________________
८
શ્વે.મૂ.પૂ. તપગચ્છ જૈનસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી લાભ લેવામાં આવ્યો છે, તે બદલ અમે પૂજ્ય મુનિવરશ્રીનો તથા આલવાડા શ્રીસંઘનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અમે આ ગ્રંથપ્રકાશનના સોનેરી અવસરે આ ગ્રંથની કૃતિઓની રચના કરનાર બંને કવિવરોનો, પ્રથમાવૃત્તિ પ્રકાશિત કરનાર શ્રીસિંઘી જૈનશાસ્ત્ર શિક્ષાપીઠનો, પ્રથમાવૃત્તિના સંપાદકશ્રીનો તથા શ્રીકોબાકૈલાસસાગરજ્ઞાનભંડારમાંથી અમને આ ગ્રંથની મુદ્રિત પ્રથમાવૃત્તિ પ્રાપ્ત થઈ તેઓશ્રીનો તથા નવીનસંસ્કરણના સંપાદિકા સાધ્વીશ્રીનો કૃતજ્ઞભાવે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાએ સુંદર કાર્ય કરી આપેલ છે અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સવાળા તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
પ્રાંતે આવા ઉત્તમ ઉપદેશાત્મકગ્રંથના વાંચન મનન અને નિદિધ્યાસન દ્વારા આત્માને જાગૃત કરીને પરમપદને પામનારા બનીએ !!
bsnta-t.pm53rd proof
...
—
ભદ્રંકર પ્રકાશન