________________
-~~ર્મસિદ્ધિઃ -
- ૨ ? हेत्वन्तरमाश्रयणीयं स्यात्, अन्यथाऽऽकस्मिकत्वापत्तेः। ननु दानादिक्रियासम्बन्धादात्ममात्राजन्यत्वे सति आत्मव्यतिरिक्ताऽसाधारणजन्यत्वमेव सेति चेत् ? न, आत्मनोऽनुपचये तस्या अप्रादुर्भावात्, दानादिक्रियातः तदुपचये पुष्टिहेतुत्वेनादृष्टसिद्धिरावश्यकीति जन्यपक्षोऽपि भवतां न क्षेमङ्करः, नाप्यजन्यपक्षः, तथाहि- अजन्यापि सा किमावृतानावृता वा ?, आवृता चेत् ? समीहितमस्माकं 'यदेवावरणं तदेव कर्म' इति । अनावृता चेत् ? अहर्निशं स्वर्गादिकार्यं कथं न जनयति ?, છે કે અજન્ય ? જો જન્ય હોય તો એ આત્મશક્તિની ઉત્પત્તિમાં આત્મા સિવાયની કોઈ વસ્તુ અવશ્ય કારણ માનવી પડશે. અવ્યથા એ આત્મશક્તિ આકસ્મિક = નિર્દેતુક થઈ જવાની આપત્તિ આવશે. પણ જે જન્ય હોય એનું કોઈ ને કોઈ કારણ અવશ્ય હોય છે. માટે એને નિર્દેતુક ન માની શકાય,
પૂર્વપક્ષ :- દાનાદિ ક્રિયાના સંબંધથી આત્મામાત્રથી અજન્ય હોવા સાથે આત્મથી વ્યતિરિક્ત એવા અસાધારણકારણથી જન્યપણું એ જ આત્મશક્તિરૂપત છે.
ઉત્તરપક્ષ :- ના, આવું ન માની શકાય, કારણ કે આત્માનો ઉપયય ન થયો હોય, તો એવી આત્મશક્તિનો પ્રાદુર્ભાવ જ ન થાય. દાન વગેરે ક્રિયાથી આત્માનો ઉપચય માનો તો તે ઉપચય = પુષ્ટિના કારણરૂપે કર્મસિદ્ધિ આવશ્યક છે. માટે આત્મશક્તિ જન્ય છે એવો પક્ષ તમારી માન્યતાનું કુશળકારક નથી.
વળી આત્મશક્તિ અનન્ય છે, એવું માનવું પણ ઉચિત નથી. કારણ કે અજન્ય એવી પણ આત્મશક્તિને કેવી માનશો ? આવૃત કે અનાવૃત ? જો આવૃત હોય તો એ અમને ઈષ્ટ જ છે, કારણ કે જે આવરણ છે, તે જ કર્મ છે. જો અનાવૃત હોય, તો દિવસ-રાત સ્વર્ગ વગેરે કાર્યોને કેમ ઉત્પન્ન નથી કરતી ?
१३२
- રિદ્ધિ:-- व्यजकाभावादिति चेत् ? ननु तत्र कस्य व्यञ्जकत्वम् ?, दानादिक्रियाया इति चेत् ? न, व्यर्थव व्यञ्जकत्वकल्पना, नित्यनिर्वृतत्वेनावरणाऽयोगात्। नित्यायाः शक्तेः कार्यान्तरं प्रत्यनावृतत्वेऽपि प्रकृतकार्य प्रत्याभिमुख्यभावात् तत्रावरणकल्पनेत्यर्धजरतीयन्यायस्वीकारेऽपि कर्मरूपता स्वीकृतैवेति।
થકુમ્ - “अस्त्येव सा सदा किन्तु, क्रियया व्यज्यते परम्। आत्ममात्रस्थिताया न, तस्या व्यक्तिः कदाचन ।।१।।
પૂર્વપક્ષ :- જુઓ, આત્મશક્તિ તો અનાવૃત જ છે. પણ તેને વ્યંજક ન મળવાથી તે સ્વર્ગાદિ કાર્યોનું સતત ઉત્પાદન નથી કરતી.
ઉત્તરપક્ષ :- અચ્છા, તો ત્યાં વ્યંજક કોને માનશો ?
પૂર્વપક્ષ :- એમાં વળી શું પૂછવું તું ? દાનાદિ ક્રિયા એ જ વ્યંજક છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે વ્યંજકપણાની કલાના વ્યર્થ જ છે. અજન્ય એવી આત્મશક્તિ નિત્ય અસ્તિત્વ ધરાવે છે. માટે તેનું આવરણ માનવું ઉચિત નથી.
પૂર્વપક્ષ :- નિત્ય એવી આત્મશક્તિ અન્ય કાર્ય પ્રત્યે અનાવૃત હોવા છતાં પણ પ્રસ્તુત કાર્ય પ્રત્યે અભિમુખ થઈ છે, માટે તેમાં આવરણની કલાના કરાય છે.
ઉત્તરપક્ષ :- આ તો તમે અર્ધજરતીય ન્યાય સ્વીકારી લીધો. આમ છતાં પણ આવરણનો સ્વીકાર કર્યો એ કર્મરૂપતાનો જ અંગીકાર કર્યો છે. કહ્યું પણ છે -
આત્મશક્તિ સદા છે જ પણ ક્રિયાથી તેની અભિવ્યક્તિ કરાય છે, એવું કહો તે ઉચિત નથી. કારણ કે તે આત્મામાં જ રહેલી છે. તેથી કદી પણ તેની અભિવ્યક્તિ ન ઘટી શકે. III