SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ આનાથી અતિરિક્ત સર્ગ ૯ના અંતમાં વૈતાલિકોના ગીતોની વાતની તુલના પણ સંસ્કૃત સાહિત્યથી પ્રાપ્ત બે આવી જ વર્ણનાથી કરી શકાય છે–એક તો રઘુવંશ (પ-૬૫૬૭) અને બીજું નૈષધ (૧૯) જ્યાં એજ અને નલ સુતેલા છે તેમને જગાડવા માટે વૈતાલિક સૂર્યોદયનું વર્ણન કરે છે. શિશુપાલવધ (૧૧)માં પણ આપેલા વૈતાલિકોના ગીતોથી કૃષ્ણને જગાડાય છે તેની તુલના પણ કરી શકાય છે. દસથી તેર સુધીના સર્ગોમાં વસ્તુપાલની સંઘયાત્રાનું વર્ણન કરેલું છે, જે કીર્તિકૌમુદી અને સુકૃતસંકીર્તનના વર્ણનોથી વસ્તુતઃ કોઈ સ્વરૂપે ભિન્ન નથી. ચૌદમાં સર્ગમાં કવિ કહે છે કે વસ્તુપાલના બનાવેલા મંદિરો, ધર્મશાળાઓ, બ્રાહ્મણસત્ર, તળાવ આદિ ભિન્ન ભિન્ન નગરો અને ગામોમાં એટલા છે કે જેની ગણના કરવા માટે આકાશના તારાઓની જેમ કઠિન છે. (૧૪-૯/૧૦) ત્યારપછી વસ્તુપાલના મૃત્યુનું વર્ણન કરવાવાળું રૂપક આવે છે, જે આપણા માટે વિશેષ ઉપયોગી છે. કેમકે અન્યત્ર ક્યાંય પણ મૃત્યુની વાત કરેલી નથી. તે રૂપક આ પ્રકારે છેએકવાર ધર્મની દૂત વૃદ્ધાવસ્થાએ વસ્તુપાલને કહ્યું કે ધર્મની પુત્રી સદ્ગતિ તેની આકાંક્ષા કરી રહી છે અને તેના માતા-પિતાએ તેનું લગ્ન તમારી સાથે કરી દેવાનો નિશ્ચય કરી લીધો છે. આ સગતિના વિચારોમાં તલ્લીન વસ્તુપાલન પ્રેમજવર આવી ગયો અને તેણે સગતિ સાથે વિવાહ કરવા માટે શત્રુંજયગિરિની તીર્થયાત્રા કરવાનો પાકો નિશ્ચય કરી લીધો. આ નિશ્ચયની સૂચના તેના સેવક આયુષ્યબંધ ધર્મને કરી દીધી. જે સાંભળીને ધર્મ ઘણો ખુશ થયો અને લગ્નનું મુહૂર્ત સ્થિર કરવા માટે તેણે પોતાના દૂત સબોધને વસ્તુપાલ પાસે મોકલ્યો. તે દૂતે વસ્તુપાલને સૂચના આપી કે ધર્મે તેને શત્રુંજયગિરિ પર વિક્રમ સંવત ૧૨૯૬ માઘ સુદી પાંચમને રવિવારના પહોંચવા માટે આદેશ કર્યો છે. વસ્તુપાલે પોતાના પુત્ર જૈત્રસિંહને, પોતાની પત્ની લલિતાદેવીને અને નાના ભાઈ તેજપાલને પોતાની પાસે બોલાવ્યા અને તેમને જે આવશ્યક હતી તે બધી સૂચના આપી. રાજાને મળીને પોતે વસ્તુપાલ શત્રુંજયગિરિ તરફ જવા નીકળ્યો. તે ગિરિરાજ પર ચડ્યો અને તેના લગ્નના દિવસે આદિનાથભગવાનનું મંદિર ત્યાં ખૂબ સજાવેલું. ધર્મે વસ્તુપાલને પોતાની પુત્રી આદિનાથ ભગવાનની સાક્ષીમાં આપી અને પછી તેને સ્વર્ગમાં લઈ ગયો, જ્યાં સ્વર્ગના સ્વામીએ તેનું સ્વાગત કર્યું. આ ઘણે ભાગે સંભવ છે કે આ રૂપકની પ્રેરણા કવિને યશપાલના, રાજા વિવેકચંદ્રની સુપુત્રી, સાથે કરાવેલા લગ્નમાં વર્ણિત છે તે જ મળી છે. અપરાજિતકવિએ બાલચંદ્રસૂરિને વૈદર્ભશૈલીમાં ચતુર કહ્યા છે ને તેમના કાવ્યગુણોની ઘણી પ્રશંસા કરેલી છે. આ પ્રશંસા અસંગત છે એવું તો અમે કહી શકતા નથી, કેમ કે બે કવિ સોમેશ્વર અને અરિસિંહે પણ વસ્તુપાલના જીવનને પોતાના મહાકાવ્યોના વિષય બનાવ્યા છે bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy