________________
પ્રકાશકીય
વાગ્રેવીપ્રતિપન્નસૂનુ, પરમપૂજ્ય બાલચંદ્રસૂરિમહારાજે ‘વસંતવિલાસ'નામનું મહાકાવ્ય બનાવ્યું છે. પ્રસ્તુત કાવ્યમાં કીર્તિકૌમુદીની પેઠે વસ્તુપાલનાં પરાક્રમો વર્ણવેલાં છે. વસ્તુપાલ સોમશર્મા અને હરિહરાદિ કવિઓથી વસંતપાલ કહેવાતો તેથી તે નામ પરથી કાવ્યનું નામ ‘વસંતવિલાસ” રાખ્યું છે. આ કાવ્ય વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહના વિનોદ માટે રચાયું હોવાથી આ ગ્રંથની રચનાસમય વિક્રમના તેરમા સૈકાની આખરનો અથવા ચૌદમા સૈકાની શરૂઆતના આશરાનો છે. આ મહાકાવ્યમાં ૧૪ સર્ગ છે અને તેમાં ગુજરાતના ઇતિહાસ માટે કેટલીક સામગ્રી મળી આવે છે.
આ મહાકાવ્યની પ્રથમવૃત્તિ ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝ નં.-૭ તરીકે સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરાથી વિ.સં. ૧૯૭૩, ઈ. સ. ૧૯૧૭માં પ્રકાશિત થયેલ છે, લગભગ ૯૨/ ૯૩ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલી આ આવૃત્તિ અત્યંત જીર્ણ થયેલી જોવામાં આવી ત્યારે અમારા પરમોપકારી પરમોપકારી પરમપૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્ર-ભટૂંકરકુંદકુંદસૂરીશ્વરજી-મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજે નવીનસંસ્કરણ તૈયાર કરવા માટે પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય, સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના મૃતોપાસિકા સાધ્વી શ્રીચંદનબાલાશ્રીને પ્રેરણા કરી અને પૂજ્ય પંન્યાસજી મહારાજની શુભપ્રેરણાને ઝીલીને સાધ્વી શ્રીચંદનબાલાશ્રીએ “વસંતવિલાસ' મહાકાવ્યનું નવીનસંસ્કરણ સંપાદિત કરેલ છે અને અમારી સંસ્થાને આ ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ મળ્યો છે તે અમારા માટે અતિ આનંદનો વિષય બનેલ છે.
પ્રસ્તુત ‘વસંતવિલાસ' મહાકાવ્યને પ્રકાશિત કરવા માટે પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના સામ્રાજ્યવર્તી પરમપૂજ્ય, સિદ્ધહસ્તલેખક આચાર્યભગવંત શ્રીમદ્વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજશ્રી પ્રશમપૂર્ણવિજયજી મહારાજસાહેબની પાવન પ્રેરણાથી શ્રીઆલવાડા