર થયો જ નથી.
હવે આ આપતિથી છૂટવા માટે તમે એમ કહો કે ઉપકાર કરાય છે. તો તે ઉપકાર આત્મશક્તિથી ભિન્ન છે કે અભિન્ન ? જો