________________
-~ર્મસિદ્ધિ: – गगने गमनाभावः, वह्नौ तिर्यग्गमनं शीतत्वं च, नागरे कफजनकत्वम्, गुडे पित्तजनकत्वम्, हरीतक्या विरेचनाभावः, रवितापे शीतत्वम्, चन्द्रे चोष्णत्वमित्येवंरूपेण वैपरीत्येनापि कार्यजातं कदाचिदुपलभ्येत, कालस्य समानत्वात्, न च तथोपलभ्यते, किन्तु मृदो घटा, तन्तुभ्यः पटः, शर्करायां माधुर्यमित्यादिप्रतिनियतरूपेणेति। एवं बदर्याः कण्टका तीक्ष्णः वक्रश्चैकः सरलोऽन्यः, वर्तुलं फलं तथा कुत्रचित् शिलाखण्डे प्रतिमारूपं विद्यते तच्च कुङ्कुमागरुचन्दनविलेपाद्यनुभवति, धूपाद्यामोदं चान्यस्मिंश्च पाषाणखण्डे पादक्षालनमित्यादि, तस्मात् सर्वं स्वभावजमेवेति भाव्यम् ।
(૨૧) કાગડો પાણીમાં તરશે. (૨૨) પક્ષીઓ આકાશમાં ઉડી નહીં શકે. (૨૩) અગ્નિ તિરછી ગતિ કરશે અને ઠંડો થઈ જશે. (૨૪) સૂંઠ કફ કરશે. (૨૫) ગોળ પિત્ત કરશે. (૨૬) હરડેથી વિરેચન નહીં થાય. (૨૭) સૂરજનો તાપ શીત થઈ જશે. (૨૮) ચન્દ્રમાં ઉષ્ણતા થશે. પૂર્વપક્ષ :- આવું તે કાંઈ થતું હશે ?
ઉત્તરપક્ષ :- કેમ નહી થાય ? તમે તો કાળને જ હેતુ માન્યો છે અને કાળ તો સર્વત્ર સમાન જ છે. તેથી વિપરીતપણે પણ કાર્યો જોવા મળે, એવી તમારા મતે આપત્તિ આવે છે.
પણ આવું જોવા તો મળતું નથી. પણ માટીથી ઘટ,તંતુથી પટ, સાકરમાં મધુરતા ઈત્યાદિ પ્રતિનિયતરૂપે જ કાર્યોની ઉપલબ્ધિ થાય છે. એ જ રીતે બદરીનો એક કાંટો તીક્ષ્ણ અને વક્ર હોય છે, બીજો કાંટો સરળ હોય છે, ફળ ગોળાકાર હોય છે. તથા કોઈક શિલાખંડમાં પ્રતિમાનું રૂપ છે અને તે કેશર, અગરુ, ચન્દનનો વિલેપ, પુષ્પપૂજા વગેરેને અનુભવે છે અને ધૂપ વગેરેની સુગંધને અનુભવે છે. જ્યારે
રૂ ૨ -
- સિદ્ધઃतथा चोक्तम् - न स्वभावातिरेकेण, गर्भबालयुवादिकम् । यत्किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ।।१।। सर्वे भावाः स्वभावेन, स्वस्वभावे तथा तथा। वर्तन्तेऽथ निवर्तन्ते, कामचारपराङ्मुखाः ।।२।। न विनेह स्वभावेन, मुद्गपक्तिरपीष्यते। तथा कालादिभावेऽपि नाश्वमाषस्य सा यतः।।३।।
अतत्स्वभावात तदभावे-ऽतिप्रसङगोऽनिवारितः। બીજા પાષાણખંડ પર પગ ધોવામાં આવે છે. માટે એ બધું જ સ્વભાવજન્ય જ છે, એમ સમજવું જોઈએ. કહ્યું છે કે –
લોકમાં ગર્ભ, બાળક, યુવાન વગેરે જે કાંઈ પણ થાય છે, તે સ્વભાવ વિના થતું નથી. માટે સ્વભાવ કારણ છે. ll૧II
સર્વે ભાવો સ્વભાવથી પોતાના સ્વભાવમાં તે તે પ્રમાણે વર્તે છે અને નિવૃત્તિ પામે છે. તેઓ મન ફાવે એવું આચરણ કરતા નથી. એમાં તેમનો તથાવિધ સ્વભાવ જ કારણભૂત છે. llll
અહીં સ્વભાવ વિના મગનો પાક પણ થતો નથી. તેમાં કાળને નહીં પણ સ્વભાવને જ હેતુ માનવો જોઈએ. કારણ કે કાળ વગેરે હાજર હોવા છતાં પણ અશ્વમાષનો પાક થઈ શકતો નથી. Il3II.
સ્વભાવવાદને માનવાનો એક લાભ એ પણ થશે કે પ્રતિનિયત કારણથી જ કાર્યની ઉત્પત્તિ સંગત થશે. જેનો તથાવિધ સ્વભાવ નથી, તેમાંથી તે વસ્તુ ઉત્પન્ન નહીં થાય. માટે અતસ્વભાવથી પણ તેવી વસ્તુ ઉત્પન્ન થવા દ્વારા પૂર્વોક્ત જે અતિપ્રસંગ આવતો હતો તેનું પણ નિવારણ થઈ જશે.
આ નિવારણ કાળવાદી વગેરેના મતે નહીં થઈ શકે કારણ