SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન પર જઈને તેણે શ્વાસ લીધો.” (પ-૧૦૯). સ્તંભનતીર્થના આક્રમકના પરાજયને સ્મરણીય બનાવવા માટે થયેલા ઉત્સવોના વર્ણનથી સર્ગ સમાપ્ત થાય છે. (પ-૧૧૦/૧૧૧) આનાથી આગળ ત્રણે સર્ગ પ્રથાનુકુળ વર્ણનનાં છે. છઠ્ઠા સર્ગમાં છ ઋતુઓનું વર્ણન, સાતમાં સર્ગમાં વસંતઋતુમાં પુષ્પચયનનું, હીંચકાના આનંદનું અને જલક્રીડાઓનું વર્ણન છે. આઠમાં સર્ગમાં ચન્દ્રોદય અને પ્રેમકીડાઓનું વર્ણન છે. નવમાં સર્ગમાં કહ્યું છે કે વસ્તુપાલ રાત્રે સુઈ ગયા ત્યારે તેને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં ધર્મ જેનો એક ચરણ બચી રહ્યો છે, તે તેની સમક્ષ ઉપસ્થિત થયો અને કહેવા લાગ્યો કે કૃતયુગમાં ચાર, ત્રેતાયુગમાં ત્રણ, દ્વાપરયુગમાં બે અને હવે કલિયુગમાં તેનો એક જ ચરણ બચ્યો છે. રાજા મૂલરાજ અને સિદ્ધરાજ જયસિંહે સોમનાથની યાત્રા કરીને મારો વિસ્તાર કર્યો છે. સિદ્ધરાજે રાજવિહાર જેવું મહાન મંદિર બનાવ્યું, જે મને પ્રમોદપર્વત સમાન થયું અને મારું ગૌરવ વધારવા માટે તે રાજાએ ૧૨ ગામ શત્રુંજય તીર્થને આપ્યા. તે રાજા પણ ચાલ્યા ગયા અને તેની માતા મયણલ્લદેવી, જેણે સોમનાથના યાત્રીઓથી લીધેલા અને બહલોદ (ધોળકાની પાસેનું આધુનિક ભોલાદ) પર વસુલ કરવાનો લાગો ઊઠાવી લીધો અને મને ખાવા-પીવાનું પણ આપતી હતી. કુમારપાળે શત્રુંજય અને ગિરનારની તીર્થયાત્રાઓ તરફ અનેક મંદિરોના નિર્માણ કરાવેલા હતા. મારા બળદરૂપી બે શીંગડાના સમાન કેદાર અને સોમેશ્વરના મંદિરોના જીર્ણોદ્ધાર પણ તેણે કરાવેલ હતા. મૂલરાજ દ્વારા બનાવાયેલા માંડલીના ભૂલેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર પણ કુમારપાળે કરાવ્યો હતો પરંતુ આજે તો એ બધી જાહોજહાલી ચાલી ગઈ. ભિન્ન ભિન્ન દર્શન-સંપ્રદાયના અનુયાયીઓ કયાં જાય? વિપત્તિની આ થોડી જ કથા મેં તને કહી છે. હે મહામાત્ય ! હવે તું એવું કર કરે જેનાથી મારા મનનો આ ક્ષોભ દૂર થઈ જાય. જ્યારે આ બધું ધર્મ દ્વારા કહેવાઈ ગયું ત્યારે વસ્તુપાલની નિદ્રા ઊડી ગઈ. (૯-૧/૩૪) સર્ગનો શેષ અંશ વૈતાલિકોના ગીતો જે વસ્તુપાલની પ્રશંસા માટે ગવાય છે અને સૂર્યોદયનું વર્ણન કરે છે. આ કાવ્યમાં વસ્તુપાલને સ્વપ્નમાં ધર્મનું દર્શન આપવું એ જ મુખ્ય વાત છે. કોઈ પણ જૈનસાહિત્ય અથવા પુરાણમાં ધર્મને બળદના રૂપમાં જેનો કલિયુગમાં એક પગ જ બચ્યો છે એવું વર્ણવાયેલું જોવામાં આવતું નથી. આવું વર્ણન તો ભાગવતપુરાણ (૧. અ. ૧૬-૧૭)માં જ મળે છે અને તેને જ સંભવતઃ બાલચંદ્રસૂરિને થોડા-ઘણા પ્રભાવિત કરેલા જણાય છે. નૈષધીયચરિત્ર (૧-૭)માં પણ કૃતયુગમાં ધર્મના ચાર ચરણનો નિર્દેશ છે. અણહિલવાડ અને ધવલક્કની રાજસભામાં જૈન અને બ્રાહ્મણ વિદ્વાનોનો સાંસ્કૃતિક સંપર્ક બહુ નજીકનો રહેલો અને એથી આશ્ચર્યની કોઈ વાત નથી કે બાલચંદ્ર' જૈન સાધુ થવા પૂર્વે બ્રાહ્મણ હતા. ભાગવતપુરાણથી આ ઉપાદાન લીધું હોય અને તેનો ઉપયોગ વસ્તુપાલના જીવનવર્ણનના કાવ્યમાં કરી લીધો હોય. bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy