________________
—ર્મસિદ્ધિ
“प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः,
सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ।
भूतानां महति कृतेऽपि हि प्रयत्ने,
नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥ 19 ॥” इति । સૂત્રતાનોઽષિ (૧-૨/૨-૩)
“ न तं सयं कडं दुक्खं कओ अन्नकडं च णं ।
सुहं वा जइ वा दुक्खं सेहियं वा असेहियं ॥ १ ॥
सयं कडं न अण्णेहिं वेदयन्ति पुढो जीया ।
संगइअं तं जहा तेसिं इहमेगेसि आहिअं । । २ । ।” वृत्ति:- यत्तः प्राणिभिरनुभूयते सुखं दुःखं स्थानविलोपनं वा न તત્ ‘સ્વયં’લાત્મના પુરુષારેખ ‘ઋત’ નિાવિતમ્, દુઃમિતિ
શાસ્ત્રકારોએ તે મુજબ કહ્યું પણ છે – જે અર્થ નિયતિના બળના આશ્રયથી પામવાનો હોય, તે શુભ હોય કે અશુભ, મનુષ્યો તેને અવશ્ય પામે જ છે. જીવો ગમે તેટલો મોટો પ્રયત્ન પણ કેમ ન કરે ? જે થવાનું ન હોય, તે થતું નથી અને જે થવાનું હોય તેનો નાશ થતો નથી.
સૂત્રકૃતાંગ નામના આગમમાં પણ કહ્યું છે
તે દુઃખ સ્વયં કરેલું નથી. કોનાથી = બીજા કોઈ કાળ વગેરેથી કરેલું છે ? સુખ કે દુઃખ હોય. મોક્ષનું સુખ હોય કે સંસારનું દુઃખ હોય, જુદા જુદા જીવો જે અનુભવે છે, તે સ્વયંકૃત નથી, અન્યોએ કરેલું પણ નથી. પણ તે નિયતિકૃત છે એવું અમુક વાદીઓના મતમાં કહ્યું છે.
અહીં ટીકા આ મુજબ છે – તે પ્રાણીઓથી જે સુખ, દુઃખ કે સ્થાનવિલોપન અનુભવાય છે, તે સ્વયં-પોતે પુરુષાર્થથી કર્યું નથી. અહીં ‘દુ:ખ’ એવું કહ્યું તે કારણમાં કાર્યનો ઉપચાર કરીને દુઃખકારણ
ધર્મસિદ્ધિ
कारणे कार्योपचारात् दुःखकारणमेवोक्तम्, अस्य चोपलक्षणत्वात् सुखाद्यपि ग्राह्यम्, ततश्चेदमुक्तं भवति योऽयं सुखदुःखानुभवः स पुरुषकारकृतकारणजन्यो न भवतीति तथा कुतः 'अन्येन' कालेश्वरસ્વમાવળમાંવિના ધ તં મવેત્ ? ‘” મિત્યનારે, તથા દિ – यदि पुरुषकारकृतं सुखाद्यनुभूयेत ततः सेवकवणिक्कर्षकादीनां समाने पुरुषकारे सति फलप्राप्तिवैसादृश्यं फलाप्राप्तिश्च न भवेत्, कस्यचित्तु सेवादिव्यापाराभावेऽपि विशिष्टफलावाप्तिर्दृश्यते इत्यतो न पुरुषकारात्किञ्चिदासाद्यते, किं तर्हि नियतेरेवेति एतच्च द्वितीयश्लोकान्तेऽभिधास्यते, नापि कालः कर्ता, तस्यैकरूपत्वाज्जगति फलवेचित्र्यानुपपत्तेः कारणभेदे हि कार्यभेदो भवति, नाभेदे, तथाहिअयमेव हि भेदो भेदहेतुर्वा घटते यदुत विरुद्धधर्माध्यासः कारणभेदश्च । જ કહ્યું છે. આ ઉપલક્ષણ છે. તેના પરથી સુખાદિ પણ સમજવું. માટે અહીં આવો આશય છે - જે આ સુખ-દુઃખનો અનુભવ છે, તે પુરુષાર્થ વડે કરાયેલા કારણથી થતો નથી. તથા ક્યાંથી થાય છે ? કોઈ અન્ય કાળ-ઈશ્વર-સ્વભાવ-કર્મ વગેરેથી થાય છે ? તે આ
મુજબ- જો અનુભવાતું સુખ પુરુષાર્થથી કરાયું હોય, તો સેવક, વેપારી, ખેડૂત વગેરે સમાન પુરુષાર્થ કરે છે તેમને ફળપ્રાપ્તિમાં વિસર્દશતા થાય છે, તે ન ઘટે. કેટલાકને ફળ નથી મળતું તેવું પણ ન થાય. વળી કો'કને તો સેવા વગેરે કોઈ પ્રવૃત્તિ ન કરવા છતાં પણ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ દેખાય છે. માટે પુરુષાર્થથી કાંઈ જ મેળવી શકાતુ નથી.
પ્રશ્ન :- તો પછી શેનાથી મેળવી શકાય છે ?
५८
ઉત્તર :- નિયતિથી જ. આ વાત દ્વિતીય શ્લોકના અંતે કહેશે.
વળી ‘કાળ કર્તા છે' એવું પણ નથી. કારણ કે તે એકરૂપ હોવાથી જગતમાં ફળની વિચિત્રતા ન ઘટે. કારણભેદ થાય તો જ કાર્યભેદ થાય. કારણનો અભેદ હોય તો કાર્યનો ભેદ ન થઈ શકે.