________________
ત્રણે મહાકાવ્યોમાં આપેલી હકીકતની સરખામણી :–
સુકૃતસંકીર્તન
ચાપોત્કટવંશવર્ણન
ચૌલુક્યવંશવર્ણન
મંત્રીપ્રકાશ
ગુરુપદેશવર્ણન
શંખપ્રસ્થાનવર્ણન
કીર્તિકૌમુદી
નગરવર્ણન
નરેંદ્રવંશવર્ણન
મંત્રીસ્થાપનવર્ણન
દૂતસમાગમવર્ણન
શંખયુદ્ધવર્ણન
પુરપ્રવેશવર્ણન
ચંદ્રોદયવર્ણન
પરમાર્થવિચાર
४२
સૂર્યોદયવર્ણન
શત્રુંજયવર્ણન
નેમિદર્શનવર્ણન
યાત્રાસમાગમવર્ણન ષઋતુવર્ણન
પુરપ્રવેશવર્ણન ધર્મસ્થાનવર્ણન
bsnta-t.pm53rd proof
વસંતવિલાસ
પ્રસ્તાવના
રાજધાનીવર્ણન
નરેંદ્રવર્ણન-મંત્રીસ્થાપના
મંત્રીગુણવર્ણન
શંખયુદ્ધવર્ણન
ઋતુવર્ણન
કેલીવર્ણન
ચંદ્રોદયવર્ણન
સૂર્યોદયવર્ણન
શત્રુંજયયાત્રાવર્ણન
પ્રભાસતીર્થયાત્રાવર્ણન
રૈવતવર્ણન
રૈવતયાત્રાવર્ણન
સદ્ગતિપાણિગ્રહણવર્ણન.
આ ઉ૫૨થી જણાશે કે વસંતવિલાસ ત્રણેમાં લાંબું કાવ્ય છે. તેમાં ચૌદ સર્ગ અને . અનુસ્ માપ પ્રમાણે ગ્રંથ સંખ્યા ૧૫૧૬ શ્લોક પ્રમાણ છે. જ્યારે બીજા બેમાં અનુક્રમે નવ સર્ગમાં આઠસો (૮૦૦) શ્લોક પ્રમાણ અને અગિયાર સર્ગમાં નવસો છવીસ (૯૨૬) શ્લોક પ્રમાણ છે.
મંત્રીઓના જીવનની હકીકત સંબંધી મળી આવતા શિલાલેખો અને તાડપત્ર પરના લેખો :–પોતે બંધાવેલાં મંદિરો વગેરેના લેખો સંબંધી વસ્તુપાલે ઘણી સંભાળ રાખી હોય એમ દેખાય છે. જિનહર્ષના વસ્તુપાલ ચરિત્રમાં બે ભાઈઓનાં ઘણાં કામોનો ઉલ્લેખ કરેલો છે. તેમાંના ઘણાનું હાલ નામ નિશાન દેખાતું નથી. પણ કાળના ક્રૂર ઝપાટામાંથી જે બચ્યાં છે તે ઉપર લાંબા લેખો અને પ્રશસ્તિઓ મળી આવે છે અને તે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણાં ઉપયોગી થઈ પડે છે. કારણ કે તેમાં તેઓની અને તેઓના કુટુંબની હકીકત ઉપરાંત જે રાજ્યમાં મંદિર બંધાવ્યું હોય તે દેશના રાજાઓની હકીકત પણ આપેલી હોય છે. તેમના સંબંધી મળી આવતા મુખ્ય શિલાલેખો અને તાડપત્રની પ્રતોમાંની પ્રશસ્તિઓ નીચે ક્રમવાર આપેલ છે.