________________
રે
-~~ર્મસિદ્ધિઃ - स्यान्धत्वादावपि बोध्यम्।
તકુમ્ – 'नियतेनैव रूपेण, सर्वे भावा भवन्ति यत्। ततो नियतिजा ह्येते, तत्स्वरूपानुवेधतः ।।१।। यद्यदैव यतो यावत्, तत्तदैव ततस्तथा। नियतिं जायते न्यायात्, क एतां बाधितुं क्षमा ?।।२।।' इति
શાસ્ત્રવાર્તાસમુચ્ચયે (૨/૬૧-૬૨) अनुमानं चेत्वम्- सर्वे भावाः नैयत्यनियामकतत्त्वान्तरोद्भवाः, सजातीयविजातीयव्यावृत्तस्वभावानुगतरूपेणैव प्रादुर्भावात्, नियतिकृतસિવાય બીજું કયું કારણ છે ? આ જ રીતે ચક્રવર્તીનું ઉચ્ચ પુણ્ય ભોગવનાર, સોળ હજાર દેવો જેની સેવા કરતા હતા. તેવો બ્રહ્મદત પણ આંધળો થઈ ગયો. એ પણ બે બદામના ગોવાળિયાથી. આમાં નિયતિ વિના કોને હેતુ કહેશો ? માટે જ કહ્યું છે –
સર્વે પદાર્થો નિયતરૂપે જ થાય છે. માટે નિયતસ્વરૂપથી અનુવિદ્ધ હોવાના કારણે સર્વે પદાર્થો નિયતિથી ઉત્પન્ન થયા છે. Illi
જે જ્યારે જેનાથી જ્યાં સુધી થવાના હોય, તે ત્યારે જ તેનાથી ત્યાં સુધી નિયતરૂપે જ થાય છે. આ જ સનાતન જાય છે. માટે નિયતિનો બાધ કરવા કોણ સમર્થ છે ? Ill
નિયતિની હેતુતાને સિદ્ધ કરવું અનુમાન આ પ્રમાણે છે –
પ્રતિજ્ઞા :- સર્વે પદાર્થો નિયતપણારૂપ નિયામક એવા તત્વોત્તરથી ઉત્પન્ન થયા છે.
હેતુ :- કારણ કે તેઓ સજાતીય, વિજાતીયથી વ્યાવૃત એવા સ્વભાવાનુગતરૂપે જ પ્રાકટ્ય પામે છે. અથવા તો કારણ કે તેઓમાં નિયતિ વડે કરાયેલા પ્રતિનિયત ઘર્મનો સંસર્ગ હોય છે.
- - प्रतिनियतधर्मोपश्लेषाद्वा, यथा तीक्ष्णशस्त्राद्युपहतानामपि मरणनियतभावेन मरणं जीवननियतभावेन जीवनमिति । न चाप्रयोजकः, यद्यस्मिन्काले यन्निमित्तात् यावद्देशव्यापि जायमानं कार्यं दृश्यते, तत्तस्मिन् काले तन्निमित्तात् तावद्देशव्यापि भवतीत्यनुकूलतर्कस्य विद्यमानत्वेन नियतरूपावच्छिन्नं प्रति नियतेरेव हेतुत्वात्, अन्यथा नियतरूपस्याकस्मिकत्वापत्तेः, न च ताबद्धर्मत्वं न जन्यतावच्छेदकं किन्त्वर्थसमाजसिद्धमिति वाच्यम्, नियतिजन्यत्वेनैवोपपत्तावर्थसमाजाकल्पनात्, भिन्नसामग्रीजन्यत्वे चैकवस्तुरूपव्याघातप्रसक्तेश्चेति । एवं मुद्गपक्तिरपि स्वजनकस्वभावव्यापारादि
દૃષ્ટાન :- જેમ કે તીક્ષ્ણ શસ્ત્રથી ઉપઘાત પામી હોય તેવી વ્યક્તિ પણ જો તેનો મૃત્યુનો નિયતભાવ હોય તો મરણ પામે છે અને જીવનનો નિયતભાવ હોય તો જીવી જાય છે.
અહીં દર્શાવેલ હેતુ અપ્રયોજક નથી. કારણ કે જે કાર્ય જે કાળે જે નિમિત્તથી જેટલા દેશમાં વ્યાપી જાય છે, તે તે કાળે તે નિમિતથી તેટલા દેશમાં વ્યાપ્ત બને છે. આવો અનુકૂળ તર્ક હાજર હોવાથી, નિયતરૂપથી અવચ્છિન્ન એવી વસ્તુ પ્રત્યે નિયતિ જ હેતુ છે. જો આવું ન માનો તો તેનું નિયતરૂપ આકસ્મિક = નિર્દેતુક થઈ જવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- જે જ્યારે જેથી જેમાં... આ બધા ધર્મો જન્ય છે અને તેના જનક તરીકે તમે નિયતિની કલ્પના કરો છો. પણ એ ધર્મો તો વાસ્તવમાં જન્ય નથી. અર્થસમાજ (વસ્તુને ઉત્પન્ન કરતી પદાર્થસામગ્રી) થી જ તેની સિદ્ધિ થઈ જાય છે.
ઉત્તરપક્ષ :- ના, તે ધર્મો નિયતિજન્ય છે, આ રીતે જ સંગતિ થઈ જતી હોવાથી અર્થસમાજને હેતુ માનવાની કોઈ જરૂર નથી. વળી જો વસ્તુ જુદી-જુદી સામગ્રીથી બનતી હોય તો તેનું એકરૂપ ન ઘટી શકે. તે અનેકરૂપ બની જવાની આપત્તિ આવે. તે જ રીતે મગનો પાક પણ તેના જનક સ્વભાવ, વ્યાપાર વગેરે હોવા છતાં પણ