________________
-~-ર્મસિદ્ધિઃ
२४
મસિદ્ધિ:--
तदुक्तम्“न कालव्यतिरेकेण, गर्भबालयुवादिकम् । यत्किञ्चिज्जायते लोके, तदसौ कारणं किल ।।१।। कालः पचति भूतानि, कालः संहरति प्रजाः। कालः सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः ।।२।। किञ्च कालादृते नैव, मुद्गपक्तिरपीक्ष्यते। स्थाल्यादिसन्निधानेऽपि, ततः कालादसौ मता।।३।। कालाभावे च गर्भादि, सर्वं स्यादव्यवस्थया। परेष्टहेतुसद्भाव-मात्रादेव तदुद्भवात्।।४।।” इति
(શાવતોમુખ્ય ૨/-૧૬)
बालाद्यवस्था, शीतोष्णवर्षाधुपाधिः, व्यापारवत्त्वेन दण्डस्य सत्त्वेऽपि घटजन्मनि विलम्ब इत्यादयो भावाः कालहेतुका एव, अन्येषामन्यथासिद्धत्वेन न हेतुतेति। किं बहुना मुद्गपक्तिरपि वैजात्यवनिसंयोगस्थाल्यादिसन्निधानेऽपि कालमन्तरेण न भवितुं प्रभ्वी, तदानीं मुद्गपक्तिजनकवैजात्यसंयोगाभावात् तदभाव इत्यपि मनस्तरङ्गो न विधेयः, तत्रापि हेत्वन्तरकल्पनस्यावश्यकत्वेन तदपेक्षया कालस्यैव हेतुत्वकल्पनौचित्यात्। એવું સંભળાય છે. માટે ગર્ભપરિણતિ નહીં, પણ કાળને જ જન્મનો હેતુ માનવો પડશે.
તે જ રીતે બાળ, યુવા વગેરે અવસ્થાઓ, શીત-ઉણ, વર્ષા વગેરે ઉપાધિઓ, વ્યાપારવાનરૂપે દંડ હાજર હોવા છતાં પણ ઘડાની ઉત્પત્તિ થવામાં વિલંબ વગેરે ભાવો પણ કાળહેતુક જ છે. કાળ સિવાય બીજા કોઈ પણ અન્યથાસિદ્ધ છે, માટે હેતુ ન બની શકે.
વધારે કહેવાથી શું ? વિજાતીય અગ્નિનો સંયોગ, થાળી વગેરે બધી સામગ્રી હોવા છતાં પણ કાળ વિના મગનો પાક શક્ય નથી.
પૂર્વપક્ષ :- અરે ભાઈ, તમે તો વાતે વાતે કાળનો ઝંડો ફરકાવો છો, મગનો પાક થઈ જાય, તેના માટેનો વિજાતીય સંયોગ ન હોવાથી મગનો પાક નથી થતો. એમાં કાળના કારણે કોઈ ફરક પડતો નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે એમાં પણ બીજો કોઈ હેતુ માનવો જરૂરી બને છે. બધી સામગ્રી હાજર હોવા છતાં મગ રંધાઈ જતા નથી. તેમાં કયાં હેતુનો અભાવ કામ કરે છે ? તેમાં કોઈ ને કોઈ હેતુની કલ્પના તો કરવી જ પડશે ને ? એના કરતા કાળને જ હેતુ તરીકે કલ્પી લેવો ઉચિત છે. કારણ કે પ્રત્યક્ષ દેખાય છે કે બધી સામગ્રી હાજર હોવા છતાં પણ કાળનો પરિપાક થાય ત્યારે જ મગ રંધાય છે. કહ્યું પણ છે –
લોકમાં ગર્ભ, બાળ, યુવાન વગેરે જે કાંઈ પણ થાય છે, તે કાળ વિના થતું નથી. માટે કાળ કારણ છે. DIRTI.
કાળ ભૂતોને પકાવે છે. કાળ જીવોનો સંહાર કરે છે. કાળ સૂતેલાઓમાં જાગે છે. માટે કાળનું ઉલ્લંઘન/અપલાપ કરવો સહેલો નથી. III
વળી થાળી વગેરે હોવા છતાં કાળ વિના મગનો પાક પણ દેખાતો નથી. માટે કાળથી જ મગનો પાક થાય છે, એમ વિદ્વાનો માને છે. Imali
જો કાળ કારણ ન હોય અને પરવાદીને અભિમત એવા હેતુના સદ્ભાવમાત્રથી જ ગર્ભાદિનો ઉદ્ભવ થતો હોય, તો બધું જ અવ્યવસ્થાવાળું થશે. અર્થાત્ નાની બાળકીને પણ ગર્ભ રહે, બાળક તરત જ યુવાન થઈ જાય, અગ્નિસંયોગ થતાની સાથે મગ પાકી જાય, આવી અનેક અવ્યવસ્થાઓ ઉભી થશે. માટે કાળને જ હેતુ માનવો ઉચિત છે. ll૪ll