SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ વસ્તુપાલને ગવર્નર બનાવવા. વસ્તુપાલે શાસનવ્યવસ્થામાં કરેલા સુધારા અને સર્વ ધર્મો પ્રત્યે દર્શાવેલો સંપૂર્ણ સમભાવ. વસ્તુપાલનો કાવ્યપ્રેમ તથા કવિઓ પ્રત્યે તેનું સમ્માન. (પ) મારવાડ દેશના રાજાઓ અને લૂણસાક રાજા વચ્ચે યુદ્ધ, મારવાડના રાજાઓની મદદ વીરધવલનું ગમન. ભૃગુકચ્છના શાસક શંખના આક્રમણનો વસ્તુપાલ સામનો કરી તેને પરાજિત કરવો. (૬) વસ્તુપાલનું સંઘ સાથે શત્રુંજય અને ગિરનારની યાત્રાએ જવું. વસ્તુપાલનું મરણ માઘ કૃષ્ણ પંચમી સં. ૧૨૯૬ સોમવારે શત્રુંજયમાં થયું. આમ તો વસંતવિલાસની કથાવસ્તુ ટૂંકી છે પણ તેનો વિસ્તાર મહાકાવ્યોચિત વિધિથી કરવામાં આવ્યો છે. કથાવસ્તુસાર : પહેલા સર્ગમાં સજ્જનોની પ્રશંસા અને દુર્જનોની નિંદા અને કાવ્યામૃત ઉપર લાંબુ વિવેચન કરીને પછી કવિએ પોતાનું વૈયક્તિક પરિચય પ્રસ્તુત કરીને એ બતાવ્યું છે કે પોતાની ઉપર સરસ્વતીની કૃપા ક્યારે અને કેવી રીતે થઈ. નાયકનો પ્રવેશ કરાવવાના સમયે તેમના કાવ્ય માટે તેમણે પોતાનો વિષય પસંદ કરવાનું કારણ બતાવતાં કહ્યું કે “જે ગુણ નલ, યુધિષ્ઠિર અને રામમાં છે, તે આજે વસ્તુપાલમાં જોવામાં આવે છે, તેથી જ હું તેના ગીત ગાઈ રહ્યો છું. (૧-૧૬) બીજા સર્ગમાં અણહિલવાડનું તેના સ્વર્ણમંદિરોનું. મહેલસમાન ભવનોનું. તેના સુદૃઢ ગઢ અને ચારે તરફ ઊંડી-ઘેરાવાવાળી ખાઈનું અને દુર્લભરાજસરોવરનું વર્ણન કર્યું છે. ત્રીજા સર્ગમાં મૂલરાજથી પ્રારંભીને ભીમદેવ બીજા સુધી ગુજરાતના રાજાઓનો ઇતિહાસ આપ્યો છે. જેની કીર્તિકૌમુદી અને સુકૃતસંકીર્તનના વર્ણનોની સાથે તુલના થઈ શકે છે. ગુજરાતની અરાજકતાથી રક્ષા કરવાવાળા વરધવલ અને તેના પૂર્વજોના શૌર્યની પ્રશંસા પણ આ સર્ગમાં કરી છે. (૩-૩૭/૫૦). ગુજરાતરાજયની ભાગ્યદેવી વરધવલને સ્વપ્નમાં દર્શન આપે છે અને ભીમદેવના નિર્મળ શાસનની થયેલી દુર્દશાથી તેની રક્ષા કરવાનો અનુરોધ કરે છે અને તેની સિદ્ધિના માટે વસ્તુપાલ અને તેજપાલને પોતાના મંત્રી બનાવવા માટે આદેશ કરે છે. (૩-૫૧/૬૪). આનાથી એ સ્પષ્ટ થાય છે કે આ સારો વૃત્તાંત કીર્તિકૌમુદીમાં વર્ણન કરાયેલ વૃત્તનું સીધું અનુકરણમાત્ર છે. ચોથો સર્ગ બંને મંત્રીઓના ઉચ્ચ ગુણોના અતિરંજિત વર્ણનથી પ્રારંભ થાય છે અને વસ્તુપાલની સ્તંભનતીર્થની નિયુક્તિથી સમાપ્ત થાય છે. પાંચમા સર્ગમાં વસ્તુપાલ અને શંખના યુદ્ધનું અને શંખના પરાજયનું વર્ણન કરેલું છે. શંખનું વેગસહિત ભૃગુકચ્છમાં પલાયન થઈ જવું, આ બતાવીને એ કહ્યું છે કે “પોતાના નિવાસ bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy